________________
૨૧૧
ગાથા : ૫૩
યોગદષ્ટિ સમુચ્ચય છો, તમે જ મને યથાર્થ સમજાવી શકો તેમ છો, આપશ્રી મધુરવાણી પ્રકાશો, આવી ઉત્તમોત્તમ ભાવનાથી “તત્ત્વ સાંભળવાની ઇચ્છા” આ દૃષ્ટિમાં આ જીવને હોય છે. તેને શુશ્રુષા કહેવાય છે.
ધરમ પરમ અરનાથનો, કિમ જાણું ભગવંત રે, સ્વપર સમય સમજાવીએ, મહિમાવંત મહંત રે, ધરમ૦ (શ્રી આનંદઘનજી)
આ પ્રમાણે કમનીય (મનોહર) કાન્તાથી યુક્ત એવા વયસ્થ યુવાવસ્થામાં વર્તતા પુરૂષને કિંનરાદિ (ગાંધર્વ દેવો) વડે કરાયેલા એવા ગાયનો સાંભળવામાં જેવી તે વિષયક શુશ્રુષા હોય છે. તેવી બલ્બ તેથી અધિક તત્ત્વવિષયક શુશ્રુષા આ દૃષ્ટિમાં વ્યવસ્થિત (સ્થિર) થયેલા જીવને હોય છે. પરો. રયં વૈવભૂતેત્યાહ– આ તત્ત્વશુશ્રુષા આવા પ્રકારની હોય છે. તે કહે છે
बोधाम्भ:-स्रोतसश्चैषा, सिरातुल्या सतां मता ।
अभावेऽस्याःश्रुतं व्यर्थ-मसिरावनिकूपवत् ॥५३॥ ગાથાર્થ = જ્ઞાનરૂપી પાણીના પ્રવાહ માટે આ તત્ત્વશુશ્રુષા નીક તુલ્ય સપુરુષોએ માનેલી છે. આ શુશ્રુષાગુણના અભાવમાં કરાતું તત્ત્વશ્રવણ એ પાણીની સરવાણી વિનાની ભૂમિના ખનન બરાબર છે. Ivall
ટીકા- “વોથા સ્ત્રોતો વોથોપવાદ ‘ર્ચા'-શ્રષા, ‘‘સિર(ચા''sa-ડક્ષત વનસ્પતિયા “સતાં મતા'' મુનીનામિષ્ટા, “અમાચા:” શુશ્રષાથી મિત્યદ-“શ્રત વ્યર્થ'' શ્રમનિમ્ વિવલિત્યાદ"असिरावनिकूपवत्'-असिरावनौ पृथिव्यां कूपखननं अतत्खननमेवाऽतत्फलत्वादिति
વિવેચન :-“શુશ્રુષા” ગુણ કેવો છે તે વાત સ્પષ્ટ કરે છે. બોધરૂપી પાણીના પ્રવાહ માટે શુશ્રુષા એ સરવાણી સમાન છે એમ મહાત્માઓને ઈષ્ટ છે. કૂવામાં જેમ સરવાણી હોય તો પાણીનો પ્રવાહ આવ્યા જ કરે છે. તેમ શુશ્રુષાગુણ હોય તો બોધપ્રવાહ જીવમાં આવ્યા જ કરે છે. સરવાણી દ્વારા પાણીનો પ્રવાહ આવવાથી કૂવો ભરપૂર રહે છે. અને સમસ્ત ગામને સુખદાયક થાય છે. તેમ શુશ્રુષા ગુણ દ્વારા જ્ઞાનપ્રવાહ જીવમાં આવ્યા જ કરે છે. જેનાથી આ જીવ જ્ઞાનાનંદને પામ્યા જ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org