________________
૪૮૫
ગાથા : ૧૭૦-૧૭૧
યોગદૃષ્ટિ સમુચ્ચય શ્રી આનંદઘનજી મ.શ્રીએ કહ્યું છે કેઅગમ અગોચર અનુપમ અર્થનો, કોણ કહી જાણે રે ભેદ ? સહજ વિશુદ્ધ રે અનુભવ વયણ જે, શાસ્ત્ર તે સઘળો રે ખેદ. વીર જિનેશ્વર૦ જેહ અગોચર માનસ વચનને, તેહ અતીન્દ્રિય રૂ૫. અનભવ મિત્તે રે વ્યક્તિ શક્તિ શું, ભાખ્યું તાસ સ્વરૂપ. વીર જિનેશ્વર
સત્યવૃત્તિપદને આપનારી :- આ દૃષ્ટિ આવવાથી આત્મસ્વભાવની રમણતા રૂપ સત્યવૃત્તિમાં જ આ જીવ રાચે-માગે છે. અન્ય પ્રવૃત્તિ તેને રુચતી જ નથી. તેથી અલ્પકાળમાં જ વિશિષ્ટ સાચી પ્રવૃત્તિવાળું સ્થાન આ જીવ પામે છે. આ સત્યવૃત્તિપદનો અર્થ ૧૭૫મી ગાથામાં આવે જ છે. કોઈ કોઈ પુસ્તકોમાં વિશેષેT મિન્વિતા=પદ પણ છે. તેનો અર્થ એવો છે કે આ દૃષ્ટિ વિશેષ વિશેષ સમતાભાવથી યુક્ત હોય છે. અહીં આવેલ જીવને મુક્તિનો રાગ અને સંસારનો દ્વેષ પણ ટળી જાય છે. એટલી ઉચ્ચકોટિની સમતા (શમગુણ) હોય છે. શમસાર એ પદનો અર્થ ૧૭૧મી ગાથામાં આવે જ છે. આ દૃષ્ટિ અલ્પકાળમાં જ “સમ્રવૃત્તિઓના સ્થાનને આપનાર બને છે. I/૧૭
ध्यानजं सखमस्यां त, जितमन्मथसाधनम् ।
विवेकबलनिर्जातं, शमसारं सदैव हि ॥ १७१॥
ગાથાર્થ = જિત્યાં છે કામવાસનાનાં સાધનો જેણે એવું, વિવેકના બળથી પ્રગટ થયેલું, સમતા છે સારભૂત જેમાં એવું ધ્યાનજન્ય સુખ આ દૃષ્ટિમાં હંમેશાં જ હોય છે. || ૧૭૧ |
ટીકા-““ધ્યાનનું નઉમાં '' મધdદgવેવ | વિ વિશિષ્ટરિત્યાદિ"जितमन्मथसाधनं" व्युदस्तशब्दादिविषयम् । एतदेव विशेष्यते "विवेकबलनिर्जातं" ज्ञानसामोत्पन्नम् । अत एव "शमसारं सदैव हि" विवेकस्य शमफलत्वादिति ॥ १७१॥
વિવેચન :- આ દૃષ્ટિમાં આવેલા જીવને ધ્યાનજન્ય પરમ સુખ હોય છે. તે સુખ કેવું હોય છે? તે સમજાવવા માટે આ ગાથામાં ત્રણ વિશેષણો કહે છે.
(૧) નાતમન્મથસાધન=કામના સાધનોને જિતનારું, ધ્યાનદશામાં સાચે સાચા સુખનો એવો અનુભવ થાય છે. નિષ્કપટ આત્મગુણોના પરમ આનંદનો અનુભવ થાય છે. આ સુખ વિષયસુખ કરતાં ઉલટા સ્વભાવનું હોય છે. ધ્યાનજન્ય સુખે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org