________________
૩૩૮
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૫ ગાથાર્થ = જે કારણથી આ પૃથ્વી ઉપર સર્વ સ્થાને (ખંડનમાં કે મંડનમાં) આ રીતે દૃષ્ટાન્ત માત્રની પ્રાપ્તિ બહુ સુલભ છે. તેથી આ દૃષ્ટાન્નની “પ્રધાનતાવાળો” એવો આ કુતર્ક પોતાના ન્યાયથી કોના વડે રોકી શકાય? | ૯૫ |
ટીકા -“EBત્તમત્ર' સાળે વસ્તુનિ ની પ્રતીતિવાધિ સર્વ'વિશUT “'-૩વતનીત્યા “સુત્રમ ક્ષિત' થિવ્યામ્ ! “તિwથાનોડ્ય'-ત, “નાપદ્યતે વાધ્યતે, ન નવિ, “વનતિવિત્યિર્થ.” III
વિવેચન - વાદી અથવા પ્રતિવાદીને પોતાના હૃદયગત વિચારોને અનુસાર જે વસ્તુ જેમ સાધવી હોય તેને તેવું દૃષ્ટાન્તમાત્ર આ પૃથ્વી ઉપર પૂર્વે કહેલી રીતિનીતિ મુજબ સર્વસ્થાને સામાન્યપણે સુલભ છે. પછી ભલે તે લોક અને અનુભવથી વિરુદ્ધ હોય, પણ એકવાર પોતાના કદાગ્રહને પોષનારા અને કુતર્કને સિદ્ધ કરે એવાં દૃષ્ટાન્તોનો આ સંસારમાં કોઈ તોટો નથી. અર્થાત્ મનઃકલ્પિત અર્થને સાધે એવાં દૃષ્ટાન્તો આ સંસારમાં અવશ્ય મળી આવે જ છે. અને આ જીવ શોધી પણ લાવે જ છે. તેનાં થોડાક ઉદાહરણો ઉપર આપ્યાં જ છે અને હજુ ૯૬મી ગાથામાં પણ આવાં કુતર્કસાધક ઉદાહરણ ગ્રંથકાર આપે જ છે. તેથી આવા દૃષ્ટાન્તમાત્રની પ્રધાનતાવાળો, તેના ઉપર જ મહાન્ આધાર રાખનારો આ કુતર્ક કોના વડે જીતાય? અર્થાત્ કોઈ વડે ન જીતી શકાય તેવો આ કુતર્ક હોય છે. કારણ કે આ કુતર્કથી સિદ્ધ થતી વાત ભલે લોકદષ્ટિએ સર્વથા વિરુદ્ધ હોય, તથા પ્રત્યક્ષ જણાતા અનુભવથી (પ્રતીતિથી) પણ ભલે વિરુદ્ધ હોય તો પણ તાર્કિક રીતે રજુ કરાતી અને તેને સાધક દૃષ્ટાન્ત આપનારી પ્રતિવાદીની વાતને ગમે તેવો તર્કશિરોમણિ એવો વિદ્વાન્ વાદી પણ કેમ હુકરાવી શકે? કારણ કે વિદ્વાન એવા વાદીને પણ પોતાની માનેલી વાત (સુયોગ્ય એવા) તર્કથી અને દષ્ટાન્તથી જ સાધવાની હોય છે. એવી જ રીતે આ પ્રતિવાદીએ પણ તર્ક અને દૃષ્ટાન્તનો જ ઉપયોગ કર્યો છે. તેથી તેની સિદ્ધ થતી વાતને જો વાદી અસ્વીકાર્ય કરે તો તે જ રીતે પોતાની સાધ્ય-સાધવાની નીતિ-રીતિ પણ તેવી જ છે. તેની સાથે પણ વિરોધ આવે. તેથી આંખ સામે વિરોધ દેખાવા છતાં ચૂપ થયે જ છુટકો.
કારણ કે વાદી હોય કે પ્રતિવાદી હોય, સુયોગ્ય તર્ક તથા સુયોગ્ય ઉદાહરણ આપનાર હોય કે કુતર્ક અને અનુચિત ઉદાહરણ આપનાર હોય, પરંતુ ન્યાયશાસ્ત્રની નીતિ-રીતિ જ એવી છે કે તર્ક અને ઉદાહરણથી જ સાધ્યસિદ્ધિ થાય. વાદીને પણ સ્વસાધ્ય સાધવાની નીતિ તર્ક અને ઉદાહરણ ઉપર જ નિર્ભર છે. તેથી જો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org