________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૮૩
તે અનાર્યદેશ અને અનાર્યક્ષેત્ર કહેવાય છે. તથા જ્યાં ‘‘અસિ” (છેદનનાં સાધન), “મિસ” (લેખનનાં સાધન) અને “કૃષિ” (ખેતીનાં સાધન), નો ઉપયોગ નથી, જ્યાં માત્ર કલ્પવૃક્ષોથી જ જીવન જીવાય છે. જ્યાં તીર્થંકર પ્રભુ તેમનું શાસન ચલાવનાર આચાર્યદિ સાધુ સંતો નથી. ધર્મમાર્ગ નથી, આત્મહિતની કે આત્માના સુખની વાત માત્ર પણ જ્યાં નથી એવી જે ભૂમિ તે અકર્મભૂમિ કહેવાય છે. આવી ભૂમિમાં માનવદેહ મળે છે પણ આત્માને આત્મિક લાભ શું થાય? પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર અને દેવકુરુ-ઉત્તરકુરુવિનાના પાંચ મહાવિદેહ ક્ષેત્ર આ પંદર કર્મભૂમિ જ મુક્તિની પ્રાપ્તિ માટેનાં યોગ્ય ક્ષેત્રો છે. કારણ કે તે પંદર કર્મભૂમિમાં જન્મેલા મનુષ્યો જ મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. તે પંદર કર્મભૂમિમાં પણ આર્યદેશ-આર્યકુલ આદિ મળ્યાં હોય તો જ ધર્મની પ્રાપ્તિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. એટલે પારાવાર એવા આ સંસારમાં ચોર્યાશી લાખ યોનિસ્થાનોમાં જન્મ-મરણ પામતાં પામતાં અનંતી ભવભ્રમણામાં રખડતાં-રખડતાં, અસહ્ય અને અપાર દુ:ખોને અનુભવતાં અનુભવતાં ક્યારેક જ દશ દૃષ્ટાન્તે દુર્લભ એવો આ માનવદેહ મળે છે. અને તેમાં પણ મહાપુણ્યોદયે મુક્તિની પ્રાપ્તિને યોગ્ય એવી કર્મભૂમિમાં જન્મ મળે છે. તેમાં પણ અતિશય અધિક પુણ્યોદયે જ આ જીવને આર્યદેશમાં અને આર્યકુલમાં જન્મ પ્રાપ્ત થાય છે. દુર્લભથી પણ અતિશય દુર્લભ એવી આ સામગ્રી મળવા છતાં જો તેમાં ધર્મબીજની વાવણી કરવામાં ન આવે, સત્કાર્યો કરવા રૂપી ખેતી કરવામાં ન આવે, અને પ્રાપ્ત થયેલી આ સામગ્રીની સફળતા મેળવવામાં ન આવે તો તે માનવદેહ હારી જવાય, આવા જીવો ખરેખર અલ્પમાં અલ્પ બુદ્ધિવાળા જ કહેવાય છે. લગ્નમાં જાય અને ભૂખ્યા આવે, તળાવે જાય અને તરસ્યા આવે, તેની જેમ યોગ્ય અને દુર્લભ સામગ્રી મળ્યા પછી તેનો સદુપયોગ કરી ફળ મેળવી લેવું જોઇએ તેને બદલે આ ભવાભિનંદી જીવો અવેદ્યસંવેદ્યપદના પ્રતાપે આવી ધર્મબીજની વાવણી માટે બધી રીતે સાનુકુળ એવી ધર્મસામગ્રી મળવા છતાં પણ ભોગવિલાસમાં= ઇન્દ્રિયજન્ય વિષયસુખમાં જ અને તેના જ સાધનભૂત અર્થોપાસનાદિ કાર્યો કરવામાં જ પોતાનું જીવન વીતાવે છે. જ મોહરૂપી જાદુગરનો મોટો ખેલ છે.
આ
૨૯૬
કર્મભૂમિમાં જન્મ એ ધર્મપ્રાપ્તિનું “પરમબીજ” છે. ત્યાં જ “સદ્વિવેક” પ્રગટે છે. આર્યદેશ અને આર્યકુલ એમાં સહાયકારી નિમિત્તકારણ વિશેષ છે. ત્યાં જન્મીને ‘‘સત્કાર્યો” કરવાં, આત્મકલ્યાણ સાધવું, આત્મકલ્યાણકારક રત્નત્રયીની ઉપાસના કરવી એ ખેતી છે, વાવણી છે. વાવણી કરવાથી બીજની વૃદ્ધિ થાય છે. અને અપારફલની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org