________________
ગાથા : ૧૧
યોગદૃષ્ટિ સમુચ્ચય
૫૩
ટીકા - ગત વ શનૈશ્યવસ્થા યોસિન્યાસરિત્ “અયો''-થો માવ:, “યોનાં''= મિત્રાતીનામ “મધ્યે” ત મુખ્યતે, કિમિત્યાદિ-“યો: ૨:' પ્રધાન: उदाहृतः इति । कथमित्याह-"मोक्षयोजनभावेन" हेतुना योजनाद् योग इति कृत्वा, स्वरूपमाह "सर्वसन्न्यासलक्षण:"-अधर्मधर्मसंन्यासयोरप्यत्र परिशुद्धिभावादिति ॥११॥
વિવેચન :-આયોજિકાકરણ અને કેવલીસમુઘાત કર્યા પછી આ આત્મા “યોગનિરોધ” કરે છે. કાયાદિ ત્રણે યોગોનો વિરોધ કરતાં કરતાં સર્વથા યોગનિરોધ થયા પછી એના ફળરૂપે શૈલેશી અવસ્થા પ્રગટે છે. જે અવસ્થા મન-વચન અને કાયા સંબંધી યોગોના સર્વથા અભાવાત્મક છે. આત્મ-પ્રદેશોની અત્યંત નિષ્પકંપ અવસ્થા છે. આવા પ્રકારની યોગના અભાવાત્મક શૈલેશીકરણવાળી અવસ્થા એ મિત્રા-તારા-બલા આદિ યોગોમાં પરમ યોગદશા, સર્વોત્તમ શ્રેષ્ઠ યોગદશા જ્ઞાનીઓએ કહી છે.
અયોગ રૂપ જે યોગ અવસ્થા” આ વાક્યમાં વપરાયેલા બન્ને યોગશબ્દના અર્થો ભિન્ન ભિન્ન છે. “અયોગ”માં વપરાયેલા યોગ શબ્દનો અર્થ મન-વચન-કાયાના યોગો સમજવાના છે. જે આ ત્રણે યોગો આત્મ-પ્રદેશોની ચંચળતા-અસ્થિરતા રૂપ છે. અને તેથી જ કર્મબંધના કારણરૂપ છે. આશ્રવ છે. હેય છે. તેથી જ તેવા યોગોનો અહીં સંન્યાસ (ત્યાગ) કરવામાં આવ્યો છે. માટે યોગ વિનાના અર્થાત્ આશ્રવના હેતુભૂત એવા યોગ વિનાના તે ગયો અને પાછળના “યોગ” શબ્દનો અર્થ “જોડવું” કરવાનો છે જે અવસ્થા આ આત્માને વિના વિલંબે મોક્ષની સાથે જોડી આપે તે યોગ. એવો અર્થ સમજવાનો છે. આ યોગ સર્વથા અનાશ્રવ રૂપ છે. સર્વ સંવરભાવ રૂપ છે. આત્મપ્રદેશોની મેરૂપર્વતની જેમ સર્વથા નિષ્પકંપ અવસ્થા સ્વરૂપ છે. માટે જ ઉપાદેય છે. આ યોગ પામ્યા પછી પાંચ હૃસ્વસ્વરના ઉચ્ચારણકાળમાત્રમાં જ આ આત્મા મુક્તિપદ પામે છે. માટે સર્વશ્રેષ્ઠ-સર્વથી પ્રધાનયોગ છે.
ઇચ્છાયોગથી મુક્તિનગરના પ્રવેશ માટે જે યાત્રા આરંભેલી તે યાત્રા અહીં સમાપ્ત થાય છે. ભયંકર અટવીમાં ફસાયેલા માણસને “મને કોઈ સપુરુષ માર્ગ દેખાડે” એવી તીવ્ર ઇચ્છા હોય છે. મહારોગીને મને કોઈ રોગમુક્ત કરે એવી તીવ્ર ઇચ્છા વર્તે છે ગ્રીષ્મઋતુમાં મારવાડ જેવા શુષ્કપ્રદેશમાં તૃષાતુર પુરુષને “મને શીતલ જલ પાનાર કોઈ મળે” એવી તીવ્ર ઇચ્છા હોય છે. તેવી રીતે સંસારરૂપી મહાટવીમાં, મહારોગમાં અને શુષ્કમરૂભૂમિમાં ફસાયેલા આ જીવને આ દુઃખોમાંથી “કોઈ પુરુષ મને છોડાવનાર મળે અને દુ:ખરહિત અવસ્થાવાળા મુક્તિપદે લઈ જાય” તેવી તેની તીવ્ર ઇચ્છા હૃદયમાં વર્તે છે સંસાર ઉપર અત્યન્ત તિરસ્કાર અને મુક્તિની પરમ ઝંખના રૂપ નિર્વેદ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org