________________
ગાથા : ૭૦ યોગદષ્ટિ સમુચ્ચય
૨૫૫ વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી પૂર્વબદ્ધ કર્મરૂપી પાપના ઉદયથી કદાચ જો પાપમાં પ્રવૃત્તિ કરવી પડે તો પણ તપેલા લોઢાના ગોળા ઉપર પગ મૂકવા તુલ્ય તે પ્રવૃત્તિ હોય છે. || ૭ ||
ટીકા -“તો ચ૯T''સ્વિતિ-પ્રમાદ્યસંવેદ્યતાત્ “મચન્દ્ર” વેદसंवेद्यपदम्, उत्तरास्विति स्थिराद्यासु चतसृषु दृष्टिषु । “अस्माद्" वेद्यसंवेद्यपदात्,
પા''- પાપળ હિંસાતી, “મારો દિ' પરથાપિ નિત્યાદ "तमलोहपदन्यासतुल्या वृत्तिः - संवेगसारा पापे “क्वचिद्यदि" भवति, प्रायस्तु न भवत्येवेति ॥ ७॥
વિવેચન - પ્રથમની ચાર દૃષ્ટિમાં અવેદ્યસંવેદ્યપદનું પ્રાબલ્ય હોય છે. તેનાથી અન્ય એવું જે પદ તે વેદ્યસંવેદ્યપદ છે કે જેનું વર્ણન ગાથા-૭૩-૭૪માં કહેવાશે. આ વેદ્યસંવેદ્યપદ ઉત્તર એવી ચાર દૃષ્ટિ એટલે કે સ્થિરાદિ (સ્થિરા-કાન્તા-પ્રભા અને પરા) દૃષ્ટિમાં હોય છે. પાછળની સ્થિરાદિ દૃષ્ટિમાં વર્તતો જીવ વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી હિંસાદિ (હિંસા-જૂઠ-ચોરી-મૈથુન આદિ ૧૮) પાપસ્થાનકોમાં પ્રાયઃ પ્રવૃત્તિ કરતો નથી. અને પૂર્વે બાંધેલા નિરુપક્રમ કર્મના ઉદયથી (એટલે કે કર્મના અપરાધથી-કર્મરૂપી પાપોદયની પરવશતાથી) કદાચ કોઈ પાપકાર્યમાં પ્રવૃત્તિ કરવી પડે તો તે પ્રવૃત્તિ કેવી કરે છે ? તે દૃષ્ટાન્તથી સમજાવે છે કે તપેલા લોઢાના ગોળા ઉપર પગ મૂકવા તુલ્ય, તથા સંવેગ જ છે સાર જેમાં એવી પ્રવૃત્તિ કરે છે. ઘણું કરીને તો તે જીવ પાપમાં પ્રવૃત્તિ કરતો જ નથી. પરંતુ કદાચ કરે તો આવી રીતે પ્રવૃત્તિ કરે છે.
તપેલા લોઢાના ગોળા ઉપર કોઈ માણસ કદાપિ જાણી બૂઝીને પગ મૂક્તો નથી. કદાચ કયાંય કોઈ વ્યક્તિની પરવશતાથી અથવા કોઈ કાર્ય કરવાના પ્રયોજનથી પગ મૂકવો જ પડે તો પગ મૂતાં પહેલાં તત લોહ જોઈને ગભરાય છે. તેના ઉપર પગ મૂક્તાં દાહની વેદનાનો આંચકો અનુભવે છે. ત્યાં પગની વધુ સમય સુધી સ્થિતિ કરતો નથી, તુરત જ સ્વયં ઉપાડી લે છે આપોઆપ આ પગ ત્યાંથી ઉઠાવીને આગળ મૂકે છે. તેવી રીતે સ્થિરાદિ પાછળની ચાર દૃષ્ટિમાં વર્તતો જીવ વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી સૂક્ષ્મ બોધવાળો છે. તેથી પ્રાયઃ પાપમાં પ્રવૃત્તિ કરતો જ નથી. પરંતુ પૂર્વબદ્ધ કર્મ રૂપ અપરાધના ઉદયથી એટલે કે તે કર્મરૂપી પાપની પરવશતાથી કદાચ ક્યાંક પાપમાં પ્રવૃત્તિ કરવી પડે તો એટલે કે તે પાપકાર્ય કરવું જ પડે એમ છે એવું જોઇને પ્રથમ તો ગભરાય છે. ભયભીત બને છે. પાપભીરૂ એવો તે આત્મા પછી જ તે પાપમાં પ્રવૃત્તિ કરે છે. પરંતુ હૃદયમાં તુરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org