________________
૩૭૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૧૫-૧૧૬ આગળ ગાથા-૧૧૮માં ગ્રંથકારશ્રી સમજાવે જ છે. જેમ એક જ સિંહ પોતાના બચ્ચાને મુખથી પકડે અને સસલાના બચ્ચાને મુખથી પકડે તે બન્નેમાં પકડવાની ક્રિયા સમાન હોવા છતાં સિંહના હૃદયમાં આશયભેદ હોવાથી એકમાં શરીરની પુષ્ટિનું કારણ બને છે અને બીજામાં શરીરના વિનાશનું કારણ બને છે.
પ્રશ્ન:-ઇષ્ટાપૂર્ત શું છે? તે ભક્તિરૂપ કાર્યો કોને કહેવાય?
ઉત્તર :- ગ્રંથકાર પોતે જ હવે પછીની ૧૧૬-૧૧૭મી ગાથામાં આ ઈચ્છાપૂર્તિને અર્થ સમજાવે જ છે. ૧૧૫ इष्टापूर्तस्वरूपमाहઈષ્ટાપૂર્તનું સ્વરૂપ સમજાવે છે
ऋत्विग्भिर्मन्त्रसंस्कारै-ाह्मणानां समक्षतः ।
अन्तर्वेद्यां यद्दत्तमिष्टं तदभिधीयते ॥ ११६ ॥ ગાથાર્થ = યજ્ઞમાં અધિકૃત યાજ્ઞિક ગોરો વડે બ્રાહ્મણોની સમક્ષ યજ્ઞસંબંધી વેદીની અંદર મન્તાક્ષરો બોલવાના સંસ્કારોપૂર્વક જે (અલંકારાદિ) અપાય તે “ઇષ્ટ” કહેવાય છે. | ૧૧૬ .
ટીકા - “ત્વિર્થિથતૈઃ” મન્નતંડ” રમૂર્તિઃ “બ્રહ્માનાં સમક્ષતઃ” તળેષાં, “કૉર્વેદ્યાં દિ યત્તિ” દિરથાદ્ધિ, “કૃષ્ટ તમથીયો,” विशेषलक्षणयोगात् ॥ ११६॥
વિવેચન - ઈચ્છાપૂર્તિમાં પ્રથમ “ઇષ્ટનો” અર્થ સમજાવે છે. જ્યારે જ્યારે યજ્ઞવિધિ કરવામાં આવે, ત્યારે ત્યારે યજ્ઞની ક્રિયા કરાવવામાં મુખ્ય અધિકાર પદે નિયુક્ત કરાયેલા યાજ્ઞિક ગોરો (પુરોહિતો) વડે તે પુરોહિતીથી અન્ય એવા બીજા બ્રાહ્મણોની હાજરીમાં મંત્ર વાંચી અનેક સંસ્કૃત શ્લોકોના ઉચ્ચારણ કરવા પૂર્વક સંસ્કારો કરવા દ્વારા યજ્ઞની વેદીમાં જે સુવર્ણમુદ્રાદિ મૂકવામાં આવે તે મૂકાયેલા સુવર્ણમુદ્રાદિને “ઈષ્ટ” કહેવાય છે.
પ્રશ્ન- આવા પ્રકારનું જે હિરણ્યાદિ હોય તેને જ “ઇષ્ટ” શા માટે કહેવાય છે.
ઉત્તર : ઇષ્ટ”નું જે વિશેષલક્ષણ છે તે આ દાનમાં સંભવે છે. રાજા વગેરે કોઈ ધનવાન પુરુષો યાચકો ઉપર પ્રસન્ન થાય અને તે વાચકોને અન્ન અને હિરણ્યાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org