________________
૨૪૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૬૬ અપાર સંસાર સાગરની અપેક્ષાએ ગોષ્પદ (ગાયના એક પગલા) તુલ્ય છે. નિશ્ચયનયની દૃષ્ટિએ જ્યારે ભવનો વિસ્તાર થવાનો કાળ પાકે અર્થાત્ આટલો જ સંસાર બાકી રહે ત્યારે આ સૂક્ષ્મબોધ જીવને પ્રાપ્ત થાય છે. અને વ્યવહાર નથી આવા પ્રકારનો થયેલો સૂક્ષ્મ બોધ ભવસાગરનો અન્ત કરી આપનાર છે. તેથી તે બોધને સૂક્ષ્મબોધ કહેવાય છે.
પ્રશ્ન :- ભૂતકાળમાં અનંત પુદ્ગલપરાવર્ત પસાર કર્યા, તેમાં ભવનિસ્તાર ન થયો, અને હવે આ સૂક્ષ્મબોધ થવાથી માત્ર અર્ધ પુદ્ગલ પરાવર્તમાં જ ભવનો વિસ્તાર થાય એવું કેમ બને છે ?
ઉત્તર - પ્રાપ્ત થયેલો આ સૂક્ષ્મબોધ દિન-પ્રતિદિન અધિક અધિક “લોકોત્તર પ્રવૃત્તિનો હેતુ” બને છે, તે માટે આમ થાય છે. જિનેશ્વર પરમાત્માની આજ્ઞાને અનુસાર ધર્મકાર્યમાં જે પ્રવૃત્તિ તે લોકોત્તર પ્રવૃત્તિ કહેવાય છે. આ જીવને હવે લૌકિક પ્રવૃત્તિમાં રસ નથી. વિષયસુખ-પૌગલિક સુખ-કષાયો-જન્મ-મરણ અને લગ્નાદિના સાંસારિક પ્રસંગોના વ્યવહારોમાંથી મન ઉભગી ગયું છે. માત્ર-જ્ઞાન-ધ્યાન-ચારિત્ર-ત્યાગ-તપ-અધ્યયન-વૈયાવચ્ચ આદિ લોકોત્તર પ્રવૃત્તિમાં જ આ જીવને રસ છે. તે તે કાર્યોમાં જ રચ્યા-પચ્યો આ જીવ રહે છે. આમ આ તત્ત્વ નિર્ણય લોકોત્તર પ્રવૃત્તિનો હેતુ હોવાના કારણે ભવસમુદ્રથી વિસ્તાર કરાવનાર છે. માટે આવા તત્ત્વનિર્ણયને જ સૂક્ષ્મબોધ કહેવાય છે.
(૨) કર્મવજવિભેદતઃ = કર્મરૂપી વજનો વિશેષ ભેદ-નાશ કરનાર હોવાથી આ તત્ત્વનિર્ણયને જ સૂક્ષ્મબોધ કહેવાય છે. અનાદિકાલીન ગાઢ-દુર્ભેદ્ય-ઘનીભૂત એવા રાગ અને દ્વેષ રૂપ મોહનીયકર્મની જે ગ્રન્થિ (ગાંઠ) છે કે જે ગ્રંથિ વજતુલ્ય છે. તેનો વિશેષે ભેદ થાય છે. વિભેદ એટલે કે આ ગ્રંથિના એવા ચૂરેચૂરા કરે છે કે આવા ગાઢ રાગ-દ્વેષવાળું મોહનીયકર્મ આ જીવ ફરીથી ક્યારે પણ બાંધવાનો નથી, અપુનર્રહણરૂપે જે ભેદ થાય તે વિભેદ કહેવાય છે. મેર શબ્દની આગળ વિ ઉપસર્ગ અપુનર્રહણનો સૂચક છે. આવા પારમાર્થિક તત્ત્વનિર્ણયથી કર્મરૂપી વજ વિશેષે ભેદાયું હોવાથી આવો તીવ્ર સંકુલેશ અને તજ્જન્ય કર્મબંધ ફરીથી કદાપિ આવતો નથી. તેથી આ તત્ત્વનિર્ણયને સૂક્ષ્મબોધ કહેવાય છે. આવો સુંદર સૂક્ષ્મબોધ આ જીવને સદા કલ્યાણ જ આપનાર બને છે. કહ્યું છે કે
भेदोऽपि चास्य विज्ञेयो, न भूयो भवनं तथा ॥ तीव्रसंक्लेशविगमात्, सदा निःश्रेयसावहः ॥२८२॥
(શ્રી યોગબિન્દુ, પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org