________________
૫૦
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૦
- કેવલજ્ઞાન પામેલા તીર્થકર કેવલી અને અતીર્થંકર-કેવલી પોતાનું મનુષ્યભવનું શેષ આયુષ્ય આ તેરમા ગુણસ્થાનકે ધર્મદેશના આપવા દ્વારા વિહાર કરતા છતા અનુભવે છે. એમ કરતાં જ્યારે મનુષ્યાયુષ્ય અંતર્મુહૂર્ત માત્ર શેષ રહે ત્યારે આયોજિકાકરણ કરે છે. આ આયોજિકારણનું જ આવશ્યક કરણ, આવર્જિતકરણ અથવા આયોજ્ય કરણ એવાં પણ નામ છે. આ બધાં પર્યાયવાચી નામ છે.
કેવલીભગવંતો પોતાનું અચિન્હ સામર્થ્ય ફોરવવા દ્વારા ભવાપગ્રાહી (અઘાતી વેદનીયાદિ) કર્મોને તેવા તેવા પ્રકારો વડે ખપાવવા માટે કેવલજ્ઞાન દ્વારા તે કાલે તેવા તેવા ભાવે જે પ્રયત્નવિશેષ “કરે” તેને આયોજ્યકરણ કહેવાય છે. આ મર્યાદાપૂર્વક યોગ્ય= વીર્ય ફોરવવા દ્વારા વરyi= જે પ્રયત્નવિશેષ કરવો તે. અસાધારણ વીર્યવિશેષવડે શુભયોગોનું જે પ્રવર્તન તે આયોજિકાકરણ કહેવાય છે. દરેક કેવલીભગવંતો કેવલીસમુદ્ધાત કરે જ એવો નિયમ નથી તેથી કરે અથવા ન પણ કરે, પરંતુ આ આયોજિકાકરણ તો અવશ્ય કરે જ છે માટે આનું બીજું નામ આવશ્યકકરણ પણ કહેવાય છે. તથા પોતાના કર્મોને ખપાવવા જાણે આત્મા પોતાના તરફ આવર્જિત = સન્મુખ કરાયો હોય એવી આ પ્રક્રિયા છે તેથી તેનું ત્રીજું નામ આવર્જિતકરણ પણ છે. પ્રત્યેક કેવલીભગવંતો આ આયોજ્યકરણ કર્યા પછી તેમાંથી કોઇક કેવલીભગવંતો (કે જેઓને આયુષ્યકર્મ અલ્પ હોય અને શેષ વેદનીયાદિ ૩ કર્મો અધિક હોય તેઓ) જ કેવલી મુઘાત કરે છે.
જે કેવલી ભગવંતોને વેદનીયાદિ ૩ કર્મો આયુષ્યકર્મની સમાન તુલ્ય હોય છે. તે કેવલીભગવંતો કેવલીસમુઘાત કરતા નથી. પરંતુ આયોજ્યકરણ તો અવશ્ય કરે જ છે.
બલાત્કારે એકીસાથે કર્મોનો નાશ કરવો તે સમુદ્ધાત કહેવાય છે. શરીરમાંથી આત્મપ્રદેશોને બહાર કાઢી પ્રથમ સમયે ઊર્ધ્વ-અધો ચૌદરાજલોક પ્રમાણ દંડ કરે છે. દ્વિતીય સમયે બે દિશામાં કપાટ રચે છે. ત્રીજા સમયમાં બાકીની બે દિશામાં મંથાન રચે છે. ચોથા સમયમાં આંતરામાં આત્મપ્રદેશો લંબાવીને લોકવ્યાપી ભગવાન્ બને છે. એ જ રીતે આત્મપ્રદેશોનું પાંચમા સમયે આંતરામાંથી સંહરણ, છઠ્ઠા સમયે મંથાનમાંથી સંહરણ, સાતમા સમયે કપાટમાંથી સંહરણ, અને આઠમા સમયે દંડમાંથી સંહરણ કરે છે. આવા પ્રકારની કેવલીભગવંતની અચિંત્યવીર્ય ફોરવવા દ્વારા થયેલી પ્રક્રિયા જ સંપૂર્ણ કર્મક્ષયનો હેતુ બને છે. અને શેષવેદનીયાદિ ત્રણ કર્મો આયુષ્યકર્મની સાથે સમાન થાય છે, આ કેવલી સમુઘાત કહેવાય છે. તેની પૂર્વે આયોજ્યકરણ કરે છે. અને કેવલીસમુદ્ધાત પછી યોગનિરોધ કરે છે મન-વચન અને કાયાના યોગોને અટકાવવારોકવા તે યોગનિરોધ કહેવાય છે. તે યોગો વિદ્યમાન હોતે છતે સાતવેદનીયનો આશ્રય ચાલુ રહે છે. આશ્રવ હોય ત્યાં સુધી મુક્તિ થતી નથી. એટલા માટે “યોગનિરોધ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org