________________
ગાથા : ૧૫
યોગદૃષ્ટિ સમુચ્ચય ભવ્ય આત્મામાં પણ અચરમાવર્તમાં ઓઘદૃષ્ટિ હોય છે. અને ચરમાવર્તમાં પણ ઘણો ભાગ ગયે છતે બહુ ભાવમલ ક્ષય થયા પછી મિત્રાદિ પ્રથમની ચારદષ્ટિઓ ક્રમશઃ આવે છે. અને ચરમાવર્તના પશ્ચાદર્ધકાલમાં સ્થિરાદિ દૃષ્ટિઓ ક્રમશઃ આવે છે. આ રીતે ભવ્ય આત્મામાં દૃષ્ટિ બદલાય છે. દષ્ટિભેદ સંભવી શકે છે. દૃષ્ટિઓ બદલાતી હોવાથી આત્મદ્રવ્ય નિત્ય હોવા છતાં પરિણામી નિત્ય છે. પરિવર્તન પામનાર એવો નિત્ય છે. પરંતુ એકાન્ત નિત્ય અથવા એકાન્ત ક્ષણિક નથી. ન =આ પ્રતિપાદન વડે આત્માને સર્વથા અપરિણામી માનવામાં કે સર્વથા ક્ષણિક આત્મા છે એમ માનવામાં ઉપર સમજાવેલ દૃષ્ટિભેદોનો અભાવ જ થાય છે. દૃષ્ટિભેદ થવો શકય જ નથી. કારણ કે તે તે દ્રવ્યનું તે તે ભાવે પરિણમન થવું એ વાત બન્ને એકાન્તવાદમાં અસંભવિત છે.
(૧) જો એકાન્ત નિત્ય જ આત્મા હોય તો પરિણમન જ ન થાય, કારણ કે પરિણમન થાય કે દૃષ્ટિ બદલાય તો તે આત્મદ્રવ્યનું તે તે દૃષ્ટિવાળારૂપે રૂપાન્તર થયું કહેવાય, અને આવા પ્રકારનું રૂપાન્તરપણું આવવાથી એકાન્ત નિત્યતા રહે નહીં.
(૨) એવી જ રીતે જો એકાન્ત ક્ષણિકવાદ સ્વીકારીએ તો પ્રથમ સમયવર્તી જે દ્રવ્ય છે. તે દ્રવ્ય જ બીજા સમયે રહેતું નથી. તેથી ઓઘદૃષ્ટિમાંથી કાળક્રમે મિત્રાદિ દૃષ્ટિઓ તે જ આત્માને પ્રગટ થવાની વાત જ ઘટે નહીં. માટે આ બન્ને એકાન્તદષ્ટિ બરાબર નથી. તેથી એકાન્ત નિત્ય આત્મા છે એમ માનનારા ન્યાય-વૈશેષિક અને સાંખ્યદર્શનના મતે “યોગ માર્ગ”નું પ્રતિપાદન નિષ્ફળતાને પામશે, કારણ કે જો આત્મા બદલાતો નથી તો ભવાભિનંદીમાંથી યોગદૃષ્ટિવાળો અને સંસારીમાંથી મુક્તિવાળો બનવાનો જ નથી. તેથી યોગમાર્ગની આવશ્યકતા કયાં રહી ?
एवं च योगमार्गोऽपि, मुक्तये यः प्रकल्प्यते । सोऽपि निर्विषयत्वेन, कल्पनामात्रभद्रकः ॥४८८॥ योगबिंदु ॥
અન્યદર્શનશાસ્ત્રોમાં (અને જૈનદર્શનમાં પણ એકાન્ત નિશ્ચયનયનું જ આલંબન લઈ વ્યવહારનયને મિથ્યા કહેનારા જે એકાન્તવાદીઓ છે. તેઓમાં) જે યોગમાર્ગ બતાવાય છે. તે નિર્વિષયક થવાથી કલ્પના માત્રથી (ઉપર-ઉપરથી જ) ભદ્રક-સારો દેખાય છે. સૂક્ષ્મ રીતે તો દોષથી ભરપૂર છે એવી જ રીતે એકાન્ત ક્ષણિકવાદમાં પણ એક ક્ષણ પછી બીજા ક્ષણે દ્રવ્ય રહેવાનું જ નથી, તો મુક્તિ માટે યોગ સેવવાની જરૂર જ ક્યાં રહી ? તેથી પરિણામી નિત્ય આત્મવાદ જ યુક્તિસંગત છે. એમ માનવું એ જ ઉપકારી અને સત્ય છે. તેમ સ્વીકારવાથી જ ભવથી મુક્તિ તરફનું પ્રયાણ અને અષ્ટવિધ દૃષ્ટિભેદ ઘટી શકે છે. અન્યથા એટલે જો પરિણામી નિત્યદ્રવ્ય ન માનીએ તો તે તે દ્રવ્યનું તથા તથા ભવનની અનુપપત્તિ થવાથી દષ્ટિભેદોનો અભાવ જ થાય છે. (૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org