SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ જૈનદર્શનમાં ભિન્ન-ભિન્ન સંદર્ભમાં યોગ શબ્દના ભિન્ન-ભિન્ન અર્થ જણાવેલ છે. યોગદષ્ટિકારે ‘‘મોક્ષેળ યોનનાવ્ યોળઃ '' એવી વ્યુત્પત્તિ કરી મોક્ષની સાથે સંયોજન કરી આપે એવા વ્યાપારને યોગ કહેવાય એવી સમજણ આપી મન-વચન-કાયાના પરમાત્મ ભક્તિ આદિ સર્વ પ્રશસ્ત વ્યાપારને યોગ અન્તર્ગત ગણેલ છે. જેથી યોગની પ્રરૂપણા સાપેક્ષભાવે અનેકરીતે થઇ શકે છે. ગ્રંથકારે (૧) ઇચ્છાયોગ (૨) શાસ્ત્રયોગ અને (૩) સામર્થ્યયોગ એ ત્રણ પ્રકારે પણ યોગનું વર્ણન કરેલ છે. અથવા (૧) યોગાવંચક (૨) ક્રિયાવંચક અને (૩) ફલાવંચક એમ પણ ત્રણ અવંચકયોગ જણાવ્યા છે. દૃષ્ટિ-સમજણ. આજ સુધી આ આત્માની સમજણ સંસાર સાથે સંબંધ, સુખ સાથે સંબંધ કેવી રીતે થાય? ઇન્દ્રિયજન્ય વિષયસુખ કેમ પ્રાપ્ત થાય? એ અંગેના જ્ઞાનવાળી હતી. પરંતુ હવે જેનું મન સંસારથી ઉભગી ગયું છે. વિષયો અસાર લાગ્યા છે. અને મન મુક્તિ તરફ વળવા લાગ્યું છે એવા જીવને આ યોગદૃષ્ટિ-મુક્તિ સાથે સંબંધ કરાવે તેવી દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. ગ્રંથકાર મહર્ષિએ આવી યોગદૃષ્ટિઓ અસંખ્ય હોવા છતાં તેને આઠ વિભાગમાં વહેંચી બધી યોગદૃષ્ટિઓનો આ આઠમાં સમાવેશ કર્યો છે. યોગદૃષ્ટિની જેમ આત્માના દોષો પણ અનંત છે અને ગુણો પણ અનંત છે. પણ મુખ્યતયા આઠ ગુણ-અને આઠ દોષનું વર્ણન કરી એક-એક દૃષ્ટિની સાથે એક-એક ગુણની પ્રાપ્તિ અને એક-એક દોષનો ત્યાગ જણાવેલ છે. વળી એક-એક દૃષ્ટિની સાથે આત્માના જ્ઞાનગુણનો વિકાસ કેવો થાય છે? તે પણ ઉપમા સહ બતાવતાં. યોગનાં આઠ અંગો પણ જણાવેલ છે. આ વિષય બહુ ગંભીર છે. વાંચન કરવાથી આ ગ્રંથના વિષયનો બોધ ક્ષયોપશમના અનુસારે જરૂર થશે, પરંતુ આન્તરસ્પર્શી બોધ તો ગીતાર્થ ગુરુની નિશ્રાએ વધારે થવા સંભવ છે. અન્યથા કદાચ દોષો લાગવાનો પણ સંભવ છે. આ જ કારણથી પૂ. આચાર્યદેવશ્રીએ (૧) ગોત્રયોગી (૨) કુલયોગી (૩) પ્રવૃત્તચક્રયોગી અને (૩) નિષ્પન્નયોગી એમ યોગિઓના ચાર ભેદ જણાવી ગાથા ૨૨૨થી ૨૨૬ સુધીમાં આ ગ્રંથ કોને આપવો અને કોને ન આપવો તેની ભલામણ કરી છે. આવો આ ગંભીર ગ્રંથ પં. શ્રી ધીરજલાલભાઇએ ખૂબ સરળ ગુર્જરભાષામાં ઉતારી શ્રીસંઘ સમક્ષ રજુ કર્યો છે. પંડિતજીએ કઠિનપદાર્થો વિશિષ્ટ પ્રજ્ઞાબળે ખૂબ સરળતાથી રજુ કર્યા છે. તેથી યોગદૃષ્ટિના અભ્યાસકોને આ અનુવાદ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ વધારવામાં જરૂર સહાયક થશે. પરંતુ આ ક્ષયોપશમ તે તે આત્માના મોહનો ક્ષયોપશમ કરવામાં સહાયક બની ક્રમશઃ યોગદૃષ્ટિઓના વિકાસ સાથે આત્મવિકાસની યાત્રા સંપૂર્ણ કરવામાં સહયોગી બને તો ગ્રન્થાનુવાદ-કર્રાનો પ્રયત્ન પણ સાફલ્યને પામે. અજ્ઞાનવશ યા ભ્રાન્તિવશ કંઇપણ આજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તો ‘મિચ્છામિ દુક્કડં” રતિલાલ ચીમનલાલ દોશી લુદરાવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy