________________
૩૭૦ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૧૨ ગાથાર્થ = પ્રથમ પ્રકારના દેવોને વિષે કરાતી ભક્તિ તે તે દેવના રાગવાળી અને અન્ય અન્ય દેવના દ્રષવાળી હોય છે. જ્યારે ચરમદેવોને ઉદેશીને કરાતી આ ભક્તિ સંપૂર્ણપણે સમતા સારવાળી જ હોય છે. મેં ૧૧૨
ટીકા ‘વિત્ર ર” નાનાપ્રારા ૪, “મા” સાંસારિપુ રે, "तद्रागतदन्यद्वेषसङ्गता'' स्वाभीष्टदेवतारागानभीष्टदेवद्वेषयुक्ता, मोहगर्भत्वात् । “વિત્રા'' વિIRT, ” તતd, તુ તત્ત્વ, “પુષ' પવિતા, સા ર “ામHIRT'' શHપ્રધાના, “મલ્લિનૈવ દિ''તથાસમ્મોહામત્રાલિતિ | ૨૨૨
વિવેચન :- સંસારી દેવોને ઉદેશીને કરાતી ભક્તિ ચિત્ર-વિચિત્ર એટલે ભિન્નભિન્ન પ્રકારવાળી હોય છે. ભક્તિ કરનારા પુરુષો પોતાના ઈષ્ટ દેવની જે ભક્તિ કરતા હોય છે તે ભક્તિ પોતાના ઈષ્ટ દેવ ઉપર રાગવાળી અને તેનાથી અન્ય દેવ ઉપર ઠેષ (અણગમા)વાળી હોય છે. તેનું કારણ એ છે કે ભક્ત પુરુષો વડે કરાતી આ ભક્તિ “મોહગર્ભિત” છે. ભક્તિ કરનારા તે તે પુરુષો તેવા તેવા પ્રકારના સંસારસુખના અર્થી છે. (આ મોહ છે.) તે કારણથી જે જે ભોગસુખની વાંછા જે જે દેવથી પોષાય એમ લાગે છે તે તે ભોગસુખની વાંછાના કારણે તે તે દેવ ઉપર રાગ થાય છે અને અન્ય દેવ ઉપર અપ્રીતિભાવ થાય છે. આ રીતે આ ભક્તિ સંસારસુખની ઇચ્છાના કારણે (મોહના કારણે) ઈષ્ટદેવ ઉપર રાગવાળી અને અન્ય દેવ ઉપર અપ્રીતિવાળી હોય છે. આ જ વાત ગ્રંથકાર પોતે જ આગળ ૧૧૩ થી ૧૨૪ ગાથામાં વધુ સ્પષ્ટ સમજાવે છે.
તથા સંસારાતીત એવા તત્ત્વને વિષે (મુક્તિમાં રહેલા સિદ્ધ પરમાત્મા સ્વરૂપ વીતરાગ દેવને વિષે) કરાતી ભક્તિ સર્વકાળે એક પ્રકારની જ હોય છે. કારણ કે આરાધ્ય એવા તે દેવ વીતરાગ-સર્વજ્ઞતાના ગુણવડે એક જ પ્રકારના છે. તેથી તેઓની ભક્તિ કરનારા યોગી મહાત્માઓની ભક્તિ “સમતાસાર”વાળી એક પ્રકારની જ હોય છે. જેમ બને તેમ રાગ-દ્વેષની કલુષિતતાને દૂર કરનારી અને સમભાવની જ પ્રધાનતાવાળી આ ભક્તિ હોય છે. તેનું કારણ એ છે કે યોગી મહાત્માઓ વડે કરાતી આ સર્વ ભક્તિમાં સમ્મોહનો (રાગાદિ મોહ સ્વરૂપ અજ્ઞાનતાનો) સર્વથા અભાવ છે. એટલે કે વીતરાગની આ ભક્તિ વીતરાગ થવા માટે જ કરાય છે. પરંતુ કોઇ પણ પ્રકારના સંસારસુખની પ્રાપ્તિની વાંછા રૂપ રાગયુક્ત કે કોઇપણ પ્રકારના સંસારના દુ:ખના દ્વેષયુક્ત કરાતી નથી. સમતાભાવની પ્રધાનતાવાળી સમ્યજ્ઞાનપૂર્વક આ ભક્તિ કરાય છે. તેથી તે ભક્તિ એક પ્રકારની હોય છે. આ જ વાત વધુ સ્પષ્ટપણે ગ્રંથકાર આગળ ગાથા ૧૨૫ થી ૧૩૩માં સમજાવે જ છે. | ૧૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org