________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૮૭
ન = નો મુવતો વ્યાધિના-તથા નિર્વાણ પામે ત્યારે મુક્તિમાં ગયેલો તે આત્મા વ્યાધિવડે મુક્ત નથી થયો એમ નહીં પરંતુ નિયમા તે જીવ વ્યાધિમુક્ત જ બને છે. અર્થાત્ કેટલાક દર્શનકારો એમ માને છે કે મોક્ષમાં ગયેલો આત્મા ધર્મી જીવોના ઉદ્ધાર માટે અને જગતને પીડનારા રાક્ષસોના નિકંદન માટે ફરીથી સંસારમાં જન્મ લે છે. એટલે જન્મ-મરણવાળા ભગવાન છે. તેનું ખંડન કરતાં જણાવે છે કે, મુક્તિએ ગયેલો આત્મા સર્વથા ભવવ્યાધિથી અવશ્ય મુક્ત જ છે. તેથી તેને પુનઃ જન્મ-મરણ આદિ ભવદુઃખો કદાપિ આવતાં નથી. અને ફરીથી તેને મોક્ષે જવું પડે તેમ બનતું નથી. કારણ કે તેના ભવ્યત્વનો પરિક્ષય (સંપૂર્ણતયા ક્ષય) થયેલો હોવાથી તેનું પુનરાગમન અને પુનઃર્મોક્ષ થતો નથી. કારણ કે, “ભવ્યત્વ એટલે મોક્ષે જવાની યોગ્યતા” જ્યારે જીવ મોક્ષે જાય છે. ત્યારે જ તે યોગ્યતા સમાપ્ત થઇ જાય છે. વસ્તુ પ્રાપ્ત ન થઇ હોય ત્યાં સુધી જ યોગ્યતાનો વ્યવહાર થાય છે. જ્યારે તે વસ્તુ પ્રાપ્ત થઇ જાય છે ત્યારે તે વસ્તુ મેળવવાની આ જીવમાં યોગ્યતા છે એમ કહેવાતું નથી. તેવી રીતે અહીં પણ ભવ્યતાનો (મુક્તિગમનની યોગ્યતાનો) સંપૂર્ણતયા પરિક્ષય થવાથી આ આત્મા યથાર્થ (અપુનરાગમનવાળી) વ્યાધિમુક્તતા પામ્યો છે. કર્મરૂપ તથા તજ્જન્ય જન્મ, મરણાદિ રૂપ વ્યાધિથી આ જીવ મુક્ત નથી થયો એમ નહીં, પરંતુ અવશ્ય મુક્ત જ થયો છે. તેથી જ ફરીથી સંસારમાં જન્માદિ પામતો નથી.
૫૧૨
अव्याधितो न च તથા કેટલાક દર્શનકારો (સાંખ્યદર્શનકારો અને જૈનદર્શનાનુયાયી એકાન્તનિશ્ચયવાદીઓ) સંસારમાં રહેલો આ આત્મા શુદ્ધ-બુદ્ધ કર્મોનો અકર્તા અને અભોક્તા છે. એમ માને છે. તેઓની દૃષ્ટિએ આત્મા એકાન્તે નિત્ય હોવાથી જેવો મુક્તગત આત્મા વ્યાધિ રહિત તેવો જ સંસારગત આત્મા પણ વ્યાધિરહિત છે. તેઓના મતનું ખંડન કરતાં ગ્રંથકારશ્રી કહે છે-કે નિર્વાણપદની પ્રાપ્તિની પૂર્વે આ આત્મા અવ્યાધિત અર્થાત્ વ્યાધિરહિત શુદ્ધ-બુદ્ધ ન હતો. પરંતુ જન્મ-મરણ આદિ વ્યાધિથી યુક્ત જ હતો. તેથી જ વ્યાધિ-મુક્ત થવા માટે આ યોગધર્મની આવશ્યક્તા રહે છે. કારણ કે, નિર્વાણ પદની પ્રાપ્તિની પૂર્વે તથા-તેવા પ્રકારની ચિત્ર-વિચિત્ર એવી. તદ્દાવાસ્તે જન્મ-મરણાદિ વ્યાધિઓનું હોવાપણું છે. માટે આ આત્મા મુક્તિ પૂર્વે અવ્યાધિત હતો નહીં. અને નિર્વાણકાલે અવ્યાધિત બને છે. આ પ્રમાણે અન્યદર્શનોના મતોનો સંક્ષેપમાં પ્રત્યુત્તર પણ છે. ॥ ૧૮૭||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org