SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૭૫ રીતે અનુભવે છે. તેથી તેઓનું વર્તન હેયમાં અપ્રવૃત્તિભાવપૂર્વકનું અને ઉપાદેયમાં પ્રવૃત્તિ ભાવપૂર્વકનું હોય છે. આ પ્રમાણે અન્વર્થ ઘટતો હોવાથી તેમના પદને વેદ્યસંવેદ્ય કહેવાય છે. આ આશયસ્થાન સ્થિર થવાથી પરમાનંદ પ્રગટે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે तथा च भिन्ने दुर्भेदे, कर्मग्रन्थिमहाचले । तीक्ष्णेन भाववज्रेण, बहुसंक्लेशकारिणि ॥ २८०॥ आनन्दो जायतेऽत्यन्तं, तात्त्विकोऽस्य महात्मनः । सद्व्याध्यभिभवे यद्वद् व्याधितस्य महौषधात् ॥२८१॥ (શ્રી હરિભદ્રસૂરિજી કૃત યોગબિન્દુ) આ પ્રમાણે હેયપણે જાણવા યોગ્ય વસ્તુનું હેયપણે તથા તેમાં અપ્રવૃત્તિ કરવી જોઇએ એવી બુદ્ધિવડે જે સંવેદન (અનુભવ) થાય. તેવા અનુભવવાળું જે ચિત્તઆશયસ્થાન છે. તે આશયસ્થાન અન્વર્ણયુક્ત હોવાથી “વેદ્યસંવેદ્યપદ” કહેવાય છે. I૭૪ll તમૈવિચાદ- તે વેદ્યસંવેદ્યપદથી અન્ય એવું જે અવેદ્યસંવેદ્યપદ છે તેનું વર્ણન હવે સમજાવે છે अवेद्यसंवेद्यपदं, विपरीतमतो मतम् । भवाभिनन्दिविषयं, समारोपसमाकुलम् ॥ ७५॥ ગાથાર્થ = આ વેદ્યસંવેદ્યપદથી વિપરીત એવું જે પદ તે અવેદ્યસંવેદ્યપદ યોગીઓ માને છે. તે ભવાભિનંદી જીવોને હોય છે. અને અનેક મિથ્યા-ભ્રમણાઓથી ભરપૂર હોય છે. ૭પા ટીકા “મવેદ્યસંવેદ્ય વિપત્તિકર્તા-વેદારંવેદ્યપાન “ર” મિશ્રમ, तथाहि-अवेद्यमवेदनीयं वस्तुस्थित्या न तथाभावयोगिसामान्येनाप्यविकल्पकज्ञानग्राह्य, तथाविधसमानपरिणामानुपपत्तेः । तत्संवेद्यते अज्ञानावरणक्षयोपशमानुरूपं निश्चयबुद्धयोपप्लवसारया मृगतृष्णोदकवज्झायते यस्मिन्पदे तत्तथाविधम् । अत एवाह "भवाभिनन्दिविषयं" एतद, भवाभिनन्दी वक्ष्यमाणलक्षणः, "समारोपसमाकुलमिति''-मिथ्यात्वदोषतोऽपायगमनाभिमुखमित्यर्थः ॥५॥ વિવેચન :- ઉપરોક્ત જે વેદ્યસંવેદ્યપદ છે એનાથી જે વિપરીત છે તે અવેદ્યસંવેદ્યપદ કહેવાય છે. વેદ્યસંવેદ્યપદમાં તેવા પ્રકારના ભાવયોગી (સમ્યગ્દષ્ટિ) આત્માઓ જિનેશ્વર પરમાત્માના વચનો ઉપર પરિપૂર્ણ શ્રદ્ધા યુક્ત હોવાથી હેયને હેયપણે અને ઉપાદેયને ઉપાદેયપણે સમજવામાં માનવામાં અને તે પ્રમાણે અપ્રવૃત્તિ તથા પ્રવૃત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy