SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૧૯ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૦૧ નષ્ટ થઈ નથી. તેથી આ ચાર જ દૃષ્ટિઓ આવા ભયવાળી છે. એમ અર્થ કરવો. તેવો પ્રતિપાત થવાનો અને તેથી પ્રતિપાતકાલે દુર્ગતિ-હેતુતા જીવમાં આવે એવો ભય ઇતર=સ્થિરાદિ ચારમાં નથી. કારણ કે તે દૃષ્ટિઓ આવ્યા પછી તેવો તીવ્ર મહોદય સંભવતો નથી એમ અર્થ કરવો. વિશેષ સૂક્ષ્મ અર્થ ગીતાર્થમહાત્મા પાસેથી જાણવો. आह-कथं श्रेणिकादीनामेतदप्रतिपातादपायः ? उच्यते एतदभावोपात्तकर्मसामर्थ्येन । अत एवोक्तं प्रतिपातेन नेतरा इति । अप्रतिपातेन तु सम्भवमात्रमधिकृत्य "सापाया अपि" । तथापि प्रायोवृत्ति-विषयत्वात् सूत्रस्यैवमुपन्यासः। अथवा सदृष्टयघाते सत्यप्यपायोऽप्यनपाय एव वज्र-तन्दुलवत्पाकेन तदाशयस्य कायदुःखभावेऽपि विक्रियानुपपत्तेरित्येवमुपन्यासः । योगाचार्या एवात्र प्रमाणमिति । अतः પ્રતિપાન નેતર:' રૂતિ સ્થિતમ્ ૨૧ પ્રશ્નઃ = સ્થિરાદિ પાછળની ચાર દૃષ્ટિઓ અપ્રતિપાતવાળી હોવાથી દુર્ગતિeતુતા. રૂપ અપાયવાળી જો નથી. તો શ્રેણિક મહારાજાદિ ક્ષાયિકસમ્યકત્વ પામેલા હોવાથી તેઓને આ સ્થિરાદિ ચારમાંની દૃષ્ટિઓ છે. તેથી આ દૃષ્ટિનો પ્રતિપાત થતો નથી, છતાં નરકગતિમાં ગમન કરવા રૂપ અપાય કેમ આવ્યો ? ઉત્તર : = શ્રેણિક મહારાજા જ્યારે (જે કાલે) આ સ્થિરાદિ દષ્ટિ પામ્યા ન હતા, તે કાલે અર્થાત્ સ્થિરાદિદષ્ટિઓના અભાવકાલે બાંધેલા કર્મોના સામર્થ્યથી તેઓનું નરકગતિમાં ગમન થયેલ છે. આ દૃષ્ટિ વિદ્યમાન હોતે છતે જીવ નરકગતિeતુક કર્મ બાંધતો નથી. આ કારણથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે ઉપશમ અને ક્ષયોપશમ સમ્યકત્વવાળા જીવનો સમ્યકત્વ ત્યજીને પ્રથમ ગુણઠાણે જવાના કારણે પ્રતિપાત પણ છે. અને ત્યાં ગયા પછી નરકાદિ આયુષ્ય બાંધવાના કારણે સાપાય પણ છે. તેવું સાયિક સમ્યકત્વ પામેલા જીવમાં થતું નથી, એટલે પુનઃ નરકાયુષ્ય વગેરે બાંધતો નથી. પરંતુ પૂર્વબદ્ધકર્મના સામર્થ્યથી તે ક્ષાયિકસમ્યકત્વી જીવ નરકમાં પણ જાય છે. તેથી સાપાય પણ છે. પરંતુ આવી સાપાયવસ્થા કવચિત્ સંભવમાત્રથી આવે છે. સારાંશ કે ઇતર એવી સ્થિરાદિ ચાર દૃષ્ટિઓ પ્રતિપાત પામવા વડે સાપાય નથી પરંતુ અપ્રતિપાતવાળી રહી છતી પૂર્વબદ્ધકર્મવાળા જીવોને સંભવ માત્રને આશ્રયી કવચિત્ સાપાય પણ હોય છે. એટલે “સાપાય નથી” એવું અમે જે પૂર્વે કહ્યું છે તે પ્રાયોવૃત્તિને આશ્રયી કહ્યું છે. આવી ઉંચી દૃષ્ટિ આવ્યા પછી ઘણું કરીને આ જીવ પ્રતિપાત પામતો નથી, અને તેથી અપાય આવતો નથી, એમ સૂત્રનો ઉપન્યાસ જાણવો. પૂર્વબદ્ધકર્મના સામર્થ્યથી કોઈ ક્ષાયિકસમ્યકત્વી જીવ નરકમાં જાય પણ ખરો. પરંતુ તેનો તે નરકનો ભવ દીર્ધસંસારહેત બનતો નથી. માટે તત્ત્વથી “સાપાય નથી” એમ જ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy