________________
૩૩૬
-
કે
-
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૯૩-૯૪ વડે પ્રત્યક્ષ ગોચર નથી. તે =કારણ કે આ દાહક અને કલેક એવા તર્ગત અધિકૃત સ્વભાવો અતીન્દ્રિય હોવાથી છદ્મસ્થ વડે અગોચર હોવાના કારણે જ કોઈ પ્રતિવાદી તેનાથી વિરુદ્ધ પોતાને મન ફાવતો વિકલ્પ કરીને તે સર્વલોકપ્રસિદ્ધ વાતની સામે આવો કુતર્ક કરે છે કે “અગ્નિ ભીંજવે (પણ) છે” જ્યારે પ્રતિવાદી કુતર્ક કરીને આવું બોલે છે ત્યારે લોકો તુરત જ તેનો સખત વિરોધ કરે છે કે અગ્નિ તો બાળે જ છે. કદાપિ ભીંજવે જ નહીં. ભીંજવવાપણું તેમાં માનવું એ પ્રત્યક્ષવિરુદ્ધ વાત છે. ત્યારે તુરત જ તે પ્રતિવાદી આવા પ્રકારના અધ્યક્ષવિરોધપરિહારયાઈ પ્રત્યક્ષના વિરોધના પરિહાર માટે પોતાના કપોલકલ્પિત વિકલ્પના અનુસારે ઉઠેલા કુતર્કથી બોલી ઉઠે છે કે “અમ્યુન્નિધી" પાણીની નિકટતા હોય ત્યારે, એટલે આ સાંભળીને એકવાર લોકો ઠરી જાય છે. દબાઈ જાય છે. તેવી જ રીતે પાણી ભીંજવે છે. આ વાત લોક પ્રસિદ્ધ હોવા છતાં જ્યારે પ્રતિવાદી “રતિ ''પાણી બાળે છે, એમ કુતર્ક કરીને બોલે છે. ત્યારે પ્રથમ તો જન-સમૂહ તેનો ઘણો જ વિરોધ કરે છે. પરંતુ તેનો ઉત્તર આપતાં પ્રતિવાદી કહે છે કે મારી કહેલી વાતમાં “ પ્રતીતિ વીઘા'' કોઈપણ પ્રકારની પ્રતીતિમાં (અનુભવમાં) બાધા આવતી નથી, વિરોધ આવતો નથી. કારણકે “નિધિ '' પાણી બાળે છે એમ હું જે કહું છું તે અગ્નિની નિકટતા હોય ત્યારે, એટલે લોકવિરોધ એકવાર શાન્ત થઈ જાય છે. તો તે અગ્નિ અને પાણીનો તલ્લીમાવ્યો તેવો તેવો સ્વભાવ હોવાથી લોકપ્રસિદ્ધ અર્થથી વિરુદ્ધ વાત અગ્નિ ભીંજવે પણ છે અને પાણી બાળે પણ છે, તે મનફાવતા વિકલ્પો કરીને કુતર્કોના બળે પ્રતિવાદી વડે આવા પ્રકારનું કહેવાય છતે શું થાય છે ? તે ૯૪મી ગાથામાં જણાવે છે કે
અત્ર-સ્વભાવવ્યતિરે અગ્નિ અને પાણીમાં આવા જે સ્વભાવ છે. તેમાં વાદી દ્વારા કહેવાયેલા અનુક્રમે દાહક અને કલેદક સ્વભાવો તે બેમાં છે કે પ્રતિવાદી દ્વારા કુતર્ક વડે કહેવાયેલા ઉપરોક્તથી વિરુદ્ધ અનુક્રમે કલેદક અને દાહક સ્વભાવ તે બેમાં છે? તેવા પ્રકારની સ્વભાવવાદની આ ચર્ચામાં યુવતતિ =આવા પ્રકારની મનગમતી ગોઠવેલી શુષ્ક તર્કવાદવાળી યુક્તિઓ માત્રથી શાપનાદિને કોશપાન વિના એટલે માતાપિતા-પ્રભુ કે ધર્મના સોગન આપીને દબાણથી મનાવવાની પ્રક્રિયા વિના જ્ઞાનોપાયો નાસ્તિયથાર્થ તત્ત્વજ્ઞાનનો આ કોઈ ઉપાય નથી, આવી વાજાળ માત્રથી કદાચ લોકવિરોધ શાન્ત કરી શકાય છે. સ્વભાવ ઇન્દ્રિયગોચર ન હોવાથી મન માનતું ન હોય તો પણ શુષ્કતર્કથી એકવાર લોક શાન્ત થઈ જાય છે. પરંતુ વસ્તુતત્વના પરમાર્થને જાણવાનો તે ઉપાય નથી. આ રીતે “સ્વભાવ એ જ છે ઉત્તર અન્ત જેને” તેને કુતર્ક કહેવાય છે. એ વાત ઉપરોક્ત અગ્નિ અને પાણીના ઉદાહરણથી સમજાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org