________________
૩૭૧
ગાથા : ૧૧૩
યોગદૃષ્ટિ સમુચ્ચય अत्रैव हेतुमाहઆ બાબતમાં સુંદર યુક્તિ જણાવે છે.
संसारिणां हि देवानां, यस्माच्चित्राण्यनेकधा ।
स्थित्यैश्वर्यप्रभावाद्यैः, स्थानानि प्रतिशासनम् ॥ ११३ ॥
ગાથાર્થ = જે કારણથી સ્થિતિ, ઐશ્વર્ય અને પ્રભાવ આદિ દ્વારા સંસારી દેવોનાં સ્થાનો દરેક શાસનમાં અનેકપ્રકારનાં ચિત્ર-વિચિત્ર છે. / ૧૧૩ |
ટીકા “સરિ દિ તેલન'' નોટિીનાં, “અમfaam' નેશRIળ, “મનેથને?” પ્રઃિ | દ વાનીત્યાદ- ત્રેિશ્વpભવાઈ.” માહિત્યિંદનરૂપવિપરિગ્રહ, “સ્થાનાનિ' વિનાનાનિ | તિશાસન'' શાસને પ્રતિ વરાઇવિધ્યાનમેલાત્ + ૨૩ II
વિવેચન :- લોકપાલ આદિ સંસારી દેવોને રહેવાનાં સ્થાન સ્થિતિ, ઐશ્વર્ય, પ્રભાવ અને આદિ શબ્દથી સહજ રૂપ વડે ભિન્ન-ભિન્ન અનેક પ્રકારનાં હોય છે. વળી તે બ્રહ્માણ્ડના (લોકના) ઊર્ધ્વ-અધો અને મધ્ય લોક રૂપ ત્રણ ભેદથી જે લોકમાં જે દેવનું શાસન હોય છે. તે શાસને શાસને સ્થાનો અનેક પ્રકારનાં હોય છે. આ વાત વધુ સ્પષ્ટતાથી વિચારીએ -
સ્થિતિ- આયુષ્યનું માપ તે સ્થિતિ. વ્યંતરોના આયુષ્યથી જ્યોતિષ્કનું આયુષ્ય સામાન્યપણે અધિક હોય છે. તેના કરતાં ભવનપતિનું આયુષ્ય અને તેના કરતાં પણ વૈમાનિકનું આયુષ્ય વધુ અધિક હોય છે. એટલે હીનાધિક આયુષ્યના કારણે દેવોનાં તે તે રહેઠાણો (વસવાટ) હીનાધિક પુણ્યાઇવાળાં કહેવાય છે. અને તેવી હીનાધિક પુણ્યાઇ પ્રાપ્ત કરવા તેને અનુકૂળ ભક્તિ પણ વિવિધ જ હોય છે.
ઐશ્વર્ય= સંપત્તિ અર્થાત્ વૈભવ પણ દેવોમાં હીનાધિક હોય છે. પ્રભાવ= પ્રભાવ, (માન, બહુમાન) કોઈ દેવનો ઓછો તો કોઈ દેવનો અધિક
હોય છે. અને માત્ર શબ્દથી. સહજરૂપ= શરીર સંબંધી રૂપ પણ દેવોમાં ભિન્ન-ભિન્ન હોય છે. સ્થાનો= દેવોને રહેવાનાં રહેઠાણો. કોઇનાં ભવન જેવાં હોય છે. કોઈના આવાસો
હોય છે અને કોઇનાં વિમાનના આકારે હોય છે. અને તે પણ વિવિધ આકારે હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org