________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૮
આ રીતે સુપાત્રદાન, પાત્રદાન, અને અનુકંપાદાન રૂપ દ્રવ્યાભિગ્રહ એ પણ શુભાશય રૂપ હોવાથી યોગમાર્ગની પ્રાપ્તિનું બીજ છે.
હવે છઠ્ઠું યોગબીજ સમજાવે છે કે-સિદ્ધાન્ત, સદાગમ, વસ્તુનું યથાર્થ વર્ણન કરનારાં ધર્મશાસ્ત્રો લખવાં-લખાવવાં, તે પણ શુભાશયરૂપ હોવાથી અને શાસન પ્રભાવનાનું કારણ હોવાથી યોગબીજ છે. અહીં (આર્ષ ઋષિ મહાત્માઓએ રચેલાં) ધર્મશાસ્ત્રો તે સમજવાં કે જે મોહના વિષને ઉતારનારાં છે. આત્માના હિતને કરનારાં છે. કલ્યાણના માર્ગે પ્રેરનારાં છે. પરંતુ અર્થ-વિષયક તથા કામવિષયક શાસ્ત્રો ન સમજવાં. કારણ કે અર્થ અને કામનાં ઉત્તેજક એવાં તે શાસ્ત્રો વિષયરસનું ઝેર વધારી લોભ અને વાસનામાં આ જીવને ગરકાવ કરી દે છે. આત્માર્થીને આવા વિષયવાસનાવર્ધક અર્થશાસ્ત્રો અને કામશાસ્ત્રોનું શું પ્રયોજન છે !
૧૩૭
વળી આવાં સભ્યશાસ્ત્રોનું લેખન પણ વિધિથી કરવું. અને કરાવવું. વિધિ એટલે કે ન્યાયથી મેળવેલા ધનનો સદુપયોગ કરવા રૂપ વિધિ અહીં સમજવી. લોકોની સાથે બનાવટ કરીને, ચોરી કરીને કૂડકપટ કરીને, માયાજાળ પાથરીને પ્રાપ્ત કરેલું ધન સતત ચિંતા ભય અને દૈન્યતા જ આપનારૂં છે. આ ધનનું સત્કાર્યમાં સ્થાન જ નથી. કારણ કે અન્યાયોપાર્જિત ધનથી કરેલ સુકૃતોનું વિશિષ્ટ ફળ પ્રાપ્ત થતું નથી. ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનના સદુપયોગકાળે જે પ્રસન્નતા, પરિણામની ધારાની ઉજ્વલતા, નિર્મળતા, ઉત્સાહ જોવા મળે છે તે અન્યત્ર ન સંભવે, ઉત્તમ ધર્મશાસ્ત્રો લખવાં, છપાવવાં, પ્રકાશિત કરવાં, સુંદર કાગળ, સુંદર પુંઠાં રાખવાં એ પણ છઠ્ઠુ યોગબીજ છે. જેમ વીતરાગદેવ મૂળમાર્ગના ઉપદેશક છે માટે આરાધ્ય છે. ગુરુજી તે દેવે કહેલા માર્ગને આપણા સુધી લાવનાર છે માટે આરાધ્ય છે. એ જ રીતે શાસ્ત્ર પણ સ્વ-પરને તત્ત્વ માર્ગ બતાવનાર છે. અધ્યાત્મદૃષ્ટિ ખીલવનાર છે. શાસ્ત્ર દ્વારા જ જ્ઞાનપ્રાપ્તિ શક્ય છે માટે શાસ્ત્ર પણ દેવ-ગુરુના તુલ્ય જ ઉપાસ્ય છે. તેથી તેની સેવા-ભક્તિ-લેખનાદિ કરવાં-કરાવવાં એ શુભાશય રૂપ હોવાથી યોગબીજ છે. આ પણ અનુત્તમ એટલે જેનાથી બીજું કોઇ ઉત્તમ નથી એવું સર્વોત્તમ યોગબીજ છે એમ જાણવું. આ પ્રમાણે છ યોગબીજ કહ્યાં ॥૨૭॥ આવિશાર્થમાદ- લેખનાદિમાં વપરાયેલા આદિ શબ્દનો અર્થ જણાવે છે.
Jain Education International
लेखना पूजना दानं श्रवणं वाचनोद्ग्रहः । प्रकाशनाथ स्वाध्यायश्चिन्तना भावनेति च ॥ २८ ॥ ગાથાર્થ =(૧)લેખના,(૨)પૂજના,(૩)દાન,(૪)શ્રવણ,(૫)વાચના,(૬)ઉગ્રહ,
For Private & Personal Use Only
www.jainelibrary.org