________________
ગાથા : ૨૫
યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૧૭
मेहुणसन्ना, परिग्गहसन्ना, कोहसन्ना, माणसन्ना, मायासन्ना, लोहसन्ना, ओहसन्ना, लोगसन्ना एतत्सम्प्रयुक्ताशयानुष्ठानं सुन्दरमप्यभ्युदयाय, न निःश्रेयसावाप्तये परिशुद्ध्यभावाद् भवभोगनिःस्पृहाशयप्रभव- मेतदिति योगिनः ।
વિવેચન - ચરમાવર્તના પ્રારંભકાળમાં બહુભાગ પ્રમાણ કાળ ગયે છતે આવનાર આ સંશુદ્ધ કુશલચિત્ત કેવું હોય છે ? તેનું વર્ણન આ ગાથામાં ગ્રંથકારશ્રીએ કર્યું છે. તેનાં ત્રણ વિશેષણો આપ્યાં છે. (૧) પરમાત્મા પ્રત્યે અત્યન્ત ઉપાદેયબુદ્ધિવાળું (૨) સંજ્ઞાઓના વિખંભણવાળું અને (૩) સાંસારિક ફલના અભિપ્રાયથી રહિત, હવે આ ત્રણે વિશેષણો સમજાવે છે
(૧) વીતરાગ પરમાત્મા પ્રત્યે અતિશય ઉપાદેય બુદ્ધિ થવી, આ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા જ આ સંસારમાં આદરવા યોગ્ય છે. ભક્તિ કરવા યોગ્ય છે. ઉપાસનાને યોગ્ય છે. એ જ પરમતારક છે. સંસારના સર્વ પદાર્થો કરતાં આ પરમાત્મા જ પરમગુણનિધાન છે. આવા પ્રકારની પરમાત્મા પ્રત્યે અનન્યભાવયુક્ત ઉપાદેયપણાની બુદ્ધિ થવી. તે બુદ્ધિ વળી “અત્યન્તપણે” થવી જોઈએ. એટલે કે સર્વ-મચ-અપોન અન્ય સર્વ કાર્યો ત્યજી દઈને, અન્ય સર્વ પદાર્થોને ગૌણ કરીને પરમાત્મા પ્રત્યે જ દઢ રાગ થઈ જાય, પરમાત્માની ભક્તિ-સાધના-ઉપાસના જ ગમી જાય. મારે આ જ ઉપાદેય છે એવી ચિત્તમાં લગની લાગી જાય, પરમાત્મા અતિશય વ્હાલા લાગે, અત્યન્ત ગમી જાય, પરમાત્મા સાથે પ્રીતડી બંધાઈ જાય, દત્તચિત્તથી તેમની સાધના રુચિ જાય. પ્રભુ પ્રત્યે અને પ્રભુએ કહેલી સાધના પ્રત્યે અત્યન્ત પ્રેમપૂર્વક પરમાનંદથી ભરપૂર એવું કુશલચિત્ત આ ચરમાવર્તમાં આવે છે.
પ્રશ્ન :- પરમાત્મા પ્રત્યે અને સાધના પ્રત્યે આટલી તીવ્ર લગની લાગવાનું કારણ શું હશે ?
ઉત્તર :- તેવા પ્રકારનો ભવ પરિપાક થયો છે. ભવો પાકી ગયા છે. જેમ પાકેલું ફળ વૃક્ષ ઉપરથી પડવાની તૈયારીમાં હોય છે. તેમ આ જીવના ભવો સમાપ્ત થવાની તૈયારીમાં છે. ખરી પડવાની અણી ઉપર છે. તેથી તેની યોગ્યતા-પાત્રતા વધી છે. ગ્રંથિભેદ કરવા પૂર્વક સમ્યજ્ઞાન આવવાની તૈયારીમાં છે તે ગ્રંથિભેદ અને સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાનની પ્રાપ્તિની પૂર્વકાળવર્તી આ અવસ્થા છે. પોતાનું ગામ અને ઘર દૂરથી જ્યારે દેખાવા લાગે છે. ત્યારથી જ ચિત્ત ઉત્સાહિત બને છે. થાક્યા હોય તો પણ પગ વેગથી ઉપડે છે. એમ આ જીવ ચરમ યથા-પ્રવૃત્તકરણ પાસે પહોંચ્યો છે. પ્રભુ પ્રત્યેના અને તેમની ભક્તિ-સાધના-ઉપાસના પ્રત્યેના, પરમરાગના બળે જ ચરમ યથાપ્રવૃત્તકરણ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org