________________
ગાથા : ૧૬૫-૧૬૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
૪૭૭ ગાથાર્થ = ઝાંઝવાના જળને તત્ત્વથી આ માયમય જ પાણી છે એમ જાણતો પુરુષ તેનાથી અલ્પ પણ ઉગ (ગભરામણ) પામ્યા વિના તે પાણીના મધ્યમાંથી જેમ કોઈ પણ જાતની પીડારહિતપણે જાય જ છે. ૧૬પો
ટીકા-“મયાન્મતત્વતઃ ફર” મીયાશ્મન્વેનૈવ, “મનકિર્તાતો'' માથાક્યો “ક” શીધ્ર “તન્મન' માયાભોમળે, “ક્ષત્રેિવ.” ન પ્રથતિ ! “રા' રૂત્યુલહરણોપચાઈ વ્યાયાતવર્નત' માથાતत्त्वेन व्याघातासमर्थत्वादिति ॥ १६५॥
भोगान् स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् ।
भुञ्जानोऽपि ह्यसङ्गः सन् प्रयात्येव परं पदम् ॥ १६६॥ ગાથાર્થ = તેવી જ રીતે સંસારનાં ભોગસુખોને સ્વરૂપથી માયાજલની ઉપમાવાળાં જોતો (જાણતો) આ પુરુષ ભોગવવા છતાં પણ અસંગ રહ્યો છતો પરમપદ તરફ જાય જ છે. | ૧૬૬ |
ટીકા “મોગાન” કઈસક્કાનું, “સ્વત: પન્” સમારોપમારેUT, તથા” તેનૈવ પ્રવરે, “મયોપમાન મસાન, મુન્નાનો પિ દિ कर्माक्षिप्तान्, “असङ्गः सन् प्रयात्येव परं पदं," तथाऽनभिष्वङ्गतया परवशाभावात् | ૨૬૬ .
વિવેચન :- જે જીવ મૃગજળને (ઝાંઝવાના જળને) તત્ત્વથી એટલે પારમાર્થિકપણે આ મૃગજળ (ઝાંઝવાનું જળ) જ છે, પણ સાચું પાણી નથી. એમ મૃગજળપણીવડે જાણે છે. સમજે છે. તે જીવ તે મૃગજળથી ગભરાતો નથી. ડરતો નથી. જેમ સમુદ્રનાં પાણી એ સાચાં પાણી હોવાથી તેના તરંગો વડે, તે પાણીની ઊંડાઈ વડે, તે પાણીના સુસવાટા વડે, અને તે પાણીના પૂર (વેગ) વડે માણસ જોઇને જ ગભરાઈ જાય છે. તેથી તેમાંથી ચાલવાની હિંમત કરતો નથી. તેની જેમ આ મૃગજળ એ મિથ્યાપાણી છે એમ જાણવાથી તે જીવ ગભરાતો નથી. પરંતુ જલ્દી-જલ્દી તે મૃગજળના મધ્યભાગમાંથી ઝપાટાબંધ ચાલ્યો જ જાય છે. પરંતુ નથી ચાલતો એમ નહીં. કારણ કે તે જાણે છે કે આ માત્ર મૃગજળ જ છે. તેથી તે પાણીમાં ચાલવામાં તેને કોઇપણ જાતનું વિપ્ન (વ્યાઘાત) થતું નથી. કારણ કે મૃગજળ એ વાસ્તવિક જળ જ ન હોવાથી તેનામાં વ્યાઘાત કરવાની તાકાત જ નથી. આ મૃગજળનું જળ પણે કોઇ વાસ્તવિક અસ્તિત્વ જ નથી. તે મિથ્યા આભાસમાત્ર રૂપે હોઈ ભ્રમ માત્ર જ છે. આ પ્રમાણે જે જાણે છે તે પુરુષ આવા પાણીથી ઉદ્વેગ પામતો નથી અર્થાત્ ડરતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org