________________
૩૮
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૯
વિવેચન :- આ સામર્મયોગ દ્વિધા છે અર્થાત્ બે પ્રકારનો છે. (૧) ધર્મસન્યાસ એવી સંજ્ઞાવાળો, અને (૨) યોગસન્યાસ એવી સંજ્ઞાવાળો, બન્ને શબ્દોની સંસ્કૃતભાષાને અનુસારે વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. થર્મસન્યાસ-સંજ્ઞા સાતથ તિ=ધર્મનો સન્યાસ (ત્યાગ) એવી સંજ્ઞા પ્રાપ્ત થઈ છે (ઉત્પન્ન થઇ છે) જે યોગને તે યોગ ધર્મસન્યાસસંશિત, એવી જ રીતે યોગાસંન્યાસ-સંજ્ઞા સન્નતા મચ રૂતિ યોગનો સન્યાસ (ત્યાગ) એવી સંજ્ઞા પ્રાપ્ત થઈ છે જેને તે યોગસન્યાસસંશિત, આ બન્ને વ્યુત્પત્તિમાં સંજ્ઞા શબ્દથી સન્નાત અર્થમાં તારવદ્રિષ્ય રૂતમ્ (પાણિની વ્યાકરણ)થી રૂતર્ પ્રત્યય થયો છે. અને સંજ્ઞા શબ્દના મા નો લોપ થઈ અંદર રૂત પ્રત્યય મળેલ છે. બન્ને પ્રકારના સામર્થ્યયોગમાં વપરાયેલ જે સંજ્ઞા શબ્દ છે તે જ્ઞાનવાચક છે. તથા સંજ્ઞાતે કૃતિ સંજ્ઞા તે તે રૂપે જે જણાય અર્થાત્ જે જે વસ્તુ જે જે નામવાળી હોય છે તે તે વસ્તુ તે તે સ્વરૂપે જણાય છે. તેથી વસ્તુના સ્વરૂપને જણાવનારા જ્ઞાનને "સંજ્ઞા' કહેવાય છે. અહીં પણ ધર્મસન્યાસ અને યોગસન્યાસ આ સંજ્ઞા આ જ અર્થમાં વપરાયેલ છે.
અહીં ધર્મસન્યાસ શબ્દમાં ધર્મ એટલે શું? અને સન્યાસ એટલે શું? એવી જ રીતે યોગસન્યાસ શબ્દમાં યોગ એટલે શું ? અને સન્યાસ એટલે શું ? તે સ્પષ્ટ કરે છે કે
થઈ એટલે જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતી કર્મોના ક્ષયોપશમથી પ્રગટ થતા મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાનો, ચક્ષુર્દર્શનાદિ ત્રણ દર્શન, મોહનીયકર્મના ક્ષાયોપશમિક ભાવવાળા ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ આદિ ગુણો તથા લાયોપશમિક ભાવની દાનાદિ પાંચ લબ્ધિ ઇત્યાદિ તત્ત્વાર્થ સૂત્ર આદિ ગ્રંથોમાં જણાવેલા જે ૧૮ ભેદો છે. તે ધર્મો અહીં જાણવા.
સન્યાસ એટલે ત્યાગ કરવો, દૂરથી ફેંકી દેવું. સમુ અને નિ ઉપસર્ગપૂર્વક સ્ (ગણ-૪ અર્થ- ફેંકવું) ધાતુથી ભાવમાં મ પ્રત્યય લાગી રહ્યું ના મેં ની વૃદ્ધિ થઈને સન્યાસ શબ્દ બનેલ છે.
યોr= કાયાદિની જે ક્રિયા, કાયાદિના જે વ્યાપારો, જેમકે આહાર-નિહાર-વિહારાદિ કરવાં, કાયોત્સર્ગ કરવો તે કાયયોગ, ધર્મોપદેશ આપવો તે વચનયોગ, દૂર દેશથી જ્ઞાનીઓ પ્રશ્ન પૂછે તેનો મનથી ઉત્તર આપવો તે મનોયોગ ઇત્યાદિ. કાયા-વચન અને મનની જે પ્રવૃત્તિ, તે યોગ સમજવો.
લયોપશમ એટલે ઉદિતકર્મના રસને તીવ્રમાંથી મંદ કરી ભોગવી ક્ષય કરવો તે ક્ષય અને તે કાળે અનુદિત કર્મ ઉદીરણા આદિના બળે ઉદયમાં આવી શકે તેમ છે. તેને ત્યાંજ દબાવવું અર્થાત્ ઉદયમાં ન આવે એવી સ્થિતિમાં મૂકવું તે ઉપશમ. એમ ક્ષય તથા ઉપશમ બન્ને જ્યાં સાથે છે તે ક્ષયોપશમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org