________________
૫૦૦
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૮૦
પૂર્વદૃષ્ટિમાં વર્તતા યોગીઓની ભિક્ષાટન આદિ ક્રિયાની સાથે સ્વરૂપથી સમાન જ હોય છે. અર્થાત્ પૂર્વેની દૃષ્ટિકાલે જેવી ક્રિયા પ્રવર્તતી હતી, તેવી જ ભિક્ષાટન આદિ ક્રિયા આઠમી દૃષ્ટિકાલે પણ પ્રવર્તે છે. ભિક્ષાટનાદિ ક્રિયામાં કંઈ તફાવત હોતો નથી. પરંતુ ફળના ભેદથી બન્ને દૃષ્ટિકાળની ભિક્ષાટનાદિ ક્રિયા ભિન્ન હોય છે. તે આ પ્રમાણે છે- હીરા-માણેક-મોતી આદિ રત્નોના સ્વરૂપના અજાણ પુરુષો સાચાં રત્નો કેવાં હોય? અને નકલી કેવાં હોય? તથા સાચા રત્નોમાં પણ કેવાં કેવાં રત્નોની કેવી કેવી કિંમત હોઈ શકે? ઇત્યાદિ વિષયનો જ્યારે અભ્યાસ કરતા હોય, શિક્ષણ ગ્રહણ કરતા હોય, અનુભવ મેળવતા હોય, ત્યારે તેઓની દૃષ્ટિ સાચા-ખોટા રત્નોના ભેદને જાણવાની જ હોય છે. રત્નોમાં ગુણો શું? અને નકલી રત્નોમાં દોષો શું? ઇત્યાદિ અનુભવ મેળવવા તરફ જ માત્ર દૃષ્ટિ હોય છે. પરંતુ તે વિષયમાં પારગત થયા પછી જ્યારે તે રત્નોની ખરીદી અને વેચાણ તથા લેવડ-દેવડ કરવા સ્વરૂપ તત્તયોનને તે રત્નોનો વેપાર કરે છે ત્યારે જે દૃષ્ટિ હોય છે તે વધુ નફો કેમ મળે? તે તરફ જ હોય છે. એટલે રત્નોની જોવાની ક્રિયા બન્ને કાળે સમાન હોવા છતાં પણ અનુભવ મેળવવાના કાળે અનુભવ પ્રાપ્તિની અને વેપાર કરવાના કાળે લાભ પ્રાપ્તિની એમ ફળભેદથી દષ્ટિ ભિન્ન જ હોય છે.
સારાંશ કે રત્નાદિના શિક્ષણકાળની દૃષ્ટિ થકી શિક્ષિત થયે છતે તે રત્નાદિના વેપારકાળે જેમ દૃષ્ટિ અનુભવપ્રાપ્તિ અને લાભપ્રાપ્તિ રૂપ ફળભેદથી ભિન્ન-ભિન્ન છે. તેવી રીતે ભિક્ષાટનાદિ લક્ષણવાળી આચાર ક્રિયા પણ આ યોગી મહાત્માની સ્વરૂપથી સમાન હોવા છતાં પણ ફળભેદથી સાતમી દષ્ટિકાળે અને આઠમી દૃષ્ટિકાળે ભિન્ન-ભિન્ન હોય છે. સાતમી દૃષ્ટિકાળે સામ્પરાયિકકર્મોના ક્ષય માટે આ ક્રિયા છે. અને આઠમી દૃષ્ટિકાળે ભવોપગ્રાહી એવા ચાર અઘાતી કર્મોના ક્ષય માટે આ ક્રિયા છે. કારણ કે, સાતમી દૃષ્ટિ સાતમા ગુણઠાણે વર્તતા જિનકલ્પાદિ આચરતા મહામુનિઓને હોય છે. તે કાલે શ્રેણી માંડવાની બાકી હોવાથી સાપરાયિક કર્મક્ષય માટે આ ક્રિયા કરાય છે. એટલે આ ભિક્ષાટન આદિ ક્રિયાનું ફળ મોહનીયાદિ કર્મોનો ક્ષય છે. અને આઠમી દૃષ્ટિ શ્રેણિકાળે શરૂ થાય છે. અને તે ચૌદમાં ગુણસ્થાનક સુધી હોય છે. ત્યાં મોહનીયાદિ કર્મો તો ક્ષીયમાણ હોવાથી ક્ષીણપ્રાય જ છે. તેથી આ ભિક્ષાટનાદિ ક્રિયા ભવોપગ્રાહી અઘાતી કર્મોના ક્ષય માટે જ છે. તેથી આ દૃષ્ટિકાળે કરાતી ભિક્ષાટનાદિ ક્રિયાનું ફળ ભવોપગ્રાહી કર્મોનો ક્ષય છે. આ પ્રમાણે રત્નાદિના અનુભવકાળે અને અભ્યસ્તકાળે કરાતી રત્નો જોવાની ક્રિયા સ્વરૂપથી સમાન હોવા છતાં ફળભેદથી ભિન્ન છે. તેવી રીતે સાતમી અને આઠમી દૃષ્ટિકાળે કરાતી ભિક્ષાટનાદિ ક્રિયા પણ ક્રિયાસ્વરૂપે સમાન હોવા છતાં પણ સામ્પરાયિક અને ભવોપગ્રાહી કર્મોનો ક્ષયરૂપ ફળભેદની અપેક્ષાએ ભિન્ન જ છે. તે ૧૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org