________________
૯૮ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૮ ગાથાર્થ = આ દષ્ટિ તેના આવરણીયકર્મના ક્ષયવિશેષથી સામાન્યપણે આઠ પ્રકારની શાસ્ત્રોમાં કહેલ છે. પરંતુ સૂક્ષ્મભેદોની અપેક્ષાએ તો વળી ઘણા ભેદોવાળી છે. I૧૮
ટીકા-“ a મનન્તાવિતન્નક્ષUIT દષ્ટિ | ‘નવરાપાયમેવ'માવરपगमभेदेन परिस्थूरनीत्या “अष्टविधा स्मृता" पूर्वाचार्यैः । “सामान्येन" सूक्ष्मेक्षिવામના-કૂચ, “વિષાસ્તુ'' એવા પુનઃ સન્દ મૂથોડતિવહવઃ “સૂક્ષ્યમેવત:अनन्त-भेदत्वाद् दर्शनादीनां मिथः षट्स्थानपतितत्वाभिधानादिति ॥१८॥
વિવેચન :-આ દૃષ્ટિ (બોધ) સત્તરમી મૂલગાથામાં દષ્ટિ-એમ એકવચન કહીને જાણે એક હોય એમ કહી છે. તો પણ અનન્તર તે ૧૭મી ગાથામાં એકપણે કહેલી દૃષ્ટિ પણ તેનું આવરણ કરનારાં કર્મોના (મુખ્યત્વે જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મોના) ક્ષયોપશમ, અને ક્ષય થવા રૂપ તથા મોહનીયકર્મનો ઉપશમ અપાય (અપગમ-વિનાશદૂર કરવા)ના ભેદોના કારણે સ્થૂલનીતિથી તે આઠ પ્રકારની પૂર્વાચાર્ય પુરુષોએ કહી છે. જે આ આઠ ભેદો કહ્યા છે તે સૂક્ષ્મપણે ભેદો કહેવાની અપેક્ષાનો અનાદર (અવિવક્ષા) કરીને કહ્યા છે અર્થાત્ સૂક્ષ્મભેદોની અવિવક્ષા કરીને આ આઠ ભેદો કહ્યા છે.
જેમ આંખની દર્શનશક્તિ એક છે. તેમ આત્માની પણ વસ્તુની વાસ્તવિક પરિસ્થિતિ જોવાની શક્તિ એક છે. ધારો કે નેત્રની આડો આઠ પડવાળો પાટો હોય તેમ આત્માની આડું આવું ગાઢ (આઠ પડવાળા પાટા જેવું મજબૂત) જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મ ઉદયમાં છે. જેનાથી આત્માની દર્શનશક્તિ નેત્રની જેમ ઢંકાયેલી છે. પરંતુ ચરમાવર્તમાં આવવા રૂપ કાલપરિપાક થવાથી, અને સમ્યગૂ શાસ્ત્ર, તથા સદ્ગુરુના વચન શ્રવણાદિનાં નિમિત્તો મળવાથી તે કર્મો ગાઢમાંથી મંદ-મંદ થાય છે. એટલે નેત્રની આડા આઠ પડવાળા પડદામાંથી ધીરે ધીરે એકેક પડ દૂર કરતાં યથાર્થ પરિપૂર્ણ નેત્રદષ્ટિ ખુલ્લી થાય છે. એ જ પ્રમાણે જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મોનો જે ઉદય છે. તે ક્ષયોપશમાદિ દ્વારા મંદ થતાં, અને અંતે ક્ષય થવા દ્વારા સંપૂર્ણ ઉદય વિરામ પામતાં આત્માની પણ દૃષ્ટિ પરિપૂર્ણપણે ખીલી ઉઠે છે. સંપૂર્ણ વિકસિત બને છે દૃષ્ટિના આ આઠભેદો સૂક્ષ્મભેદોની વિવક્ષા વિના કરેલા છે. જો સૂક્ષ્મભેદોની વિવક્ષા કરીએ તો વિશેષભેદો અનંત છે. અપાર છે. અતિશય બહુ ભેદો છે. કારણ કે પ્રત્યેક જીવને આશ્રયી જ્ઞાનાવરણીયકર્મ અને મોહનીયકર્મનો ક્ષયોપશમ તરતમભાવવાળો અનંત જાતનો હોય છે. તેથી દર્શનોના (દષ્ટિના) અનંતભેદો પડે છે. તે અનંતભેદોને પૂર્વાચાર્યોએ પરસ્પર પટ્રસ્થાનપતિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org