________________
४७८
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૬૫-૧૬૬ તેવી રીતે ઇન્દ્રિયો અને વિષયોના સંબંધાત્મક ભોગોને સ્વરૂપથી જ જાણતો એટલે કે સમારોપ (બ્રમ) વિના તે જેવા છે તેવા જ જાણતો અર્થાત્ મૃગજળની ઉપમાવાળા આ ભોગો અસાર જ છે. એમ સમજતો પુરુષ પૂર્વબદ્ધકર્મોના ઉદયથી આવેલા આ ભોગોને ભોગવતો હોવા છતાં પણ તેમાંથી અલ્પ પણ ગભરાટ વિના તે ચાલ્યો જાય છે. આ ભોગો તેને ડરાવી કે ડૂબાડી શકતા નથી. કારણ કે તેવા પ્રકારની આસક્તિ ન હોવાથી આ પુરુષ તે ભોગોને પરવશ થતો નથી કે ભોગોથી ડરતો નથી.
પ્રશ્ન :- સ્વરૂપ: પન =એ મૂલશ્લોકના પદનો અર્થ ટીકામાં ટીકાકારે સમારોપમન્તરે=જે કર્યો છે તેનો અર્થ શું? અને સમારોપ એટલે શું?
ઉત્તર :- જે વસ્તુમાં જે ગુણ કે દોષ રૂપ ધર્મ ન હોય છતાં તેમાં કોઇપણ પ્રયોજનથી તે ગુણ કે દોષ રૂપ ધર્મનો આરોપ કરવો. ઉપચાર કરવો, તેને “સમારોપ” (બ્રમ-આરોપ-ઉપચાર) કહેવાય છે. જેમ કે ખેતીના કામમાં જ્યારે વરસાદની બહુ જ જરૂરિયાત હોય, તે વખતે બરાબર સમયસર વરસાદ વરસતો હોય, ત્યારે તે વરસાદ પાણી વરસાવતો હોવા છતાં પણ લોકો તેને “સોનું વરસે છે.” એમ જે કહે છે. તે પાણી વાસ્તવિક પાણી છે પરંતુ તેને જે સોનું કહ્યું તે “સમારોપ” સમજવો. તથા સ્ફટિક પત્થર શ્વેત (સફેદ) છે, પરંતુ તેની સામે લાલ, લીલું કે કાળું વસ્ત્ર રાખીએ તો શ્વેત એવો પણ તે સ્ફટિક જે લાલ, લીલો કે કાળો દેખાય તે “સમારોપ” કહેવાય છે. તથા પીત્તળના ટુકડાને “આ સુવર્ણ છે” એમ માનવું તે “સમારોપ” છે. આ રીતે સમારોપ એટલે ભ્રમ-આરોપ અથવા ઉપચાર અર્થ કરવો.
અહીં મૃગજળને જે મિથ્યા જળ કહ્યું છે તે સમારોપથી (બ્રમથી કે ઉપચારથી) કહ્યું નથી. પરંતુ સમજી શોચીને બરાબર યથાર્થપણે જાણીને જ તે મૃગજળ એ વાસ્તવિકપણે મૃગજળ જ છે. મિથ્યા જળ છે અને મિથ્યા જળ કહ્યું છે. પરંતુ ભ્રમ કે આરોપ કર્યો નથી. માટે તેને સમારોપ કહેવાતો નથી. એટલે મૂલ શ્લોકમાં જે સ્વરૂપત = શબ્દ છે તેનો અર્થ ટીકામાં સ્પષ્ટ કર્યો છે કે આ મૃગજળ જેમ વાસ્તવિકપણે મૃગજળ જ છે. પરંતુ સમારોપથી એટલે ઉપચારથી મૃગજળ નથી. તેવી જ રીતે ઇન્દ્રિયોના વિષયોનાં સુખોને સ્વરૂપથી જ વાસ્તવિકપણે જ મૃગજળતુલ્ય કહ્યાં છે તે સુખો મૃગજળતુલ્ય છે. અને મૃગજળતુલ્ય કહ્યાં છે. પરંતુ સમારોપ કરીને કહ્યાં નથી. એટલે સમારોપ વિના પરમાર્થથી વાસ્તવિક સ્વરૂપે આ સુખો મૃગજળતુલ્ય જ છે. એવો ભાવાર્થ છે. || ૧૬૫-૧૬૬ll
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org