SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ ગાથા : ૧૭૯-૧૮૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ક્રિયાઓનો પણ અભાવ હોય છે. કારણ કે જેને જેને અતિચારો લાગે, તેને તેને પ્રતિક્રમણાદિ ક્રિયા સંભવે છે. આ યોગીઓ અતિચારથી વર્જિત હોય છે તેથી પ્રતિક્રમણાદિ ક્રિયા નથી. અને અતિચારોના કારણભૂત પ્રમાદ, ઉપયોગ-શૂન્યતા આદિ દોષો પણ હોતા નથી. તેથી તેઓને દોષ સેવનના અભાવે અતિચારો લાગતા નથી. સારાંશ કે પ્રમાદાદિ દોષો ન હોવાથી અતિચારો નથી. અતિચારો ન હોવાથી પ્રતિક્રમણાદિ ક્રિયા નથી. અને પ્રતિક્રમણ આદિ ક્રિયા ન હોવાથી નિરાચારપદવાળા હોય ચઢેલને ચઢવાની ક્રિયાના અભાવ જેવી સ્થિતિ આ મહાત્માઓની હોય છે. એટલે કે જેમ પર્વતના અન્તિમ શિખર ઉપર ચઢેલાને હવે આરોહણની ક્રિયાનો અભાવ જ હોય છે. તેવી રીતે કૃતકૃત્ય થયા હોવાથી, પ્રાપ્ત કરવા યોગ્ય ગુણો પામી ચૂક્યા હોવાથી, આચારો પાલવા દ્વારા ખપાવવા યોગ્ય કર્મોનો ક્ષય કરેલ હોવાથી આ યોગી મહાત્માઓની ચેષ્ટા આરૂઢારોહણાભાવ (ચઢેલાને ચઢવાના અભાવ)યુક્ત ગતિવાળા જેવી હોય છે. અર્થાત્ તરંગરહિત સ્થિર જળવાળા સમુદ્રતુલ્ય સમાધિયુક્ત નિરાચારપદયુક્ત સ્થિતિ હોય છે. | ૧૭૯ कथं भिक्षाटनाद्याचारोऽस्येत्याशङ्कापनोदायाह જો આ યોગીને જ્ઞાનાચારાદિ આચારો હોતા નથી, તો ભિક્ષાટન આદિ આચારો આ યોગીને કેમ હોય છે? એવી શંકા દૂર કરવા માટે કહે છે કે रत्नादिशिक्षाहग्भ्योऽन्या, यथा दृक् तन्नियोजने । तथाऽऽचारक्रियाप्यस्य, सैवान्या फलभेदतः ॥ १८०॥ ગાથાર્થ = રત્ન વગેરેના અભ્યાસકાળની દૃષ્ટિ કરતાં તેના વેપારકાળે દૃષ્ટિ જેમ ભિન્ન હોય છે. તેવી જ રીતે આ યોગીની તે જ ભિક્ષાટન આદિ આચાર ક્રિયા પણ ફળના ભેદથી ભિન્ન જ હોય છે. ૧૮૦ ટીકા-“નાશિક્ષTETચ્છ” સવાશgિ “મા” મિલ, “કથા દર્શી તકિયોનને” રત્નવિનિયોનને ક્ષિતી સતિઃ | “તથા રઢિયાળ” યોગિન, “'' મિલાદનાન્નિક્ષUT “મા” ભવતિ | ત પ્રત્યાદિ- “નમેત ” પ્રા. साम्परायिककर्मक्षयः फलं, इदानीं तु भवोपग्राहिककर्मक्षय इति ॥ १८०॥ વિવેચન - આ આઠમી દૃષ્ટિમાં આવેલા યોગીની ભિક્ષાટન આદિ ક્રિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy