________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૬૫
ગાથા : ૧૦૮-૧૦૯
“ભગવાન અવશ્ય છે” “સર્વજ્ઞ અવશ્ય છે” એવી માન્યતા થઇ હોવાથી ગાઢ મિથ્યાત્વમાંથી મંદતમ-મંદતર અને મંદ મિથ્યાત્વ થતું જતું હોવાથી કંઇક અધિક કાળે પણ જિનપણાને પામનાર છે. આ દરેક મતાવલંબી પુરુષો પણ “સર્વજ્ઞતત્ત્વ” છે. એવું માનનારા થયા હોવાથી અને એવા પ્રકારની માન્યતામાં અભેદ બુદ્ધિવાળા-સમાન બુદ્ધિવાળા હોવાથી ૫૨માર્થથી તે સર્વે તે તત્ત્વને (સર્વજ્ઞતત્ત્વને) નજીક-દૂર-દૂરત૨ આદિ ભાવે અનુસરનારા જ કહેવાય છે.
તફાવત માત્ર એટલો જ છે કે રાજમાર્ગે ચાલનારા જીવો જેટલા જલ્દી ઇષ્ટનગરે પહોંચે છે. તેટલા કેડી રસ્તે ખેતરોને ખુંદવા રૂપ ઉન્માર્ગે ચાલનારા ઇષ્ટનગરે જલ્દી પહોંચી શકતા નથી, પરંતુ અધિક-અધિક કાળે પણ ઇષ્ટનગરે અવશ્ય પહોંચે જ છે. તેવી જ રીતે સમ્યક્ત્વાદિ ગુણવાળા જીવો તુરત જિનપણાને પામે છે. અને અસર્વજ્ઞમાં સર્વજ્ઞ બુદ્ધિ કરનારા પણ સર્વજ્ઞતાની માન્યતાવાળા કાળાન્તરે પણ જિનપણાને પામનારા બને છે. માત્ર તેમાં કાળવિલંબ અવશ્ય થાય છે. ।।૧૦૮ || ૩૫સંદરન્નાદ—આ ચર્ચાનો ઉપસંહાર કરતાં જણાવે છે કે
न भेद एव तत्त्वेन सर्वज्ञानां महात्मनाम् ।
तथा नामादिभेदेऽपि भाव्यमेतन्महात्मभिः ॥ १०९॥
ગાથાર્થ તેવા પ્રકારનો નામાદિ ભેદ હોવા છતાં પણ સર્વજ્ઞ મહાત્મા પુરુષોમાં પરમાર્થથી ભેદ જ નથી આ તત્ત્વ મહાત્માઓએ વિચારવું. ॥ ૧૦૯ | ટીકા -‘7 શેવ વ તત્ત્વના પરમાર્થેન, સર્વજ્ઞાનાં મહાત્મનાં भावसर्वज्ञानामित्यर्थः। "तथेष्टानिष्टनामादिभेदेऽपि" सति, “भाव्यमेतन्महात्मभिः " श्रुतमेधाऽसम्मोहसारया प्रज्ञया ॥ १०९ ॥
=
Jain Education International
44
વિવેચન :- જે મહાત્માઓ ભાવથી (પરમાર્થથી-યથાર્થપણે) સર્વજ્ઞ છે. તે મહાત્માઓનાં તેવા પ્રકારનાં ઇષ્ટ અથવા અનિષ્ટ નામ વગેરેનો (નામ-આકાર-વર્ણશરીરની ઉંચાઇ આદિનો) ભેદ હોવા છતાં પણ પરમાર્થે કોઇ ભેદ નથી જ. આ વાત મહાત્મા પુરુષોએ ગાથા ૧૨૦-૧૨૧માં હવે કહેવાશે તેવા પ્રકારની શ્રુત-બુદ્ધિ અને અસંમોહના સારવાળી પ્રજ્ઞા દ્વારા ગંભીરતાપૂર્વક વિચારવી.
11
જે પરમાત્માઓ સાચેસાચ ત્રિકાળજ્ઞાની છે. પરિપૂર્ણ યથાર્થ જ્ઞાનવાળા સર્વજ્ઞ છે. તેવા ભાવસર્વજ્ઞ” મહાત્માઓને આપણને ઇષ્ટ એવા નામથી કોઇ બોલાવે કે
For Private & Personal Use Only
*www.jainelibrary.org