________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
पुण्यापेक्षमपि ह्येवं सुखं परवशं स्थितम् । તતક્ષ દુઃલમેવૈતત્તત્ત્તક્ષળનિયોતઃ ॥ ૨૭રૂ ગાથાર્થ = પુણ્યોદયની અપેક્ષાવાળું સુખ પણ આ રીતે (કર્મોની) પરાધીનતાપણે રહેલું છે. તેથી આ (સુખ) પણ દુઃખ જ છે. કારણ કે તેમાં દુઃખના લક્ષણોનો અવશ્ય યોગ છે. ॥ ૧૭૩ ||
૪૮૮
ટીકા-‘“પુછ્યાપેક્ષપિવમ્'’ વતનીત્યા, ‘“સુદ્ધ પરવળ સ્થિત’” પુખ્તસ્ય परत्वात् । " ततश्च दुःखमेवैतत् तल्लक्षणनियोगतः । इत्थं ध्यानजं तात्त्विकं सुखमपरायत्तत्वात्कर्मवियोगमात्रजत्वादिति ॥ १७३॥
11
વિવેચન :- આ પ્રમાણે પરાધીન હોય તે દુઃખ અને આત્મવશ હોય તે સુખ એવા પ્રકારનાં દુઃખ અને સુખનાં લક્ષણો હોવાથી પૂર્વે બાંધેલા પુણ્યોદયથી પ્રાપ્ત થયેલાં સાંસારિક સુખઇન્દ્ર- નરેન્દ્રાદિનાં સુખો પણ ઉપરોક્ત નીતિને અનુસારે “પરવશપણે” રહેલાં છે કારણ કે પૂર્વે બાંધેલું જે પુણ્ય, તે પણ કર્મ-પરમાણુઓ હોવાથી પરદ્રવ્ય જ છે. તેથી કર્મની મહેરબાની હોય ત્યાં સુધી જ રહેવાવાળું હોવાથી આ સુખ પણ દુ:ખ જ છે. કારણ કે “પરાધીનતા” એવું દુઃખનું જે લક્ષણ છે. તેનો તેમાં યોગ છે. રાજા-મહારાજાનાં સુખો પણ પુણ્યકર્મ સમાપ્ત થયા પછી ઘડીવાર પણ ટકતાં નથી. જ્ઞાનસારમાં જ કહ્યું છે કે
ગાથા : ૧૭૩
येषां भ्रूभङ्गमात्रेण, भज्यन्ते पर्वता अपि । तैरहो कर्मवैषम्ये, भूपैर्भिक्षाऽपि नाप्यते ॥
Jain Education International
આ પ્રમાણે હોવાથી આ પ્રભા દૃષ્ટિમાં આવેલા મુનિઓનો બોધ અતિશય નિર્મળ હોવાથી આત્મારામી એવા આ જ્ઞાની પુરુષોને ધ્યાન દ્વારા આત્મગુણોની રમણતાના આનંદાત્મક જે સુખ હોય છે. તે જ સાચું સુખ છે. કારણ કે આ સુખ પૂર્વબદ્ધ કર્મોના વિયોગ માત્રથી એટલે કર્મોના ક્ષયોપશમથી પ્રગટ થાય છે. તેથી તે સુખ અ+પર+ આયત્તાત્= ૫રને આધીન નથી. અપરાધીન છે. અર્થાત્ પરાધીન નથી એટલે કે આત્મવશ છે. માટે તે સુખ આત્મવશ હોવાથી કોઈ છીનવી શકતું નથી. તે સુખમાં કોઇ પરદ્રવ્યોની અપેક્ષા રહેતી નથી. તથા આ સુખ અનુભવ માત્રથી જ ગમ્ય છે. શબ્દોથી સમજાવી શકાતું નથી આઠદૃષ્ટિની સજ્ઝાયમાં પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ.શ્રીએ કહ્યું છે કે
સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ । એ દૃષ્ટ આત્મગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહીએ રે ।।
For Private & Personal Use Only
www.jainelibrary.org