________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૮
અનુભવ મેળવી શકતો નથી. પરંતુ તે ઉપાયોનું બરાબર જ્ઞાન થવાથી તેનો અનુભવ પ્રાપ્ત કરવા માટે અદમ્ય ઉત્સાહથી આત્માનુભવનો અસાધારણ પ્રકાશ ચમકે છે. અસાધારણ અને શબ્દોથી અવાચ્ય એવી ચૈતન્યશક્તિ અંતરમાં સ્કુરાયમાન છે, તેને જ પ્રાતિભજ્ઞાન કહેવાય છે. તેવા જ્ઞાનપૂર્વક પોતાના આત્મવીર્યને મોહના નાશમાં પ્રયુંજતો આ જીવ ક્ષપકશ્રેણિમાં આરૂઢ થાય છે અને પ્રાતિભજ્ઞાનયુક્ત એવા આત્માનુભવરૂપ અપૂર્વ-તત્ત્વચિંતનમય સામર્થ્યયોગના બળે મોહસાગર તરી, ક્ષીણમોહગુણસ્થાનકે આવી ઘનઘાતીકર્મો ખપાવી તેરમે ગુણસ્થાનકે જઇને કૈવલ્યાવસ્થાને અક્ષેપે પ્રાપ્ત કરે છે.
आह- " इदमपि प्रातिभं श्रुतज्ञानमेव, अन्यथा षष्ठज्ञानप्रसङ्गः । न चैतत् केवलं, सामर्थ्ययोगकार्यत्वादस्य । एवं च सिद्धयाख्यपदसम्प्राप्तिहेतुभेदास्तत्त्वतः शास्त्रादेवा - वगम्यन्त इति" । अत्रोच्यते न चैतत्श्रुतं, न केवलं, न च ज्ञानान्तरमिति, रात्रिंदिवा-रुणोदयवत् । अरुणोदयो हि न रात्रिंदिवातिरिक्तो, न च तयोरेकमपि वक्तुं शक्यते । तत्काल एव तथोत्कृष्टक्षयोपशमवतो भावात् श्रुतत्वेन तत्त्वतोऽसंव्यवहार्यत्वान्न श्रुतं क्षायोपशमिकत्वादशेषद्रव्यपर्यायाविषयत्वान्न केवलमिति । इष्टं चैतत्तारकनिरी-क्षणादिज्ञानशब्दवाच्यमपरैरपि इत्यदोषः ॥८ ॥
૩૫
અહીં કોઇક શિષ્ય પ્રશ્ન કરે છે કે- આ પ્રાતિભજ્ઞાન પણ શ્રુતજ્ઞાન જ હોવું જોઇએ, જો શ્રુતજ્ઞાનથી ભિન્ન આ પ્રાતિભજ્ઞાન છે એમ કહીએ તો કુલ પાંચ જ્ઞાનને બદલે છ જ્ઞાન માનવાનો પ્રસંગ આવે. અને તે છમાં આ પ્રાતિભજ્ઞાન એ છઠ્ઠું જ્ઞાન છે એમ માનવું પડે. જે શાસ્ત્ર- સમ્મત નથી. તથા આ પ્રાતિભજ્ઞાન એ કેવલજ્ઞાન છે એમ પણ કહી શકાય નહીં. કારણ કે કેવલજ્ઞાન એ તો પ્રાતિભજ્ઞાનયુક્ત એવા સામર્થ્યયોગનું કાર્ય છે. આ રીતે કાર્ય-કારણ ભાવ હોવાથી પ્રાતિભજ્ઞાન અને કેવલજ્ઞાન એક નથી. પ્રાતિભજ્ઞાન ૮ થી ૧૨ ગુણસ્થાનકમાં હોય છે અને તેના કાર્ય રૂપે પ્રગટ થતું કેવલજ્ઞાન તો ૧૩મા ગુણસ્થાનકે આવે છે. આ પ્રમાણે જૈનદર્શનમાં છ જ્ઞાન પણ નથી અને આ પ્રાતિભજ્ઞાનનો સમાવેશ કેવલજ્ઞાનમાં પણ સંભવતો નથી. તેથી નક્કી થાય છે કે આ પ્રાતિભજ્ઞાન એ શ્રુતજ્ઞાન જ છે. માટે સિદ્ધિ નામના પદની પ્રાપ્તિમાં હેતુભૂત એવા સમ્યગ્દર્શનાદિ ઉપાયભેદો તત્ત્વથી વિચારતાં શ્રુતજ્ઞાનમાં જ સમાવિષ્ટ થવાથી શાસ્ત્રો દ્વારા જ જણાય છે. માટે શાસ્ત્રયોગથી અધિક આ પ્રાતિભજ્ઞાન કે સામર્થ્યયોગ શું છે? અર્થાત્
કંઇ જ નથી.
ઉત્તર- ઉપરની શંકાનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે આ પ્રાતિભજ્ઞાન એ નથી શ્રુતજ્ઞાન, નથી કેવલજ્ઞાન અને નથી જ્ઞાનાન્તર અર્થાત્ છઠ્ઠું જ્ઞાન, પરંતુ રાત્રિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org