________________
૩૭૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૧૩-૧૧૪ આ પ્રમાણે ઊર્ધ્વલોક અધોલોક અને તિર્જીલોક એમ બ્રહ્માણ્ડના ત્રણ સ્થાનોમાં જ્યાં જ્યાં જે જે દેવોનું શાસન છે ત્યાં ત્યાં તે તે દેવો સ્થિતિ, ઐશ્વર્ય, પ્રભાવ, અને સહજરૂપ આદિની અપેક્ષાએ ભિન્ન-ભિન્ન સ્થાનવાળા છે. ભિન્ન-ભિન્ન મોભાવાળા અને ભિન્ન-ભિન્ન પ્રભાવવાળા છે. આ પ્રમાણે પ્રત્યેક દર્શનોમાં સંસારી દેવોના અનેક ભેદો બ્રહ્માંડવર્તી ત્રણે લોકને આશ્રયી કહ્યા છે. || ૧૧૩ || यस्मादेवम्જે કારણથી દેવોમાં આ પ્રમાણે ભેદ છે. તેથી શું સિદ્ધ થાય છે ? તે જણાવે છે.
तस्मात्तत्साधनोपायो, नियमाच्चित्र एव हि ।
न भिन्ननगराणां स्यादेकं वर्त्म कदाचन ॥ ११४ ॥ ગાથાર્થ = તે કારણથી તે તે સ્થાનોની સાધનાના ઉપાયો પણ નિયમો ભિન્નભિન્ન જ છે. કારણ કે ભિન્ન-ભિન્ન નગરોનો એક માર્ગ કદાપિ હોતો નથી. I૧૧૪ - ટીકા -“તમારVI7” તત્સાયનોપાય” સંપારિવસ્થાનHTધનોपायो “नियमाच्चित्र एव हि" भवति । इदमेव वस्तु लोकप्रसिद्धोदाहरणદ્વાદિ-ર મિનાર ય” , “ વર્લ વાન' તથા तभेदानुपपत्तेरिति ॥११४॥
- વિવેચન :- સંસારી દેવોનાં સ્થાનો અનેક ભેદવાળાં અને અનેક આકારવાળાં હોય છે. હીનાધિક પુણ્યાઇવાળા હોય છે. આ કારણથી તે તે દેવોને ઉદેશીને કરાતી ભક્તિ પણ ચિત્ર-વિચિત્ર અનેક પ્રકારની હોય છે. દેવોમાં હીન-અને અધિક આયુષ્ય, પ્રભુત્વ, પ્રભાવ અને શારીરિક સંપત્તિને આશ્રયી અનેક જાતની ચડતા-ઉતરતા દરજ્જારૂપે ભિન્નતા હોય છે તેથી તેના ઉપાસકોમાં તેના ઉપાયરૂપે ભક્તિમાં પણ નિયમા ભેદ હોય જ છે. જેટલા પ્રમાણની બાહ્યધર્મ આરાધનાથી સૌધર્મ દેવલોકનું સ્થાન પ્રાપ્ત કરી શકાય છે. તેટલા જ પ્રમાણની દ્રવ્ય ધર્મ આરાધનાથી અશ્રુત દેવલોક આદિનું સ્થાન પ્રાપ્ત કરી શકાતું નથી. દેવભવની જેટલી ઉંચી સ્થિતિ હોય છે. તેટલી તેના ઉપાયરૂપે ભક્તિ પણ ઉંચી હોવી જરૂરી છે.
- આ જ વાત લોકમાં પ્રસિદ્ધ એવા એક ઉદાહરણ દ્વારા સમજાવે છે. જુદા જુદા નગરોનો એક જ માર્ગ કોઈ પણ દિવસ હોતો નથી. જો જુદા જુદા નગરોનો પણ માર્ગ એક જ હોય તો તે તે નગરોનો જે ભેદ છે. તે ભેદ ઘટી શકતો નથી. દાખલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org