________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૦૯ આપણને ઈષ્ટ ન હોય એવા નામથી કોઈ બોલાવે તો પણ પરમાર્થથી તે સર્વજ્ઞમાં ભેદ પડતો નથી. જેમ કે “મહાવીર પ્રભુ” પરમાર્થથી વીતરાગ-સર્વજ્ઞ ભગવાન છે. હવે તે મહાવીર પ્રભુને કોઈ લોકો આપણને (જૈન સમાજને) ઇષ્ટ એવા “જિન” નામથી બોલાવે અને બીજા કોઈ લોકો આપણને (જૈન સમાજને) અનિષ્ટ એવા શિવ-શંકરમહાદેવ-બુદ્ધ એવા નામથી બોલાવે તો તેવા તેવા નામભેદથી તેમની “સર્વજ્ઞતા” જે યથાર્થ છે તેમાં કંઈ ભેદ પડતો નથી. બલ્ક યથાર્થ સર્વજ્ઞ હોવાથી કલ્યાણ સ્વરૂપ છે માટે શિવ, સુખને કરનારા છે માટે શંકર, સર્વથી મોટા દેવ છે. માટે મહાદેવ, અપરિમિત જ્ઞાનરૂપી બુદ્ધિવાળા છે માટે બૌદ્ધ એમ સર્વે નામોના અર્થો તેઓમાં સારી રીતે ઘટે છે. તેથી ઈષ્ટનામથી જેમ તેઓ વાચ્ય છે. તેમ આપણને અનિષ્ટ અને ઇતરદર્શનકારોને ઇષ્ટ એવા નામોથી પણ જો તે વાચ્ય કરાય તો તેઓની સર્વજ્ઞતામાં કંઈ જ ભેદ પડતો નથી. માત્ર પરમાર્થથી (ભાવથી) “સર્વજ્ઞતા” હોવી જોઇએ, જો સર્વજ્ઞતા હોય તો નામાદિ માત્ર ભેદથી તત્ત્વભેદ થતો નથી.
તેવી રીતે ઋષભદેવથી મહાવીર પ્રભુ સુધીના ચોવીસ તીર્થંકર ભગવંતોમાં શરીરનો આકાર તથા વર્ણાદિ (૫૦૦-૪૫૦-૪૦૦ ધનુષ્ય પ્રમાણ ઇત્યાદિ રૂપે) ભિન્નભિન્ન હોવા છતાં પણ સર્વજ્ઞ સ્વરૂપે કંઈ ભેદ નથી. તથા પદ્મપ્રભપ્રભુ અને વાસુપૂજ્ય સ્વામિ બે રક્તરંગવાળા, ચંદ્રપ્રભપ્રભુ અને સુવિધિનાથ બે શ્વેતવર્ણવાળા, મલ્લિનાથ અને પાર્શ્વનાથ બે નીલવર્ણવાળા, મુનિસુવ્રતસ્વામી અને નેમિનાથ બે કૃષ્ણવર્ણવાળા અને શેષ સોળ તીર્થકર ભગવંતો પીતવર્ણવાળા એમ વર્ણભેદ હોવા છતાં તેમની સર્વજ્ઞતામાં કંઈ ભેદ નથી. તેથી જો પરમાર્થથી સર્વજ્ઞતા” છે. તો નામભેદ, આકારભેદ કે વર્ણભેદ વગેરેથી ભેદ થતો નથી. પૂ. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજીએ આઠદૃષ્ટિની સક્ઝાયમાં કહ્યું છે કેશબ્દભેદ ઝઘડો કિસ્સોજી, પરમારથ જો એક | કહો ગંગા કહો સુરનદીજી, વસ્તુ ફરે નહીં છેક છે ને મનમોહન જિનજીell
આવી જ રીતે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શંકર-મહાદેવ આદિ વ્યક્તિમાં પણ નામશરીર અને વર્ણાદિનો ભેદ હોવા છતાં પણ તેના ઉપાસકોમાં “સર્વશપણાની” જે બુદ્ધિ છે તે એક=સમાન જ છે. માત્ર મિથ્યાત્વના ઉદયથી અયોગ્ય સ્થાને તે કલ્પના થઈ છે. તેથી નામ-આકાર આદિનો ભેદ હોવા છતાં તથા યોગ્ય-અયોગ્ય સ્થાને માન્યતા હોવા છતાં ઇષ્ટ-અનિષ્ટ નામાદિ વડે વ્યવહાર હોવા છતાં “સર્વજ્ઞતાપણે” સર્વે સર્વજ્ઞ સમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org