________________
૪૬૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૬૦
પ્રથમ નંબરવાળા ભોગો જ અનર્થ માટે થાય છે. બીજા નંબરવાળા ભોગો અનર્થ માટે થતા નથી. તેથી “પ્રાયઃ” શબ્દ લખ્યો છે. આ વાત કંઈક વિસ્તારથી સમજીએ.
પૂર્વભવોમાં બાંધેલા પુણ્યના ઉદયથી સંસારના કોઈ ભોગો એવા પ્રાપ્ત થાય છે કે જે ભોગો પાપ કર્મ બંધાવે છે. જેમ કે બ્રહ્મદત્ત ચક્રવર્તી અને સુભૂમ ચક્રવર્તી જેવા રાજાઓને છ ખંડના રાજ્યના ભોગો મળ્યા. તથા ચક્રવર્તીપણાની બધી ઠકુરાઈ મળી. મહાવીર પ્રભુના જીવને અઢારમા ભવમાં વાસુદેવપણાની ઋદ્ધિ, સિદ્ધિ મળી. પરંતુ આ એવી ઋદ્ધિ-સિદ્ધિ મળી કે જે ભોગોએ પાપકર્મો જ કરાવ્યાં, પાપકર્મો જ બંધાવ્યાં, તેનાથી તેઓ નરકગતિમાં ગયા. માટે આવાં પાપકર્મોને બંધાવનારી ભોગસામગ્રી અનર્થ માટે થાય છે.'
તથા પુણ્યના ઉદયથી કોઈ ભોગો એવા મળે છે કે જે શુદ્ધધર્મનું આક્ષેપ (આકર્ષણ-ખેંચાણ) કરે છે. શુદ્ધ ધર્મ કરાવનારા બને છે. જેમ કે, ભરત મહારાજાને મળેલી છ ખંડની સંપત્તિ, શાલિભદ્રને મળેલી અઢળક સંપત્તિ, મહાવીર પ્રભુને અંતિમ ભવમાં પ્રાપ્ત થયેલું રાજપુત્રપણું અને તેની સંપત્તિ. આ બધાને પણ પુણ્યોદયથી જ સંપત્તિ પ્રાપ્ત થયેલી છે. પરંતુ તે ભોગસુખની સંપત્તિ ધર્મ તરફ લઈ જનારી બની અને આ જીવો સુખભોગવાળા છતાં આસક્તિ વિનાના હોવાથી કર્મ ખપાવી મુક્તિગામી બન્યા. આ રીતે પૂર્વબદ્ધ પુણ્યકર્મનો “ઉદય” બે પ્રકારનો હોય છે. એક આસક્તિ વડે પાપબંધ કરાવવા દ્વારા નરકાદિ અનર્થ આપનારા ભોગોને અપાવનારૂં પાપાનુબંધી પુણ્ય, કે જે અનર્થ માટે છે અને બીજુ પુણ્ય અનાસક્તભાવે ભોગવાતા ભોગો શુદ્ધ ધર્મ પ્રાપ્ત કરાવવા દ્વારા મુક્તિ તરફ લઈ જનારું હોય છે તે પુણ્યાનુબંધી પુણ્ય અનર્થ માટે થતું નથી.
પ્રશ્ન - જે ભોગો પાપકર્મ બંધાવે તેને, અને જે ભોગો શુદ્ધ ધર્મ પ્રાપ્ત કરાવે તેને જૈનશાસ્ત્રોમાં શું કહેવાય છે ?
ઉત્તર :- જે ભોગો ભોગવતાં ભોગવતાં જીવો આસક્તિ-કષાય-રાગ-દ્વેષ-હિંસાદિ અને ધર્મનો અનાદર આદિ પ્રમાદ સેવે અને તેના દ્વારા પાપકર્મ બાંધી નરકાદિ દુર્ગતિમાં જાય તેને “પાપાનુબંધી પુણ્ય” કહેવાય છે. ભોગો પ્રાપ્ત થયા તે પુણ્યોદય છે. પરંતુ ઉપરોક્ત પ્રમાદ દ્વારા પાપકર્મોનો જ અનુબંધ કરાવનારો તે પુણ્યોદય છે. માટે પાપનો અનુબંધ કરાવનારૂં એવું પુણ્ય તે કહેવાય છે. તથા જે ભોગો નિસ્પૃહભાવે ભોગવાય છે. ભોગવવાની ઈચ્છા બીલકુલ ન હોવા છતાં ચારિત્રમોહનીય કર્મના ઉદયને લીધે વિપરીત સંજોગોની પરાધીનતાના કારણે જ ભોગવવા પડતા હોય છે. તે ભોગોમાં આસક્તિ-કષાય-રાગ-દ્વેષ અને ધર્મના અનાદર રૂપ પ્રમાદ ન હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org