________________
ગાથા : ૧૦૦ યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૪૭ થશે? કેટલો સમય ચાલશે? અર્ધગ્રહણ થશે કે ચોથા ભાગનું ગ્રહણ થશે? ઇત્યાદિ અબાધિતપણે કહેવાય જ છે. અને ભાવિમાં તે જ પ્રમાણે ગ્રહણ દેખાય પણ છે. હવે જો છદ્મસ્થ અને લૌકિક આપ્તપુરુષના શ્રુતજ્ઞાનમાત્રથી થનારું આગમવચન પણ જો આટલું બધું સત્ય હોઈ શકે છે તો સર્વદોષરહિત, વીતરાગ, ત્રિકાલજ્ઞાની, પરમાત્મા તીર્થકરદેવનું આગમવચન સર્વથા અબાધિત સંપૂર્ણ સત્ય કેમ ન હોઈ શકે? માટે આગમવચનથી જ અતીન્દ્રિય પદાર્થો જણાય છે. શુષ્ક તર્કો કરવાથી નહીં. માટે આત્માર્થી મુમુક્ષુ જીવોએ પરમકલ્યાણકારી સર્વહિતકારક એવું સર્વજ્ઞ પરમાત્માનું “આગમવચન” જ શ્રદ્ધેય માનવું. તેનાથી જ અતીન્દ્રિય પદાર્થોની યથાર્થ રુચિ-જ્ઞપ્તિ કરવી. આડા-અવળા ડાફોળીયાં મારવાં નહીં. || ૯૯ || ૩૫સંદરન્નાઈ-હવે આ વાતનો ઉપસંહાર કરતાં જણાવે છે કે
एतत्प्रधानः सच्छाद्धः, शीलवान् योगतत्परः ।
जानात्यतीन्द्रियानांस्तथा चाह महामतिः ॥ १००॥ ગાથાર્થ = આ આગમની પ્રધાનતાવાળો બોધ છે જેને એવો ઉત્તમ શ્રદ્ધાયુક્ત શીલગુણસહિત અને યોગદશામાં તત્પર એવો જે પુરુષ હોય છે તે અતીન્દ્રિય અર્થોને પણ જાણે છે. મહામતિવાળા (પતંજલી આદિ) અન્ય દર્શનકારો પણ આ પ્રમાણે જ કહે છે. ૧૦૦ ||
ટીકા “તિપ્રથાન:”ત્યામપ્રથા, “સંસ્કૃદ્ધિ પ્રાજ્ઞ, નવનિ'' પરોવિતિમાનું, “રોતર'સતા તમયુવત:, વિમૂત: સત્ “નાનાત્રિતક્રિયાનથન'થલીન્ ! “તથા રહિ મઠ્ઠામતિ ” પતતિઃ ૨૦૦ |
વિવેચન :- અતીન્દ્રિય અર્થોને જાણવામાં “આગમવચન જ” અત્યન્ત ઉપકારી છે. એમ ઉપરની ગાથામાં કહેવામાં આવ્યું. તે આગમવચન જ છે પ્રધાન જેને એવો જીવ અતીન્દ્રિય અર્થોને જાણે છે. કારણ કે આગમ એ “આતવચન” છે. “સર્વજ્ઞવચન” છે. નિર્દોષપુરુષથી પ્રણીત વચન છે. તેથી જ પૂર્વાપર અવિરુદ્ધ વચન છે. જે જીવના મનમાં આવા પ્રકારના નિર્દોષ પુરુષ પ્રણીત આગમવચનની પ્રધાનતા છે તેવો તથા સમ્યમ્ શ્રદ્ધાવાળો, શીલગુણવાળો અને યોગદશામાં તત્પર ઇત્યાદિ ગુણોવાળો જીવ જ અતીન્દ્રિય અર્થોને જાણી શકે છે.
સંસ્કૃદ્ધિ એટલે કે સત્ શ્રાદ્ધ સમ્યગૂ શ્રદ્ધાવાળો એટલે કે જે વીતરાગ અને સર્વજ્ઞ ભગવાન છે. તેમનું જ વચન નિર્દોષ હોય છે. તથા જે વીતરાગ સર્વજ્ઞ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org