________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૪૮
હોય છે. તેમનું વચન નિર્દોષ જ હોય છે. એમ બન્ને પ્રકારની નિશ્ચિત શ્રદ્ધાયુક્ત જે પુરુષ તે સન્ધ્રાદ્ધઃ કહેવાય છે. કારણ કે અસત્યભાષણનાં જે જે કારણો હાસ્યભય-અજ્ઞાન આદિ છે તે તે કારણો વીતરાગ સર્વજ્ઞ પરમાત્મામાં અંશતઃ પણ હોતાં નથી. આવી પરમ શ્રદ્ધાવાળો જે પુરુષ તે સમ્યગ્ શ્રાદ્ધ કહેવાય છે. મિથ્યાત્વ મોહનીયકર્મના ક્ષયોપશમાદિ થવાથી જ આવી સમ્યગ્ શ્રદ્ધા આ જીવને પ્રગટ થાય છે. સમ્યગ્ શ્રદ્ધાના કારણે સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે અતિશય વિશ્વાસ-પ્રેમ અને હાર્દિક સાવ તથા બહુમાન પ્રગટે છે. તેને જ પ્રજ્ઞ કહેવાય છે. પ્રજ્ઞાવાળો, બુદ્ધિવાળો, સાચો પુરુષ તે જ છે. કારણ કે જે પુરુષ પોતાના કદાગ્રહથી અતીન્દ્રિય ભાવોને ઇન્દ્રિયગોચર કરવા જાય છે. અને આડા અવળા મન ફાવતા તર્કો લગાવે છે તે પુરુષ “ખાડા ટેકરાવાળા રસ્તાને પણ ભ્રમથી રોડ રસ્તો માની દોડે છે. અને પડે છે. તથા હાડકાં ભાંગે છે” તેની જેમ બહુ બુદ્ધિ હોય તો પણ તે વિપરીત હોવાથી બુદ્ધ વિનાનો-અપ્રાજ્ઞ જ કહેવાય છે. તેથી જ ગ્રંથકારે અતીન્દ્રિય પદાર્થોને અતીન્દ્રિય જ છે એમ સમજી સર્વજ્ઞ ઉપર પરમ શ્રદ્ધાવાળાને જ ‘પ્રાપ્ત'' કહ્યો છે.
શીલવા=શીયલ ગુણવાળો, અહીં શીલગુણનો અર્થ “પરદ્રોહરહિત” એવો જાણવો. પરની દ્રવ્ય અને ભાવ સંપત્તિ જોઇને જે બળતો નથી. ઇર્ષ્યા કરતો નથી. અદેખાઇ કે દાઝ જેના હૃદયમાં સ્ફુરાયમાન થતી નથી. પરંતુ પરની સંપત્તિ જોઇને જેને પ્રમોદભાવ પ્રગટે છે. તેવા જીવને જ અતીન્દ્રિય પદાર્થો આગમથી સમજાય છે. કારણ કે આગમને કહેનારા તીર્થંકર દેવો પ્રત્યે અને આગમને રચનાર ગણધર ભગવંતો પ્રત્યે તથા આગમના આધારે ભવ્યજીવોના હિત માટે અંગબાહ્ય શ્રુત રચનારા આચાર્યાદિ ગુરુ ભગવંતો પ્રત્યે આ જીવોને અમાપ પ્રમોદભાવ હોય છે આ તીર્થંકરાદિ જ દિવ્યજ્ઞાનવાળા અને સંપૂર્ણ યથાર્થવાદવાળા છે. એવો હૃદયમાં ઉછળતો અપરિમિત પ્રમોદ જેને છે. તેવા, તથા ૫૨ પ્રત્યેના અલ્પ પણ દ્રોહ વિનાના પુરુષો જ તેમના પ્રત્યે પૂર્ણ શ્રદ્ધાવાળા થઇ શકે છે અને તેનાથી જ અતીન્દ્રિય અર્થોને જાણી શકે છે.
ગાથા : ૧૦૦
યોગતત્વર:=આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ, મોક્ષનું યુંજન જ્યાં થાય તે યોગ, તેવા પ્રકારની ઉંચી ઉંચી યોગદશામાં તત્પર, હંમેશાં યોગમાં જ અભિયુક્ત થયેલા એવા આત્માઓ આગમવચનના આધારે અતીન્દ્રિય અર્થોને જાણે છે. અહીં યોગ એટલે મોહનીય કર્મનો અધિક અધિક ક્ષયોપશમભાવ સમજવો, જેનો મોહ મંદ થયો છે. વિપરીત બુદ્ધિ અને સંસારસુખની રસિકતા જેની અતિશય મંદ થઇ ગઇ છે અને જેનો વૈરાગ્યભાવ તીવ્રાતિતીવ્ર બન્યો છે તે જ આત્મા યોગતત્પર” કહેવાય છે અને તેને વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે અદ્વિતીય પરમ રુચિ થાય છે. તેથી તેમનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org