SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૩૨ પર્થમાદ– પૂર્વોક્ત ચર્ચાનું રહસ્ય (સાર) કહે છે. ज्ञाते निर्वाणतत्त्वेऽस्मिन्नसम्मोहेन तत्त्वतः । प्रेक्षावतां न तद्भक्तौ, विवाद उपपद्यते ॥ १३२॥ ગાથાર્થ =અસંમોહયુક્ત બોધથી આ નિર્વાણતત્ત્વ જણાયે છતે વિદ્વાન પુરુષોને તે નિર્વાણપદની ભક્તિ (આરાધના) કરવામાં તાત્વિક રીતે કોઈ વિવાદ હોઈ શક્તો નથી. / ૧૩૨ || ટીકા - “જ્ઞાત'' છિન્ને, “નિર્વાગતત્તેજિન્નેવભૂતે,” “મમ્મદેન' વાઘેન ““તત્ત્વતઃ' પરમાર્થતઃ | વિદિત્ય-“ક્ષતિ” ગુદ્ધિમત્ત “ तद्भक्तौ" न निर्वाणसेवायाम् । किमित्याह-"विवाद उपपद्यते" तत्तत्त्वज्ञानभेदाभावात् (तत्तत्त्वज्ञानाभेदात्) अन्यथा प्रेक्षावत्त्वविरोधादिति ॥१३२॥ વિવેચન - અસમ્મોહ યુક્ત જે બોધ છે. તે એકાન્ત પરિશુદ્ધ છે. (જુઓ ગાથા૧૨૬) તેના દ્વારા પૂર્વબદ્ધકર્મોની વિશેષે નિર્જરા જ થાય છે જે શીઘકાળે મોક્ષફળહેતુ બને છે. તેથી આવા પ્રકારના અસમ્મોહ યુક્ત બોધ દ્વારા જ્યારે આ નિર્વાણતત્ત્વ જણાય છે. બરાબર સમજાય છે. ત્યારે સદાશિવ, પરંબ્રહ્મ ઇત્યાદિ રૂપે માત્ર નામભેદ જ હોય છે. પરંતુ તત્ત્વભેદ હોતો નથી. તેથી સર્વે આરાધક આત્માઓનું સાધ્ય (લક્ષ્ય) નિર્વાણતત્ત્વની પ્રાપ્તિ માત્ર જ હોય છે. અને તે સાધ્ય તત્ત્વમાં ભેદ ન હોવાથી તેની ઉપાસના (આરાધના) કરવામાં પણ પંડિત પુરુષોને વિવાદ સંભવતો નથી. નિર્વાણતત્ત્વની પ્રાપ્તિ એ સાધ્ય છે. તેની પ્રાપ્તિ માટેની ઉપાસના-આરાધના એ સાધન છે. એક જ સાધ્ય ભિન્ન-ભિન્ન સાધનથી સાધી શકાય છે. સાધ્યના સ્વરૂપમાં જો ભેદ હોય તો જ કરેલો વિવાદ શોભાસ્પદ થાય. જો સાધ્યના સ્વરૂપમાં કોઈ ભેદ ન હોય તો ત્યાં પહોંચવાના સાધનભૂત ક્રિયામાર્ગમાં ભેદ હોય તો તેનો વિવાદ કરવો તે વિદ્વાન પુરુષોને શોભાસ્પદ નથી. જેમ કોઈ આઠ-દસ પુરુષો સુરતથી અમદાવાદ જવા નીકળ્યા. આ દરેક પુરુષોએ હાઇવે ધોરી રસ્તો (એક જ રસ્તો) લીધો. પરંતુ કોઈ ટ્રેન દ્વારા જાય છે. કોઈ પ્લેન દ્વારા જાય છે. કોઈ કાર દ્વારા જાય છે અને કોઈ પાદવિહાર દ્વારા જાય છે. તો સાધ્ય એક અમદાવાદ જ છે. સાધ્યનો માર્ગ પણ એક હાઇવે ધોરીમાર્ગ જ છે. તો ટ્રેન, પ્લેન, કાર અને પાદવિહાર સ્વરૂપ સાધનભેદનો વિવાદ વિદ્વાન પુરુષોએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy