________________
૩૬૪ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૦૮ હોય તો તે બીજો અધિકાર જ બજાવે. પહેલા સેવકનો અધિકાર તે ન બજાવે. તે રીતે અધિકારાદિના ભેદે જુદા જુદા સેવકો દૂર-નજીક રહ્યા છતા અંતે એક જ રાજાની આજ્ઞાને અનુસરનારા છે. એવી જ રીતે જે આત્માઓને સમ્યકત્વ-સંયમાદિ ગુણો પ્રાપ્ત થાય છે. તેવા ચોથાથી બારમાં ગુણસ્થાનક સુધીના જીવો સર્વજ્ઞની અતિનિકટ રહ્યા છતા તે તે ગુણસ્થાનકોમાં પાળવા યોગ્ય સર્વજ્ઞ પરમાત્માએ કહેલા અધિકારો તેઓ પાળે છે. ચોથા ગુણસ્થાનકે જે જીવો છે તે ચોથા ગુણસ્થાનકને યોગ્ય ભક્તિ આદિ આચારો (આજ્ઞા) પાળે છે પાંચમા ગુણસ્થાનકે વર્તનારા જીવો પાંચમા ગુણસ્થાનકને યોગ્ય વ્રત-નિયમ આદિ આચારો (આજ્ઞા) પાળે છે અને સાધુ જીવનમાં છઠ્ઠા-સાતમે ગુણસ્થાનકે વર્તનારા જીવો તે ગુણસ્થાનકને ઉચિત સર્વત્યાગપૂર્વક જ્ઞાન-ધ્યાન-વિહારાદિ આચારો પાળે છે. એમ ભિન્ન-ભિન્ન આચારવાળા હોવા છતાં દરેકના મનમાં સર્વજ્ઞ પ્રત્યે સર્વજ્ઞપણાનો અભેદ વર્તે છે.
તથા જેઓ સમ્યકત્વાદિ ગુણ પામ્યા નથી, પરંતુ કોઈ ગ્રંથિદેશ પાસે આવ્યા છે. કોઈ અપુનર્બન્ધક બન્યા છે. કોઈ સકૃબંધક બન્યા છે. કોઈ દ્વિબંધક બન્યા છે. આ પ્રમાણે માર્ગાનુસારી-માર્ગપતિત અને માર્ગાભિમુખ આત્માઓ સમ્યકત્વ ન પામ્યા હોવાથી જિનેશ્વરનું શાસન પામ્યા નથી અને આ જ કારણથી મિથ્યાત્વનો ઉદય હોવાથી મિથ્યાષ્ટિ ગુણસ્થાનક વર્તે છે. તેથી જ બૌદ્ધ-શિવ-શંકર-મહાદેવ આદિ અન્ય દેવોમાં “સર્વજ્ઞતા”ની બુદ્ધિ થઈ છે. અને તેના જ કારણે તે તે દર્શનને અનુસાર ધર્માનુષ્ઠાનો આચરે છે. આ પ્રમાણે વિપરીત બુદ્ધિ હોવાથી મિથ્યાત્વ હોવા છતાં પણ “કોઈક સર્વજ્ઞ છે” અથવા “કોઈક ભગવાન અવશ્ય છે જ” આવી માન્યતા સામાન્યપણે સ્વીકારી હોવાથી મિથ્યાત્વ-મંદ-મંદતર-મંદતમ થતું આવે છે. આ કારણે ભિન્ન ભિન્ન ધર્મને અનુસાર ભિન્ન ભિન્ન આચારો હોવા છતાં પણ અને અસર્વજ્ઞમાં સર્વજ્ઞબુદ્ધિ કરવા સ્વરૂપ મિથ્યાત્વ હોવા છતાં પણ “સર્વજ્ઞતા” સ્વીકારી હોવાથી સમ્યકત્વી આદિ જીવો કરતાં આ જીવો દૂર-દૂરતર અને પૂરતમ ભાવે પણ સર્વજ્ઞને અનુસરનારા જ કહેવાય છે.
જયપુરવાળા સેવકો ૪-૫ કલાકમાં દિલ્હીના રાજાને મળી શકે છે. તેવા ચારપાંચ કલાકમાં અમદાવાદ-મુંબઈ બેંગ્લોર અને મદ્રાસવાળા સેવકો સામાન્યથી દિલ્હીના રાજાને મળી શકતા નથી. તેવી રીતે સમ્યગ્દષ્ટિ આદિ જીવો ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તમાં જિનપણાને પામી શકે છે. તેવી રીતે ગ્રંથિભેદની નિકટતાવાળા અપુનબંધકસકૃબંધક કે કિર્બન્ધક જીવો તેટલા કાળમાં જિનપણાને પામી શકતા નથી. પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org