SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૮૭ ગાથા : ૧૭૨ વિવેચન :- સામાન્ય લોકવ્યવહારમાં પણ પરાધીનતા એ દુઃખ કહેવાય છે. “પારકી આશા સદા નિરાશા' આવી કહેવત પણ છે. પરાધીન માણસ સદા ઓશિયાળો-ઉદાસ થઇને જ રહે છે. પરાધીન માણસને સદા અપમાન, પરાભવ, શારીરિક અને માનસિક ત્રાસ વગેરેનાં દુઃખો જગત પ્રસિદ્ધ છે. તેથી “પરવશતા” એ દુઃખ છે. પ્રશ્ન :- “પરવશતા”ને શા માટે દુઃખ કહેવાય છે? ઉત્તર ઃ- શાસ્ત્રોમાં દુ:ખનાં જે જે લક્ષણો કહ્યાં છે. તે તે લક્ષણોનો પરવશતામાં યોગ હોવાથી પરવશતા એ દુઃખ છે. (૧) આકુલ-વ્યાકુળતા એ દુઃખનું પ્રથમ લક્ષણ છે. (૨) શારીરિક કે માનસિક પીડા થવી એ બીજું લક્ષણ છે. (૩) માનસિક ત્રાસ થવો એ ત્રીજું લક્ષણ છે. આ સર્વે દુઃખનાં લક્ષણો “પરવશતા”માં હોય છે. આ જીવ કર્મનામના પરદ્રવ્યને વશ થયેલો છે. તેથી કર્યોદય જે પરિસ્થિતમાં રાખે તેમાં રહેવું જ પડે છે. તેવા પ્રકારની કર્મોની પરાધીનતાના કારણે પુણ્યોદય કાળે રાગજન્ય વ્યાકુળતા આવે છે અને પાપના ઉદયકાળે દ્વેષજન્ય વ્યાકુળતા આવે છે. આ રીતે કર્મોની પરાધીનતા અને પુદ્ગલદ્રવ્યની પરાધીનતાના કારણે આ જીવ સદા આકુળ-વ્યાકુળતાવાળો રહે છે. તે જ દુઃખ છે. કર્મોની અને પુદ્ગલદ્રવ્યોની પરાધીનતાના કારણે જ શારીરિક અને માનસિક પીડા અને ત્રાસ સદા ચાલુ જ હોય છે આ પ્રમાણે દુઃખનાં ત્રણે લક્ષણોનો યોગ હોવાથી પરાધીનતા એ દુઃખ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “સાપેક્ષ અસમર્થ નિરપેક્ષ સમર્થ''=જે બીજા દ્રવ્યોની અપેક્ષા રાખે છે તે દ્રવ્ય પોતે અસમર્થ છે અર્થાત્ પરાધીન હોવાથી દુ:ખયુક્ત છે. જે અન્યની અપેક્ષા વિનાનું છે તે જ સમથ-સુખી છે. ઉપા. શ્રી યશોવિજયજી મ.શ્રીએ જ્ઞાનસાર અષ્ટમાં પણ આ જ વાત કહી છે. परस्पृहा महादुःखं, निःस्पृहत्वं महासुखम् । एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥ તથા જે જે આત્મવશ છે તે તે જ સાચું સુખ છે. જેમાં જેમાં સ્વતંત્રતા છે. અન્યદ્રવ્યોની અપેક્ષા હોતી નથી. પરાધીનતા નથી. તેમાં તેમાં જ સાચું સુખ છે. અત વ દેતો:=આ જ કારણથી એટલે કે સુખનું લક્ષણ તેમાં ઘટતું હોવાથી તે જ સાચું સુખ છે. દેહ અને ઇન્દ્રિયોનો સંબંધ હોવા છતાં દેહાતીત ભાવે અને ઇન્દ્રિયજન્યસુખોથી નિર્લેપભાવે રહેનારા આત્માઓ જ સહજાનંદી અને આત્મગુણોના અનુભવોમાં જ આનંદ માનનારા હોય છે. સંપેક્ષમાં સુખ અને દુઃખનું આ જ લક્ષણ પૂર્વના મુનિપુરુષોએ શાસ્ત્રોમાં કહ્યું છે. II૧૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy