________________
ગાથા : ૮૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૦૭ દૃષ્ટાન્ત જોડનાર છે. તેનું કોઈ નિશ્ચિતસ્થિર સ્થાન નથી. તેથી જ “વિષમ” કહ્યો છે. મિથ્યાત્વમોહના ઉદયનો જ પ્રભાવ છે કે આ જીવને આવા ઉલટા તર્કોવાળી જ બુદ્ધિ કરાવે. ભવોભવમાં આ જીવે આ જ કામ કર્યું છે. તેમાં પણ તેને કુત્સિત પુરુષોનો સંગ અને કુઆગમનો સાથ-સહકાર મળેલો છે. તેથી જ આ કુતર્કનું જોર વધ્યું છે. તેને દબાવવો મુશ્કેલ બન્યો છે. સત્સંગ અને આગમતત્ત્વના શ્રવણથી જ તથા- ભવ્યતા પાકતાં અવેદ્યસંવેદ્યપદ જીતાતાં આ કુતર્ક રૂપી વિષમગ્રહ આપોઆપ આ આત્મામાંથી નીકળી જાય છે.
જેમ વળગેલું ભૂત મંત્ર-તંત્રથી નીકળી જાય, વિશિષ્ટ શાન્તિ પાઠથી ગ્રહોની પીડાકારિતા દૂર થાય. તેમ સત્સંગ અને શાસ્ત્રાભ્યાસથી આ કુતર્ક રૂપી ગ્રહ પણ કાળ પાકતાં આપોઆપ નીકળી જાય છે. સ્વયં પોતાને સમજણ આવતાં પરોપદેશ વિના જ કુતર્કવાળી બુદ્ધિ દૂર થાય છે. તે કુતર્કને દૂર કરવો પડતો નથી. દૂર થઈ જ જાય છે. કારણકે નિમિત્ત દૂર થયે છતે નૈમિત્તિક (નિમિત્તજન્યકાર્ય)નો સ્વયં અભાવ થાય જ છે. જેમ અપથ્યનો ત્યાગ કરાય છતે અપથ્યજન્ય રોગ અલ્પકાળમાં જ દૂર થાય છે. સર્પ દૂર ગયે છતે સર્પત ભય દૂર થાય છે. ગ્રીષ્મઋતુ દૂર થયે છતે તજજન્ય ઉષ્ણતા આપોઆપ દૂર થાય છે. અર્થાત્ કારણ દૂર થાય તો તજજન્ય કાર્ય આપોઆપ દૂર થાય છે આવો સામાન્ય નિયમ છે. તેમાં બીજા નિમિત્તોની જરૂર રહેતી નથી. તેમ મિથ્યાત્વના ઉદયજન્ય આ અવેદ્યસંવેદ્યપદ દૂર થયે છતે તજજન્ય કુતર્ક રૂપી વિષમગ્રહ પણ આપોઆપ દૂર થાય છે. અહીં અવેદ્યસંવેદ્યપદ એ કારણ છે. અને કુતર્ક એ કાર્ય છે. આ પ્રમાણે તે બન્નેનો કાર્ય-કારણભાવ છે.
આત્મામાંથી આ કુતર્ક જે દૂર થાય છે તે નિતરાં અત્યન્તપણે દૂર થાય છે. ફરીથી કદાપિ ન આવે તેવો દૂર થાય છે, કારણ કે હવે તે જીવને સમ્યજ્ઞાનનો યોગ થાય છે. સાચું બરાબર સમજાઈ જાય છે. સત્પરુષો પાસેથી વિશિષ્ટ શ્રદ્ધાપૂર્વક સતત-વારંવાર આગમતત્ત્વો સાંભળવાથી તે આગમતત્ત્વની જ પ્રમાણતાને યથાર્થપણે હૈયાથી સ્વીકારી લે છે. એટલે અતીન્દ્રિયભાવો જાણવાની બાબતમાં શ્રદ્ધાપૂર્વક આગમપ્રમાણતા સ્વીકારી હોવાથી હવે કદાપિ કુતર્ક થતો જ નથી. માટે નિતરઅત્યન્તપણે ચાલ્યો જાય છે. આ કુતર્કરૂપી વિષમગ્રહ દુષ્ટ (અતિશય ભયંકર-દુઃખદાયીપીડાકારી એવા) અપાયોનો (દુ:ખોનો) હેતુ હોવાથી ગ્રહ જેવો જ છે ભૂત-પ્રેત જેવો છે અથવા આકાશમાં ફરનારા રાહુ-કેતુ-શનિ ઇત્યાદિ ગ્રહ જેવો જ છે. તેથી સાચે જ ગ્રહ કહેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org