________________
૨૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૪
મોહનીયકર્મના ક્ષયોપશમપૂર્વકની ધર્મ કરવાની જે ઈચ્છા એ જ યોગનું પ્રથમ પગથીયું છે. અતિશયજ્ઞાનીનો યોગ થતાં અથવા પ્રમાદ દૂર થતાં જે અવિધિ દોષ છે તે તો ટાળી શકાય છે. કારણ કે આવા જીવોને અવિધિનો રસ હોતો નથી પરંતુ ધર્મયોગનો રસ હોય છે. માટે જ વિધિ સાપેક્ષ જીવનો ધર્મયોગનો અવિધિદોષ એટલો આકરો નથી કે જેટલો વિધિનિરપેક્ષ જીવનો ધર્મયોગનો અવિધિદોષ આકરો છે. ઉત્કટ ઇચ્છા એ જ ચારિત્રમોહનીયના ક્ષયોપશમરૂપ ધર્મબીજ આંશિક પ્રાપ્ત થયું છે તો કાલ પાકતાં જ્ઞાની ગુરુ મળતાં અવિધિદોષ અવશ્ય જશે જ. એમ જાણવું.
અહીં પ્રમાદના કારણે “અવિધિદોષ” સેવાય છે. જે સમયે જે ધર્માનુષ્ઠાન આચરવું જોઈએ તે ધર્માનુષ્ઠાન તે સમયને બદલે સમયાન્તરે કરે. ધર્માનુષ્ઠાનોનો જે શાસ્ત્રીય ક્રમ હોય તેને બદલે શાસ્ત્રીયક્રમને ઓળંગીને પૂર્વાપરપણે કાર્ય કરે. પાછળ કરવાનું કાર્ય આગળ કરે અને આગળ કરવાનું કાર્ય પાછળ કરે. આવા પ્રકારનો અવિધિદોષ સેવ છે. પરંતુ ધર્માનુષ્ઠાન આચરવાની મનોવૃત્તિ તીવ્ર હોય છે.
ધર્માનુષ્ઠાનનું આચરણ એ ઇચ્છાયોગ નથી. પરંતુ ધર્માનુષ્ઠાન આચરવાની જે હૃદયગત મહેચ્છા તે ઇચ્છાયોગ છે. ઘણી વખત આ જીવ કુલપરંપરાના કારણે, કૌટુંબિક કે સામાજિક રીત-રીવાજના કારણે, અથવા સાંસારિક સુખોના પ્રલોભનના કારણે ધર્માનુષ્ઠાન આચરી લે છે. પરંતુ ધર્માનુષ્ઠાન હિતકારી હોવાથી મારે પ્રતિદિન આચરવું જ જોઇએ એવી મનોવૃત્તિ જામતી નથી. તેથી તે કરાતી ધર્મક્રિયા કાળાન્તરે શાસ્ત્રયોગાદિનું કારણ બનતી નથી. માટે “યોગ” કહેવાતો નથી. જ્યારે ધર્માનુષ્ઠાન એ સુખ અને કલ્યાણનો હેતુ છે, નિર્જરાનું કારણ છે. એમ સમજીને તે આચરવા માટેની (ન થઈ શકતું હોય તો પણ) જે મહેચ્છા તે ઇચ્છાયોગ છે. જે યથાશક્તિ ધર્માનુષ્ઠાન કરવામાં પ્રેરક બને છે અને કાલાન્તરે શાસ્ત્રયોગાદિની પ્રાપ્તિ પણ કરાવે છે.
અહીં ઇચ્છાયોગમાં મુખ્ય મુખ્ય બાબતો આ પ્રમાણે છે. (૧) ધર્માનુષ્ઠાન આચરવાની તીવ્ર ઇચ્છા. (૨) ધર્માનુષ્ઠાન વિધિયુક્ત થાય તેવી અપેક્ષા હોવાથી ગુરુ પાસે સતત શાસ્ત્રશ્રવણ, (૩) જે ધર્માનુષ્ઠાન કરવું છે તેના સંબંધી કાલાદિ વિધિની જાણકારી. (૪) પ્રમાદના કારણે ખામીવાળું ધર્માનુષ્ઠાન આ ચાર બાબતોવાળા ધર્માનુષ્ઠાનને ઇચ્છાયોગ કહેવાય છે. ૩. शास्त्रयोगस्वरूपाभिधित्सयाहશાસ્ત્રયોગનું સ્વરૂપ સમજાવવાના આશયથી જણાવે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org