________________
૪૪૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૫૩ અને એવું જ્યાં ન જણાય તે અવેદ્યસંવેદ્યપદ. આ અવેદ્યસંવેદ્યપદ એ તો વાસ્તવિક પદ જ નથી. કારણ કે દોષમાત્રકારી જ છે, ગુણકારી નથી. તેથી ત્યાં ઉભા રહેવા જેવું જ નથી. અને આ અવેદ્યસંવેદ્યપદ ભવાભિનંદી જીવોમાં જ હોય છે. દુઃખમાં જ સુખબુદ્ધિ આદિ ભ્રમોથી ભરેલું હોય છે. આ ભવાભિનંદી જીવો સુદ્રતા-આદિ દોષોથી ભરેલા તથા વિષથી મિશ્ર કરાયેલા અન્નની જેમ અશુભ પરિણામોથી યુક્ત, અસુંદર બોધવાળા, હિતાહિતના વિવેકમાં અન્ય, માત્ર વર્તમાનકાળના સુખને જ જોનારા હોય છે.
જન્મ-જરા-મૃત્યુ-વ્યાધિ-રોગ અને શોકાદિ દુ:ખોથી ભરેલા આ સંસારને સાક્ષાત્ દેખવા છતાં તેના પ્રત્યે ઉગ વિનાના હોય છે. ખસના રોગીને ખણ આવે તેમ અકૃત્યને કૃત્ય અને કૃત્યને અકૃત્ય માનનારા હોય છે. તથા ખસનો રોગી જેમ ખણવાનાં સાધનો મેળવવા ઇચ્છે છે. પરંતુ ખસનો રોગ મટાડવા ઇચ્છતો નથી. તેમ આ જીવો ભોગનાં સાધનો મેળવવા ઇચ્છે છે. પરંતુ ભોગતૃષ્ણાનો પરિક્ષય કરવા માટે ઇચ્છતા નથી. અલ્પબુદ્ધિવાળા આ જીવો અશુભચેષ્ટા વડે પોતાના આત્માને કર્મોની જાળથી બાંધે છે. કર્મભૂમિમાં મનુષ્યજન્મ પામવા છતાં સત્કાર્ય કરવા રૂપી ખેતીમાં ધર્મબીજ વાવતા નથી. આવું મોહબ્ધ અને અજ્ઞાનાન્ધ કરનારું એવું આ અદ્યસંવેદ્યપદ છે તે મહાત્માઓએ સત્સંગ અને આગમ-શાસ્ત્રોના અભ્યાસથી જીતવા યોગ્ય છે. આ અવેદ્યસંવેદ્યપદ આતાવાણી મિથ્યાત્વ દૂર થવાથી “કુતર્કો” કરવા રૂપી મહાભૂત ચાલ્યું જાય છે.
કુતર્ક એ બોધ થવામાં રોગ સમાન છે. સમતાભાવનો નાશ કરનાર છે. શ્રદ્ધાનો ભંગ કરનાર છે અને અભિમાન વધારનારો છે. માટે પારમાર્થિક રીતે તે “ભાવશત્રુ” છે. તેથી મુક્તિના અર્થી જીવોએ આવા કુતર્કમાં આગ્રહ રાખવો તે યોગ્ય નથી. પરંતુ શ્રુતજ્ઞાન, શીલગુણ અને સમતાનો આગ્રહ રાખવો એ યોગ્ય છે.
સર્વે પણ કુતર્કો મિથ્યાત્વના ઉદયથી (અવિદ્યાથી) સંગત હોય છે. (૧) ગાંડો હાથી શું પ્રાપ્તને હણે છે કે અપ્રાપ્તને હણે છે? પ્રાપ્તને હણતો હોય તો મહાવતને હણવો જોઇએ અને જો અખાતને હણતો હોય તો દૂર રહેલા માનવોને પણ હણવો જોઇએ. (૨) ગાયનું દૂધ પીવાય તો માંસ કેમ ન ખવાય? અને જો માંસ ન ખવાય તો દૂધ કેમ પીવાય ? (૩) અગ્નિ જેમ બાળે છે. તેમ પાણીના સંયોગે ઠારે પણ છે અને પાણી જેમ ઠારે છે તેમ અગ્નિના સંયોગે બાળે પણ છે આવા કુતર્કોથી બધુ અસમંજસ સિદ્ધ થાય છે. તેથી પદાર્થોમાં રહેલી અતીન્દ્રિયશક્તિને તથા અતીન્દ્રિય પદાર્થોને જાણવા શુષ્ક તર્કો કરવા વડે સર્યું. ત્યાં આગમને જ પ્રમાણ માની ચાલવું જોઈએ. વર્તમાનકાળના છદ્મસ્થો વડે કરાયેલાં આગમો પણ ચંદ્રગ્રહણ-સૂર્યગ્રહણ આદિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org