________________
૫૧૦ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૮૬-૧૮૭ શરીરનું દુઃખ, ધનનું દુઃખ, પરિવારનું દુઃખ, કલેશ-કંકાસનું દુઃખ, ઇષ્ટવિયોગો અને અનિષ્ટ સંજોગોનું દુઃખ એમ અનેકવિધ દુઃખોથી જ ભરેલો આ સંસાર છે. માટે તે ભવવ્યાધિરૂપ” છે. તેનો ક્ષય કરીને ફરીથી સંસારમાં જન્મવું જ ન પડે તે રીતે પરમનિર્વાણ પદને તે મહાત્મા પામે છે. નિર્વાણ એટલે શાન્તિ...સર્વથા દુઃખોનું = જન્મમરણનું બુઝાઈ જવું. સમાપ્ત થઈ જવું તે નિર્વાણ.
સંસારમાં પણ કોઈ એક વિષયની સાનુકૂળતા મળતાં શાન્તિ થાય છે. પરંતુ તે શાન્તિ અલ્પકાલીન હોવાથી તથા પરદ્રવ્યની અપેક્ષાવાળી હોવાથી અને તેના સિવાયની બીજી અનેક અશાન્તિઓથી વ્યાપ્ત હોવાથી આ શાન્તિ તે “દ્રવ્યશાન્તિ” છે. વાસ્તવિક અશાન્તિ જ છે. જ્યારે ભગવાન્ નિર્વાણ પામે છે ત્યારે સંપૂર્ણપણે અને સર્વપ્રકારે સર્વકર્મોનો ક્ષય થયેલ હોવાથી અનંતકાલ સ્થાયી હોવાથી સ્વદ્રવ્ય માત્રની જ અપેક્ષાવાળી હોવાથી અને સર્વ અશાન્તિઓથી મુક્ત હોવાથી આ શાન્તિને ભાવશાન્તિ કહેવાય છે. અને તેવી “પરમ ભાવ શાન્તિ” તે મહાત્મા પામે છે.
સંસારમાં કોઈ કદાચ એક વિષયમાંથી મુક્તિ પામે તો પણ તેને બીજાં ઘણાં બંધનો હોય છે. જેમ કેદી કેદખાનામાંથી છૂટે તો પણ તેને ઘર, પરિવાર અને ધનાદિનું બંધન તો હોય જ છે. જ્યારે આત્મા મોક્ષે જાય છે ત્યારે આવા પ્રકારનાં કોઇપણ બંધન રહેતાં નથી તેથી સર્વ પ્રકારે બંધનોથી મુક્તિ પ્રાપ્ત કરે છે. તેથી આ નિર્વાણપદની પ્રાપ્તિને પર = “શ્રેષ્ઠ પદપ્રાપ્તિ” કહેવાય છે. તે ૧૮૬ ! तत्रायं कीदृश इत्याह
તે મુક્તદશામાં આ આત્મા કેવો હોય છે? તે સમજાવે છેव्याधिमुक्तः पुमान् लोके, यादृशस्तादृशो ह्ययम् । नाभावो न च नो मुक्तो, व्याधिनाऽव्याधितो न च ॥ १८७॥
ગાથાર્થ = વ્યાધિથી (રોગથી) મુક્ત એવો પુરુષ આ લોકમાં જેવો (નિશ્ચિત અને સુખમય) હોય છે. તેવો મુક્તગત આ આત્મા પણ હોય છે. પરંતુ આત્માનો સર્વથા અભાવ થતો નથી. તથા વ્યાધિથી તે આત્મા મુક્ત નથી થયો એમ પણ નહીં. અને મુક્તિના પૂર્વકાલે અવ્યાધિત (રોગરહિત) હતો એમ પણ નથી. || ૧૮૭
ટીકા - “ષિમુવતો” વ્યાધિપરિક્ષી: “પુમાન તો યાદ મતિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org