________________
ગાથા : ૪૦ યોગદષ્ટિ સમુચ્ચય
૧૭૩ તથા આ કાળે જ મિથ્યાષ્ટિ ગુણસ્થાનકનું વાસ્તવિકપણે ગુણપ્રાપ્તિ થવા સ્વરૂપ સાર્થકનામ બનવાથી ગુણસ્થાનક કહેવાય છે. આ પ્રથમ મિત્રા દૃષ્ટિ કહી. જે દૃષ્ટિ આત્મહિતચિંતક હોવાથી મિત્રના જેવી છે માટે મિત્રાદષ્ટિ કહેવાય છે.
મિત્રા દૃષ્ટિમાં પ્રાપ્ત થતો વિકાસક્રમ (૧) મુક્તિ પ્રત્યે અષ. (અપ્રીતિ હતી તેની ક્રમશઃ મંદતા.) (૨) તૃણાગ્નિ સમાન બોધ. (તૃણના અગ્નિસમાન બોધ.) (૩) ખેદ દોષનો ત્યાગ. (ધર્મનાં કાર્યોમાં પરિશ્રમ ન લાગવો.) (૪) અહિંસા-સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એમ પાંચ યમની પ્રાપ્તિ. (૫) યોગનાં બીજની પ્રાપ્તિ.
(૧) સંશુદ્ધ કુશળ ચિત્ત, (૨) સ્તુતિઓ દ્વારા નમસ્કાર, (૩) કાયાથી સંશુદ્ધ પ્રણામ, (૪) દેવની જેમ ગુરુ પ્રત્યે કુશલચિત્તાદિ, (૫) સહજ પણ ભવોગ, (૬) દ્રવ્યથી
અભિગ્રહોનું ધારણ અને પાલન, (૭) શાસ્ત્ર પ્રત્યે હાર્દિક પ્રેમ અને તેથી તેનું પ્રસારણ. (૬) યોગબીજનો પક્ષપાત. સતત તેનું ગુરુમુખે શ્રવણ. (૭) ચરમાવર્તમાં પણ ક્રમશ: બહુ ભાવ-મલનો ક્ષય. (૮) દુઃખી જીવો ઉપર કરુણાભાવ, મહાત્માઓ પ્રત્યે અષ. અને સર્વત્ર ઉચિતાચરણનું સેવન. (૯) તથાભવ્યતાને વધુ ને વધુ પરિપાક. (૧૦) ચરમ યથાપ્રવૃત્તકરણમાં પ્રવેશ. (૧૧) યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચક ભાવની પ્રાપ્તિ. (૧૨) ગુરુ-સત્સંગ જિનમંદિર આદિ શુભ નિમિત્તનો યોગ. (૧૩) ગુરુ આદિ ઉપકારી વર્ગને સણામાદિની પ્રાપ્તિ. (૧૪) ચરમ યથાપ્રવૃત્તકરણ દ્વારા ક્રમશઃ ગ્રંથિભેદ કરવા તરફ ગમન.
મિત્રા દૃષ્ટિ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org