________________
૩૬૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૦૬-૧૦૭ અને સર્વજ્ઞના “વિશેષસ્વરૂપને” જાણવાપણાને આશ્રયી અસર્વદર્શી (છદ્મસ્થ) આત્માઓ સર્વજ્ઞનું પૂર્ણ વિશેષ લક્ષણ જોવા, જાણવા અને પાળવા અસમર્થ જ છે. તેથી તેની વાત બાજુ ઉપર રાખીને આટલી સમાનતા સ્વીકારવી એ જ ન્યાયની નીતિરીતિ છે. અને એ જ પરમ શ્રેષ્ઠ માર્ગ છે. | ૧૦૬ / | મુખેવાઈ નિતનમાર્ગમદિ ઉપર સમજાવેલી વાત જ સુંદર ઉદાહરણ આપવા વડે ગ્રંથકારશ્રી સમજાવે છે.
यथैवैकस्य नृपतेर्बहवोऽपि समाश्रिताः ।
दूरासन्नादिभेदेऽपि तभृत्याः सर्व एव ते ॥ १०७॥ ગાથાર્થ =જેમ ઘણા પુરુષોએ એક રાજાનો આશ્રય કર્યો હોય તે બધા જ દૂર અને આસન્ન વગેરે ભેટવાળા હોવા છતાં પણ તે એક રાજાના જ સેવક કહેવાય છે. || ૧૦૭ ૫
ટીકા રઘેર્વચ 7” ત્રિદિવક્ષિતી “વવોપ સમશ્રિતા:” પુમાં, “દૂર/જ્ઞાવિમેઘ' સતિ તથા નિયાવિમેન , “તકૃત્ય” વિક્ષતનૃપત્તિમૃત્ય, સર્વ વ તે” સમઢિતા કૃતિ ૨૦૭
વિવેચન :- જેમ કોઈ એક વિવક્ષિત રાજાને ત્યાં બહુ પુરુષોએ આશ્રય સ્વીકાર્યો. અર્થાત્ ઘણા પુરુષોએ કોઈ એક રાજાની નોકરી સ્વીકારી. તે બધા પુરુષોને રાજાએ પોતાના રાજ્યનો જુદો જુદો એક એક ખંડ રૂપ દેશ સંભાળવા માટે આપ્યો. કોઇને નજીકનો દેશ સોંપ્યો. બીજાને દૂરનો દેશ આપ્યો. ત્રીજાને અતિદૂરનો દેશ સંભાળવા માટે આપ્યો. જેમ કે દિલ્હીમાં રહેતા રાજાએ કોઇને જયપુરને, કોઈને અમદાવાદનો, કોઈને મુંબઇનો, કોઈને બેંગ્લોરનો અને કોઈને મદ્રાસનો દેશ સંભાળવા માટે આપ્યો. અને આ હવાલો સંભાળનારા સર્વે ઉપર પોત-પોતાની જાત દેખરેખ રાજા રાખે છે. અહીં જયપુરનો વહીવટ સંભાળનાર સેવક રાજાને નજીક કહેવાય છે. તેના કરતાં અમદાવાદનો વહીવટ સંભાળનાર કંઈક દૂર કહેવાય છે. તેના કરતાં અનુક્રમે મુંબઈ-બેંગ્લોર અને મદ્રાસનો વહીવટ સંભાળનાર વધારે દૂર દૂર કહેવાય છે. પરંતુ બધા જ સેવકો દિલ્હીના એક રાજાના સેવકો જ કહેવાય છે.
સારાંશ તથા તેવા તેવા પ્રકારના નિયાવિમેન અને વહીવટ સંભાળવાના હવાલામાં નિમણુંક વગેરે કરવાના ભેદવડે જુદા જુદા સેવકોમાં દૂર અને આસન્ન આદિ (આદિ શબ્દથી દૂરતમ દૂરતર, આસન્નતર, આસન્નતમ વગેરે)ના ભેદો કરાવે છતે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org