________________
ગાથા : ૧૯૭ યોગદૃષ્ટિ સમુચ્ચય
૫૩૩ માને છતે તત્વ=તે જ વિવક્ષિત ક્ષણમાં તો અર્થ આ વિવક્ષિત સત્ પદાર્થની ન
સ્થિતિ =અસ્થિતિ મનાશે નહીં. કારણ કે “યુક્તિની અસંગતિ છે” સારાંશ કે જે વસ્તુ જે ક્ષણમાં સ્થિતિવાળી (સી) છે, વિદ્યમાન છે, ભાવાત્મક છે. તે જ વસ્તુ તે જ ક્ષણમાં અસ્થિતિવાળી (અસત) થતી નથી. અવિદ્યમાન થતી નથી. અર્થાત્ અભાવાત્મક બનતી નથી. કારણ કે સ્થિતિ અને અસ્થિતિ આ બન્ને ભાવો પરસ્પર વિરોધી છે. જો તે ક્ષણમાં સ્થિતિ છે તો અસ્થિતિ કેમ વર્તે ? અને જ્યાં અસ્થિતિ હોય ત્યાં સ્થિતિ કેમ વર્તે? “હોવું અને ન હોવું” આ બન્ને પરસ્પર વિરોધી છે. માટે જ્યારે સ્થિતિ છે તવાસ્થિતિવિરોધિિત વિત: તે જ ક્ષણમાં અસ્થિતિ માનવી તેમાં વિરોધ આવે છે. આ જ યુક્તિ (હેતુ) છે. સ્થિતિ અને અસ્થિતિ પરસ્પર વિરોધી હોવાથી આ બન્નેને સાથે માનવા તે યુક્તિસંગત નથી.
બોદ્ધ= પ્રથમક્ષણે વિરોધના કારણે અસ્થિતિ ભલે ન સંભવે. તો પણ દ્વિતીય ક્ષણે તો તે અસ્થિતિ સંભવશે -
આવી દલીલ જો બૌદ્ધ દ્વારા કરવામાં આવે તો ગ્રંથકાર તેને વળતો પ્રશ્ન કરે છે કે બીજી ક્ષણે તમે તે પદાર્થની સ્થિતિ માનો છો કે અસ્થિતિ માનો છો?
ઉપરના બન્ને પક્ષોમાંનો કોઈપણ પક્ષ તમે સ્વીકારશો તો તેમાં દોષ જ આવે છે. તે કેવી રીતે ? તે ગ્રંથકાર વર્ણવે છે
જો પ્રથમપક્ષ સ્વીકારશો તો એટલે કે દ્વિતીય ક્ષણમાં સ્થિતિ હોય છે એમ માનશો તો “ર પાuિ''-તે વિવક્ષિત ક્ષણ પછીના ક્ષણમાં પણ એટલે કે દ્વિતીયક્ષણમાં પણ સીંગતે અસ્થિતિ સંભવશે નહીં. કારણ કે જે પ્રથમક્ષણમાં સ્થિતિ હતી ત્યાં પરસ્પર વિરોધી હોવાથી અસ્થિતિ ન આવી તેથી સ્થિતિ જ માત્ર રહી. અને તે જ સ્થિતિ દ્વિતીયક્ષણમાં પણ છે જ. એટલે ત્યાં સ્થિતિ હોવાથી પરસ્પર વિરોધિતાના કારણે જ અસ્થિતિ કેમ વર્તે? તેથી દ્વિતીયક્ષણમાં પણ સ્થિતિ છે, માટે પરસ્પર વિરોધિ હોવાના કારણે અસ્થિતિ ત્યાં માનવી તે યુક્તિસંગત નથી. આ પ્રમાણે યુક્તિની અસંગતિ હોવાથી જ બીજી ક્ષણમાં પણ અસ્થિતિ મનાશે નહીં બતાવસ્થિત તસ્થિતિવિરોથાિિત યુવતઃ'' જ્યારે જ્યારે અવસ્થિતિ (સ્થિતિ વિદ્યમાનતા) હોય છે. ત્યારે ત્યારે અસ્થિતિ માનવી તેમાં વિરોધ છે આ જ યુક્તિ છે. તેથી પ્રથમ-દ્વિતીય-તૃતીય આદિ સર્વેક્ષણોમાં સ્થિતિ હશે ત્યાં અસ્થિતિ મનાશે-નહીં કે સંભવશે જ નહીં.
હવે જો તમે ઉપર બતાવેલો બીજો પક્ષ સ્વીકારો અને દ્વિતીય ક્ષણે પદાર્થની અસ્થિતિ હોવાનું કહો તો-રૂત્યેવં તોડસર્વ વ્યવસ્થિત-પ્રથમ સમયે જે સત્ પદાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org