________________
ગાથા : ૧૦૦-૧૦૧ યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૪૯ આગમવચનો દ્વારા અતીન્દ્રિય અર્થને તેઓ જાણે છે. તથા આવા પ્રકારના મહાત્માઓમાં યોગદશાના પ્રભાવથી જ એવું દિવ્યજ્ઞાન (જેની સામાન્ય માણસથી કલ્પના પણ કરી ન શકાય તેવું જ્ઞાન) પ્રગટ થાય છે. અને તેનાથી અતીન્દ્રિય ભાવોને પણ તે જાણી શકે છે.
આગમની જેના મનમાં પ્રધાનતા છે, તે જ સાચો શ્રદ્ધાવાળો પુરુષ કહેવાય છે. આપમતિવાળો પુરુષ સભ્યશ્રદ્ધાયુક્ત કહેવાતો નથી. તથા સભ્યશ્રદ્ધાવાળાને જ પરદ્રોહરહિતતા આવે છે. વીતરાગ પરમાત્મામાં અપાર શ્રદ્ધાના કારણે તેઓની ગુણસંપત્તિ પ્રત્યે બહુમાન અને સદ્ભાવ જ ઉપજે છે કદાપિ હૃદયમાં દ્રોહ થતો નથી, તથા આવી શ્રદ્ધા અને શીલગુણના કારણે જ દિન-પ્રતિદિન મોહનીયકર્મનો ક્ષયોપશમ વધતો જ જાય છે. એ જ યોગતત્પરતા કહેવાય છે. આમ આ ચારે ગુણોનો પરસ્પર કારણ-કાર્ય ભાવ છે. આવા ચાર ગુણોવાળો આત્મા અતીન્દ્રિય અર્થોને પણ જાણે છે. ધર્માસ્તિકાયાદિ અતીન્દ્રિય પદાર્થો આ પ્રમાણે આગમવચનથી જ જણાય છે.
અમે (જૈનદર્શનના અનુયાયી) મુનિઓ જ આ પ્રમાણે કહીએ છીએ એમ નહીં. પરંતુ જૈનેતર દર્શનમાં થયેલા સાચા યોગી મહાત્માઓ પણ આ જ પ્રમાણે જણાવે છે. તેની સાક્ષી આપતાં (જેમના હૃદયમાં પરદર્શનગત યોગીપુરુષો પ્રત્યે પણ યોગદશાના પ્રેમને લીધે અતિશય બહુમાન છે તેવા) ગ્રંથકાર મહર્ષિ પતંજલિ ઋષિની - સાક્ષી આપે છે. અને તે પણ “મહામતિ” શબ્દ વિશેષણ રૂપે લખીને જણાવે છે. જેમ ધનનો પ્રેમ ધનવાન્ ઉપર બહુમાન કરાવે, રૂપનો પ્રેમ રૂપવાનું પ્રત્યે બહુમાન કરાવે, જ્ઞાનનો પ્રેમ જ્ઞાની પ્રત્યે બહુમાન કરાવે, ચારિત્રનો પ્રેમ ચારિત્રવાનું પ્રત્યે બહુમાન કરાવે. એ જ ન્યાયે ગ્રંથકાર પૂજ્ય શ્રીહરિભદ્રસૂરિજી મ.ના હૃદયમાં રહેલો યોગનો અતિશય પ્રેમ અન્ય દર્શનકારના યોગીઓ પ્રત્યે પણ અતિશય બહુમાન કરાવે છે આ પરદ્રોહરહિત શીલગુણ સૂચવે છે. ./૧૦૦ની વિમિત્યદિપતંજલિ ઋષિએ શું કહ્યું છે તે જણાવે છે
आगमेनानुमानेन योगाभ्यासरसेन च ।
त्रिधा प्रकल्पयन् प्रज्ञां, लभते तत्त्वमुत्तमम् ॥ १०१॥
ગાથાર્થ = આગમ, અનુમાન, અને યોગદશાના અભ્યાસની રસિકતા એમ ત્રણ પ્રકારે બુદ્ધિને મુંજતો પુરુષ ઉત્તમ (અવર્ણનીય) તત્ત્વને પામે છે. તે ૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org