________________
૨૯૮ યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૮૪ गृद्धाः किमित्याह "त्यजन्ति-सच्चेष्टां"-धर्मसाधनम्, कर्मदोषोऽयमित्याह "धिगहो दारुणं तमः" कष्टमज्ञानमिति योऽर्थः ॥ ८४॥
વિવેચન - આ ભવાભિનંદી જીવો મોહને પરવશ થયા છતા દારૂડીયાની જેમ માનવજીવનની સાર્થકતા તો કરતા નથી, પરંતુ અમૂલ્ય ચિંતામણિરત્ન તુલ્ય નરદેહને વેડફી નાખે છે. માનવ અવતાર પામી સત્કર્મો કરવા રૂપી વાવણી દ્વારા ધર્મબીજનું વાવેતર તો કરતા નથી, પરંતુ તે બીજને સડી જાય તેવું કરી નાંખે છે. નવી કમાણી તો કરતા નથી, પરંતુ પ્રાપ્ત થયેલી મૂડી પણ ગુમાવી નાખે છે. આવા મોહાંધ અને અજ્ઞાની જીવો “બડિશામિષની” જેમ કુત્સિત સુખોમાં લલચાઈ જાય છે. માછલાને પકડવા જાલમાં કાંટા ઉપર જે માંસ રાખવામાં આવે છે તેને “બડિશામિષ” કહેવાય છે. મચ્છીમારો માછલાને પકડવા કાંટાળી જાલમાં માંસ ગોઠવે છે. અને તેની લાલચથી માછલું રસનેન્દ્રિયની આસક્તિના કારણે તે માંસને લેવા જાય છે. તે જ વખતે કાંટાળી જાળ ગળામાં ભરાઈ જતાં તે મત્સ્યના જેવા બૂરા હાલ થાય છે. એવી જ રીતે આ ભવાભિનંદી જીવો તુચ્છ અને રૌદ્રવિપાકયુક્ત સાંસારિક ભોગોથી પ્રાપ્ત થયેલાં કુત્સિત ભોગસુખોમાં આસક્ત થયા છતા રાગાંધ થવાથી સમ્યગૂ ચેષ્ટાને-સત્કાર્યો કરવા રૂપી વાવણીને ત્યજી દે છે. રત્નત્રયીનું આરાધન કરવા રૂપ ધર્મકાર્યને ત્યજી દે છે. મોહરાજા રૂપી કર્મનો આ મોટો દોષ છે.
આ ગાથામાં સંસાર સંબંધી ભોગસુખોનાં (૧) તુચ્છ અને (૨) રૌદ્ર વિપાકવાળા એમ બે વિશેષણો ગ્રંથકારમહર્ષિએ ઘણાં મહત્ત્વપૂર્ણ આપેલાં છે. (૧) સાંસારિક આ ભોગસુખો તુચ્છ છે એટલે કે તેમાં સુખની માત્રા અલ્પ છે. અપાર સુખ નથી, પરંતુ અપાર દુઃખ છે. મધુબિન્દુના ઉદાહરણની જેમ સુખ અલ્પ અને આધિ-વ્યાધિ તથા ઉપાધિઓ ઝાઝી છે. તેથી તુચ્છ છે. કારણ કે જે ખાદ્યફળોમાં ખાવાનું થોડું અને ફેંકવાનું ઘણું હોય છે. તે ફળોને (જેમ કે શેરડી અને સીતાફળ વગેરેને) તુચ્છફળ કહેવાય છે. તેવી જ રીતે જે ભોગસુખોમાં સુખ અલ્પ અને ઉપાધિઓ ઝાઝી હોય તે સુખોને પણ તુચ્છ સુખ કહેવાય છે. વળી આ સુખ અલ્પકાળ જ રહે છે. પાછળ દુઃખની પરંપરા જ સર્જાય છે. ખસના રોગીને ખંજવાળની જેમ અલ્પકાલીન છે માટે પણ આ ભોગજન્ય સુખ તુચ્છ-અને અસાર છે. ખોટના ધંધા જેવું છે. અને અલ્પ એવુ પણ તે સુખ ફોતરા જેવું કસ વગરનું નિસ્સાર છે. વાસ્તવિક સુખ આપવાની તેનામાં કોઈ જ તાકાત નથી. (૨) તથા જે સુખો ભોગવવાથી રાગાદિના કારણે અને તજ્જન્ય હિંસા, જુઠ, આદિ અઢાર પાપસ્થાનકો સેવવાના કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org