________________
૩૦૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૮૬ કરે છે. તેથી જ તેનું નામ વેદસંવેદા=જે વસ્તુ જેમ છે તેમ જેમાં સંવેદિત ન કરાય, પણ વિપરીત સંવેદિત કરાય એવું નામ પાડવામાં આવ્યું છે. જે વાસ્તવિકપણે પ જ નથી મપ જ છે. પગ મૂકવા જેવું કે ઉભા રહેવા જેવું જે સ્થાન નથી. આવા પ્રકારના બે વિશેષણવાળા આ અવેદ્યસંવેદ્યપદને સત્સંગ અને આગમતત્ત્વના શ્રવણ વડે વાસ્તવિક વસ્તુસ્થિતિ સમજવા દ્વારા મહાત્મા પુરુષોએ જીતવું જોઈએ. તેનો આત્માર્થી આત્માઓએ પરાભવ કરવો જ જોઈએ. જેમ જેમ તે પદ જીતાતું જાય છે. તેમ તેમ આત્મામાં અનાદિકાળથી રહેલો “કુતર્ક” રૂપી વિષમગ્રહ આપોઆપ જ નીકળી જાય છે. જ્યાં સુધી મિથ્યાત્વના ઉદયથી આ પદનો પ્રભાવ ચાલુ હોય છે ત્યાં સુધી તે જીવને “કુર્તકો” ઉઠ્યા કરે છે. “પોતે જે માન્યું છે તે જ સાચું છે” એવો કદાગ્રહ હોવાના કારણે પોતાની માન્યતાને સત્ય સિદ્ધ કરવા તે અનેક પ્રકારના કુત કરે છે. આ સંસારમાં કોઇપણ વાત, પછી તે ભલે સાચી હોય કે ખોટી હોય પરંતુ તેના અંગેની યુક્તિઓ અને ઉદાહરણો મળી જ આવે છે. તેથી આવા પ્રકારના કુતર્કોનો ઓથ (સાથ) મળી જતાં તે જીવ પોતાની મિથ્યા માન્યતાને સત્ય માની લેવાની મહા ભયંકર ભૂલ કરી બેસે છે. અને ઉંધે રસ્તે ચડી જાય છે કે જ્યાંથી સત્યમાર્ગે આવવું અતિશય દુષ્કર બની જાય છે. માટે જ આ “કુતક”એ આત્માનો આન્તરિક મહાન “ભાવશત્રુ” છે.
આ “કુતર્ક” આત્માનું પારમાર્થિક અહિત કરનાર હોવાથી દ્રવ્યથી અહિત કરનારાની સાથે તેને ઘટાવીને ગ્રંથકારમહર્ષિએ વિષાદની ઉપમા આપી છે. પ્રદ એટલે ભૂત-પ્રેત, અને વિષમ ભયંકર-બળવાન્ જેમ કોઈ વ્યક્તિને બળવાનું ભૂત-પ્રેત, વળગેલ હોય તો તેની પકડમાંથી તે વ્યક્તિને છોડાવવો અતિશય મુશ્કેલ છે. તેમ આ કુતર્ક પણ જીવને ફસાવનાર હોવાથી ભૂતની જેમ વળગેલો છે તેથી તે કુતર્ક મહા વિષમ ગ્રહ (ભૂત-પ્રેત) જેવો છે.
તથા પ્રદશબ્દનો અર્થ આકાશમાં ફરતા ચંદ્રાદિ પાંચ જ્યોતિષમાં જે રાહુ-કેતુશનિ વગેરે ગ્રહો આવે છે તે પણ થાય છે. જેમ કોઈ વ્યક્તિની જન્માદિની કુંડલીમાં વિષમ-ગ્રહ આવ્યો હોય તો તેને ઘણો જ પીડાકારી બને છે યત્ર-તત્ર પડતી જ કરાવે છે તેમ આ કુતર્ક પણ અતિશય કદાગ્રહ કરાવનાર હોવાથી આત્મિક દૃષ્ટિએ પીડાકારી છે અને આત્મપતન કરાવનાર છે. તથા આ પ્રદને વિષમ કહેવાનું કારણ એ છે કે તે ભયંકર છે. બળવાનું છે. વાંકોચૂંકો ચાલનાર છે. પોતાની માનેલી માન્યતા ખોટી હોય, શાસ્ત્રથી વિરુદ્ધ હોય, તો પણ તે જે રીતે સિદ્ધ થાય, તે રીતે યુક્તિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org