________________
ગાથા : ૨૨૫ યોગદૃષ્ટિ સમુચ્ચય
૫૭૯ કારણથી ઉચ્ચકોટિની મિથ્યાત્વી જીવોની ધર્મક્રિયા કરતાં પણ સમ્યગ્દષ્ટિ જીવોનો તાત્ત્વિક પક્ષપાત ઉચ્ચકોટિનો છે. તેથી જ સર્વવિરતિધર, દેશવિરતિધર અને સંવેગપાક્ષિક એમ ત્રણ પ્રકારના જીવો આરાધક કહેલા છે. કહ્યું છે કે
साधुः श्राद्धश्च संविग्नपक्षी शिवपथास्त्रयः । शेषाः भवपथा गेहिद्रव्यलिङ्गिकुलिङ्गिनः ॥ गुणी च गुणरागी च, गुणद्वेषी च साधुषु । श्रूयन्ते व्यक्तमुत्कृष्टमध्यमाधमबुद्धयः ॥
પૂ. યશો. કૃત દ્વાત્રિશત્કાવિંશિકા /કારા૩li સાધુ-શ્રાવક અને સંવેગપાક્ષિક આ ત્રણ જીવો મુક્તિ માર્ગના પથિક છે બાકીના ગૃહસ્થો, માત્ર દ્રવ્ય લિંગધારી સાધુ, અને કુલિંગ સાધુ આ ત્રણ સંસારમાર્ગના પથિક છે. એમ જાણવું.
સાધુઓમાં પણ ગુણવાનું પુરુષો, ગુણોના રાગી પુરુષો, અને ગુણોના હૈષી પુરુષો અનુક્રમે ઉત્કૃષ્ટ-મધ્યમ અને અધમબુદ્ધિવાળા કહેવાય છે. એમ શાસ્ત્રમાં સ્પષ્ટ સંભળાય છે.
પ્રથમ સાધુ બીજો વર શ્રાવક, ત્રીજો સંવેગ પાખીજી | એ ત્રણે શિવ મારગ કહીએ, જિહાં છે પ્રવચન સાખીજી | શેષ ત્રણે ભવ મારગ કહીએ, કુમતિ કદાગ્રહ ભરીયાજી | ગૃહ યતિલિંગ કુલિંગ લખીએ, સકળ દોષના દરીયાજી |
પૂ. ઉપાધ્યાયજી કૃત સવાસો ગાથાનું વતન || ઢાળ-૭-૩ /. આ પ્રમાણે તાત્ત્વિકપક્ષપાતવાળો સંવેગપાક્ષિક જીવ પણ ત્રીજા નંબરે મુક્તિમાર્ગનો પથિક કહેવાય છે. પરંતુ ભાવશૂન્ય ક્રિયામાત્રવાળો જીવ અભવ્યાદિની જેમ મુક્તિમાર્ગનો પથિક કહેવાતો નથી. / ૨૨૪ | વિશેષાદ આ યોગદૃષ્ટિસમુચ્ચય નામના ગ્રંથનું શ્રવણ કરવામાં વિશેષતા કહે છે.
श्रवणे प्रार्थनीयाः स्युर्न हि योग्या: कदाचन ।।
यत्नः कल्याणसत्त्वानां, महारत्ने स्थितो यतः ॥ २२५॥ ગાથાર્થ = યોગ્ય આત્માઓને યોગગ્રંથના શ્રવણ માટે પ્રાર્થના કરવાની કદાપિ હોતી નથી. કારણ કે કલ્યાણ સત્ત્વ (ભાવ પુણ્યશાલી) પુરુષોને મહારત્નની પ્રાપ્તિમાં સદા ઉદ્યમ હોય જ છે. / ૨૨પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org