________________
ગાથા : ૮૭. યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૧૫ પૂ. . શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ પણ અધ્યાત્મસારમાં કહ્યું છે કે
असद्ग्रहग्रावमये हि चित्ते, न क्वापि सद्भावरसप्रवेशः । इहाङ्करश्चित्तविशुद्धबोधः सिद्धान्तवाचां बत कोऽपराधः ॥ १४-७ ॥ स्थालं स्वबुद्धिः सुगुरोश्च दातुरुपस्थिता काचन मोदकाली । असद्ग्रहः कोऽपि गले ग्रहीता, तथापि भोक्तुं न ददाति दुष्टः ॥ १४-९ ॥
જેમ પત્થરમય પૃથ્વીમાં જલપ્રવેશ થતો નથી અને તેથી અંકુરા ઉગતા નથી તેમાં વાવનારનો શું દોષ? તેવી જ રીતે અસદાગ્રહ રૂપી પત્થરના બનેલા ચિત્તમાં “સદ્ભાવ” રૂપી જલનો કયાંય પ્રવેશ થતો નથી. તેથી ચિત્તમાં નિર્મળ બોધરૂપી અંકુરા પણ કયાંય ઉગતા નથી. તેમાં સિદ્ધાન્તરૂપી વાણીનો શો અપરાધ છે? પોતાની બુદ્ધિ રૂપી સુંદર થાળી છે. ઉત્તમ ગુરુ રૂપી પીરસનાર ઉપસ્થિત છે. અને અપૂર્વ મોદકોની શ્રેણી છે. પરંતુ દુર એવો “કદાગ્રહ” રૂપી કોઇક વ્યક્તિ (કે જે શબ્દથી અવાચ્ય છે) ગળામાં દબાવનાર હોય, અર્થાત્ ગળું દબાવનાર હોય તો પુરુષ ભોજન કરી શકતો નથી તેથી “કદાગ્રહ” એ જ મિથ્યાત્વ છે. નવ નિહ્નવો વ્રત કરે, તપ કરે, સંયમી જીવન જીવે પરંતુ કદાગ્રહના લીધે જ વીતરાગ પરમાત્મા પ્રત્યે શ્રદ્ધાના ભંગવાળા બને છે. જેથી યથાર્થ સફળતા મળતી નથી.
(૪) મિનિ= તથા આ કુતર્ક જીવમાં અભિમાન કરાવનારો છે. કુતર્કોથી પોતાની જાતને પોતે હોંશિયાર માને છે. પોતાની વાત સત્ય ન હોવા છતાં કુતર્કના બલના કારણે તેને સત્ય માની મિથ્યા-અભિમાન આ જીવ કરે છે. કુતર્કના કારણે જીવ અપાત્ર થવાથી જ્ઞાની ગુરુ પણ તેમને સમજાવતા નથી. ઉખરભૂમિ તુલ્ય હોવાથી તેને સમજાવવાની મહેનત નિષ્ફળ જ જવાની છે. આ પ્રમાણે સદ્ગથી વિમુખ થયેલો તે કુતર્કવાદી પુરુષ પોતે પોતાની માન્યતામાં અદ્ધર ઉછળે છે અને આત્માનું પતન કરે છે. આ રીતે આ કુતર્ક મિથ્યા-અભિમાનનો જનક છે.
શાસ્ત્રમાં કહેલી વાતને સમજવા શાસ્ત્રને (આગમને) અનુસાર જે તર્ક કરાય તેને સુતર્ક કહેવાય છે. અને આગમથી નિરપેક્ષપણે પોતાની મતિ પ્રમાણે કપોલકલ્પિત કલ્પના જે કરાય છે. તેને કુતર્ક કહેવાય છે.
આ પ્રમાણે ઉપરોક્ત ચાર કારણોથી આ કુતર્ક અંતઃકરણનો ભાવશત્રુ છે. પરમાર્થથી રિપુ (દુશ્મન) છે. જેમ બાહ્ય શત્રુ આપણી સંપત્તિ લૂંટી લે, ઘર ભાંગી નાખે, શરીરે ઘા મારે, શસ્ત્રોના ઘા મારે, ઈત્યાદિ રીતે સાંસારિક અહિત કરે, નુકશાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org