________________
ગાથા : ૧
યોગદૃષ્ટિ સમુચ્ચય
૧ ૧
યો. એટલે આવા અર્થનો બોધ કરવા માટે સ્ત્રી પદનો વીર પદની સાથે યોગ (સંબંધ) કરવો. વાથમિદ = મહાવીર પ્રભુને નમસ્કાર કેવી રીતે કરીશ? તેનો ઉત્તર આપે છે કે છાત: = મારી પોતાની અંતરિચ્છાથી હું મહાવીર પ્રભુને પ્રણામ કરીને દૃષ્ટિઓના ભેદથી આ યોગનું વર્ણન કરીશ. અહીં “ઇચ્છાયોગ” શબ્દ વાપરીને ગ્રંથકારશ્રી પોતાનો સાચો નિષ્કપટ ભક્તિભાવ, પ્રભુ પ્રત્યેનો પરમ પ્રેમ, નિરભિમાનતા, નિખાલસતા, પરમઉદારતા, અને ઔચિત્યાચરણતા ધ્વનિત કરે છે. જૈનશાસ્ત્રોમાં (૧) ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એમ ત્રણ પ્રકારનો યોગ આવે છે. (જેનું વર્ણન ગાથા ૨ થી ૫ માં કહેવાશે) તેમાંથી પોતાનો આત્મા શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ માટે અનધિકારી છે. તેથી તે બન્ને વ્યવચ્છેદ માટે આ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. આવા મહાનું શાસ્ત્રકર્તા પણ પોતાના આત્માને શાસ્ત્રયોગાદિ માટે અનધિકારી કહે છે. તે કેટલી નિરભિમાનતા અને નિખાલસતા કહેવાય ? તો સામાન્ય માનવીને અભિમાન કરવું કેમ શોભાસ્પદ કહેવાય ?
(૧) વીતરાગ પ્રભુ પ્રત્યે પોતાની ભાવ નમસ્કાર કરવાની પરમ ઇચ્છા છે. હાર્દિક- વાસ્તવિક ઇચ્છા છે. અલ્પ પણ માયા વિના, બાહ્ય માનાદિની લેશમાત્ર પણ વૃત્તિ રાખ્યા વિના નમસ્કાર કરવાની ઇચ્છા છે. માટે સાચો નિષ્કપટ ભક્તિભાવ સિદ્ધ થાય છે. (૨) સંસારમાં અનેક દેવ-દેવી છે. તે સર્વને ત્યજીને હું તો વીરપ્રભુને જ નમવા ઇચ્છું છું. કારણ કે તે જ યથાર્થ જ્ઞાની અને સાચા વીતરાગ છે આવા પ્રભુ પ્રત્યે પોતાના પરમપ્રેમ છે. (૩) બહુશાસ્ત્રજ્ઞ, અનેકગ્રંથકર્તા, પરમયોગી અને પરમસંવેગનિર્વેદવાનું હોવા છતાં પણ પોતાની જાતને નમસ્કારના વિષયમાં માત્ર ઇચ્છાયોગના જ અધિકારી ગણાવે છે તે કેટલી નિરભિમાનતા, કેવી નિખાલસતા અને નિરવધિક કેવી પરમ ઉદારતા કહેવાય ? અલ્પ પણ મહત્તા દર્શાવવાનું મન નથી. અતિશય પરમ લઘુતા જણાવી છે. (૪) પોતાની લઘુતા બતાવવા પૂર્વક પ્રવૃત્તિ કરતા હોવાથી ઉચિત આચરવાળા છે. આવા ગુણોથી ગુણ્ડિત એવા શ્રીહરિભદ્રસૂરિજી વીરપ્રભુને નમસ્કાર કરીને હવે યોગનું સ્વરૂપ સમજાવે છે.
શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ માટે પોતાનો આત્મા પોતાને હજુ યોગ્ય (અધિકારી) ન લાગવાથી અર્થાત્ અનધિકારી લાગવાથી જ આ ઇચ્છાયોગનું કથન ઇષ્ટવ્યચ્છેદ રૂપ છે. એટલે કે જે વિષયમાં પોતાની યોગ્યતા પોતાને જણાતી નથી તેનો વ્યવચ્છેદ કરવો તે ઉચિત જ છે. એટલા માટે આ શબ્દપ્રયોગ કર્યો છે. જો એમ ન કરે તો એટલે કે જે વિષયમાં પોતાની યોગ્યતા (અધિકારિતા) ન હોય તેમાં પોતાની જાતને જણાવે તો પ્રકરણના આરંભમાં જ મૃષાવાદ બોલવાનો દોષ લાગે. તેવા પ્રકારના મૃષાવાદ બોલવાના દોષનો પ્રકરણારંભમાં પરિહાર કરવો છે. એટલા માટે આ વ્યવચ્છેદ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org