________________
ગાથા : ૧૦
યોગદૃષ્ટિ સમુચ્ચય
૪૯
ત્યજેલી હોવા છતાં અર્થ અને કામની વાસનાઓમાં જ તેનું ચિત્ત રમતું હોય છે. તેથી જ તેને અર્થવાનું (ધનિક) અને કામવાનું લોકો (સારું ગાનારા-વગાડનારા-નૃત્યકરનારા- રૂપછટા કરનારા અને સ્વાદવાળાં ભોજન બનાવનારા જ) ગમતા હોય છે. જ્ઞાન તો માથાનો દુઃખાવો લાગતો હોય છે. એટલે જો કોઈ જ્ઞાની આવે તો તે આત્મા અપ્રસન્ન બની જાય, તેની સાથે બોલવાનો કે વાર્તાલાપ કરવાનો સમય જ હોતો નથી. આવો વિષયવ્યસની જીવ જ્ઞાનયોગ આરાધી શકતો નથી. નર ફુદો જ મારાથતિ રૂતિ છે અને આવા પ્રકારના ૧૬ લક્ષણોવાળો મહાત્મા જ્ઞાનયોગને નથી આરાધતો એમ નહીં અર્થાત્ આરાધે જ છે. ગુણીયલ આત્માને જ્ઞાનાદિ ગુણોની સદા તમન્ના હોય છે. માટે પ્રવ્રજ્યાના અર્થી જીવમાં આ ૧૬ ગુણો હોવા જરૂરી છે. કૃતિ માવતીય એમ સમજવું.
ઉપર જણાવેલા ગુણોવાળો, વિશિષ્ટ વૈરાગ્યથી વાસિત હૃદયવાળો પ્રવ્રજ્યાનો અર્થી મહાત્મા પ્રવ્રજ્યા સ્વીકારીને દત્તચિત્તવાળો બનીને જ્ઞાનયોગ આરાધી શકે છે. આ આગમો એ સર્વજ્ઞ પરમાત્માની વાણી છે. તેનો પરિપૂર્ણ પુરુષાર્થ સાથે જ્ઞાનાભ્યાસ કરવામાં આવે તો જ તેનો સાચો મર્મ અને અર્થ જાણી શકાય છે. આ આગમ એ કંઈ અનિરૂપિતાર્થ નથી. એટલે કે કેવલજ્ઞાનથી બરાબર જોયેલા, તપાસેલા, પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે અબાધિતપણે પરીક્ષા કરાયેલા એવા અર્થોને કહેનારું આ આગમ છે. નિરૂપિત કરાયા વિનાના, મનની કલ્પના માત્રથી કલ્પના અર્થને કહેનાર નથી. માટે આવા જ્ઞાનયોગને સાધવા દુન્યવી ભાવોથી પર બનવું જ પડે છે. પ્રબળ પુરુષાર્થ પ્રગટ કરવો જ પડે છે. તન્મયચિત્તવાળા થવું જ પડે છે. માટે તેવો જીવ જ પ્રવ્રજ્યાને યોગ્ય જાણવો. આ પ્રમાણે દીક્ષાકાળે અને દીક્ષિત જીવનમાં છટ્ટા-સાતમા ગુણસ્થાનકે સારંભ ધર્મોનો સન્યાસ અવશ્ય છે જ. પરંતુ તે ઔપચારિક હોવાથી અતાત્ત્વિક છે. અને આઠમા ગુણસ્થાનકથી લાયોપથમિકભાવવાળા ધર્મોનો સન્યાસ (ત્યાગ) એ વાસ્તવિક (તાત્ત્વિક) ધર્મસંન્યાસ છે.
આ પ્રમાણે “સામર્થ્યયોગ”નો પ્રથમભેદ જે “ધર્મસંન્યાસ” યોગ તાત્વિકપણે જ્યારે હોય છે ? તે સમજાવીને હવે તેનો બીજો ભેદ “યોગસન્યાસ” નામનો યોગ ક્યારે હોય છે ? તે સમજાવે છે
“માચાર ” - વનમોોનારિન્યવીતિયા “જગ્ય'तथा तथा तत्कालक्षपणीयत्वेन भवोपग्राहिकर्मणस्तथावस्थानभावे "करणं" कृतिरायोज्यकरणं शैलेश्यवस्थाफलमेतत् । अत एवाह-"द्वितीय इति तद्विदः" = योगसन्याससंज्ञितः सामर्थ्ययोगः इति तद्विदोऽभिदधति, शैलेश्यवस्थायामस्य भावात्। सर्वमिदमागमिकं वस्तु तथा चैतत्संवाद्यार्षम्યો. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org